ગુજરાતમાં 10 વર્ષમાં નીલગાયની વસ્તીમાં 117 ટકાનો ભયજનક વધારો, છતાં એક રાહતના છે સમાચાર

ગુજરાતમાં નીલગાયના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહી છે અને હાઈવે પર પણ તેના કારણે વારંવાર અકસ્માતો થતાં રહે છે, તેને સંરક્ષિત પ્રજાતી છે ત્યારે વધુ ચિંતાની વાત એ છે કે રાજ્યમાં આ નીલગાયની વસ્તી છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 117.27% વધીને 2,51,378 થઈ ગઈ છે

ગુજરાતમાં 10 વર્ષમાં નીલગાયની વસ્તીમાં 117 ટકાનો ભયજનક વધારો, છતાં એક રાહતના છે સમાચાર
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 12:35 PM

ગુજરાત (Gujarat) માં નીલગાયના કારણે ખેડૂતો (Farmer) ને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહી છે અને હાઈવે પર પણ તેના કારણે વારંવાર અકસ્માતો થતાં રહે છે. તે સંરક્ષિત પ્રજાતી (Protected species) છે ત્યારે વધુ ચિંતાની વાત એ છે કે રાજ્યમાં આ નીલગાય (nilgai) ની વસ્તી છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 117.27% નો ભયજનક વધારો થયો છે. ગિયર ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેક્ષણમાં 2,51,378 બ્લુ બુલ્સ નોંધાયા છે જે 2011માં 1,19,546 હતા. 2011 થી અત્યાર સુધીમાં આવા ત્રણ સર્વે હાથ ધરવામાં આવ્યા છે.

2011-2015ના સર્વેક્ષણમાં નીલગાય (blue bull) ની વસ્તીમાં મહત્તમ વધારો 56.23% નોંધવામાં આવ્યો હતો. 2015માં રાજ્યમાં નીલગાયની વસ્તી 1,86,770 હતી. તે પછીના પાંચ વર્ષમાં 34.6% વધી. અંદાજિત માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લામાં 9,816 બ્લુ બુલ્સ છે જ્યારે ગાંધીનગર જિલ્લામાં 3,010 છે. 32,021 ની વસ્તી સાથે બનાસકાંઠામાં ટોચ પર છે, ત્યારબાદ પાટણમાં 18,584 અને અમરેલીમાં 16,295 છે. બનાસકાંઠા, પાટણ, મહિસાગર, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠા જેવા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 91,244 નીલગાય એટલે કે રાજ્યની કુલ નીલગાયની વસ્તીના 36.3% છે.

નીલગાયને કાનૂની રક્ષણ મળે છે કારણ કે આનો વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, 1972ની અનુસૂચિ-III માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રાણી, જે સંરક્ષિત પ્રજાતિ છે, તે ખેડૂતો માટે પણ ખતરો છે અને ઘણા માર્ગ અકસ્માતોનું કારણ છે,” રાજ્યના વન વિભાગ (Forest Department) ના અધિકારીએ જણાવ્યું હતું. આ જાનવરનો શિકાર કરવા પર ત્રણ મહિનાની જેલ અથવા નાણાકીય દંડ અથવા બંને સજા થઈ શકે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અધિકારીએ કહ્યું કે ખેડૂતો દ્વારા નીલગાયને ઉપદ્રવી પશુ માનવામાં આવે છે કારણ કે તે ઘણીવાર પાકના વિનાશનું કારણ બને છે. જંગલો ઉપરાંત, તેમના રહેઠાણો શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલા છે. આનાથી ઘણા ખેડૂતો તેમના ખેતરોની આસપાસ ઇલેક્ટ્રિક વાડ સ્થાપિત કરે છે જે ગેરકાયદેસર છે. આનાથી માત્ર નીલગાયના મૃત્યુ થાય છે તેવું નથી. પરંતુ ઘણી વખત અન્ય સંરક્ષિત પ્રાણીઓ જેવા કે દીપડા અને સિંહોના પણ મૃત્યુ થાય છે.

અધિકારીએ જણાવ્યું હતું કે નીલગાયના કારણે થતા માર્ગ અકસ્માતો (Road accident) ને નિવારવા માટે રાજ્યના વન વિભાગ, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ અને ગાંધીનગર મહાનગરપાલિકાએ તમામ મુખ્ય માર્ગો પર વાડ લગાવી દીધી છે. આ નીલગાયને રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં ભટકતા અટકાવે છે. છેલ્લા એક દાયકામાં તેની વસ્તીમાં થયેલો વધારો ભયજનક છે પરંતુ એકમાત્ર રાહત એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં વૃદ્ધિ દરમાં ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચોઃ Rajkot પોલીસ કમિશનર વસુલી કેસની તપાસ ડીજીપી વિકાય સહાયને સોંપાઇ, MLA ગોવિંદ પટેલ આજે ગૃહ રાજ્યપ્રધાનને મળશે

આ પણ વાંચોઃ રાજ્યમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ગરીબ કલ્યાણ મેળા, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દાહોદથી કરાવશે પ્રારંભ

g clip-path="url(#clip0_868_265)">