અમદાવાદમાં ડાયરાની રમઝટ ! લોક ગાયિકા ઉર્વશી રાદડિયા પર થયો રૂપિયાનો વરસાદ, જુઓ Video
ગુજરાતી લોક ગાયિકા ઉર્વશી રાદડિયાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શ્રોતાઓ તેના પર ડોલ ભરીને રૂપિયા ઉડાવતા જોવા મળી રહ્યા છે.
Viral Video: જો કોઈ તમને કહે કે પૈસાનો વરસાદ થઈ રહ્યો છે તો તમે વિશ્વાસ નહીં કરો. પરંતુ તાજેતરમાં જ આવો નજારો જોવા મળ્યો છે. મશહુર ગુજરાતી લોક ગાયિકા ઉર્વશી રાદડિયાનો (Urvashi Radadiya) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક કાર્યક્રમ દરમિયાન તેમના પર ડોલ ભરીને શ્રોતાએ રૂપિયા ઉડાવતા જોવા મળી રહ્યા છે.
લોકગાયિકા ઉર્વશી રાદડિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક કાર્યક્રમમાં ભજન ગાઈ રહી છે અને આ દરમિયાન ચાહકો તેના પર પૈસાનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે. તેમની આસપાસ માત્ર પૈસા જ જોવા મળી રહ્યા છે.
ઉર્વશી રાદડિયાએ વીડિયો શેર કરીને ચાહકોનો આભાર માન્યો છે. તેમણે વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું, “શ્રી સમસ્ત હીરાવાડી ગ્રુપ વતી તુલસી વિવાહના શુભ અવસર પર લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમારા અમૂલ્ય પ્રેમ માટે તમારા બધાનો હ્રદયપૂર્વક આભાર.”
જુઓ વીડિયો
View this post on Instagram
રૂપિયાનો વરસાદ જોઈને યુઝર્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા
ઉર્વશી રાદડિયાના આ વીડિયો પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘ઓહ માય ગોડ.’ જ્યારે એક યુઝરે લખ્યું કે, ‘ખુબ પ્રગતિ કરો અને ચમકો.’જ્યારે એક યુઝરે રમુજી કોમેન્ટ કરતા લખ્યુ કે, આ રૂપિયાનું શું કરશો ?
તમને જણાવી દઈએ કે ઉર્વશી રાદડિયા જાણીતી લોક ગાયિકા (Singer) છે, તેમણે માત્ર 6 વર્ષની ઉંમરે સંગીતની કારકિર્દી શરૂ કરી હતી. ઉર્વશી રાદડિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તે તેના ફોટા અને કાર્યક્રમના વીડિયો શેર કરતી જોવા મળે છે.
આ પણ વાંચો: Viral : યુવકના ખતરનાક સ્ટંટે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ ! આ સ્ટંટ જોઈને યુઝર્સે કહ્યું “હિંમત હોય તો જ જુઓ”
આ પણ વાંચો: કારતકમાં મેઘ તાંડવ ! આંધ્રપ્રદેશના તિરુચાનુરમાં પત્તાની જેમ બે માળની ઈમારત પૂરમાં ગરકાવ, જુઓ Video