કારતકમાં મેઘ તાંડવ ! આંધ્રપ્રદેશના તિરુચાનુરમાં પત્તાની જેમ બે માળની ઈમારત પૂરમાં ગરકાવ, જુઓ Video
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બે માળની એક ઈમારત જોવા મળે છે. થોડીવાર બાદ પૂરના મોજાને કારણે આ ઈમારત પત્તાની જેમ પાણીમાં ડૂબી જાય છે.
Viral Video : આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં ભારે વરસાદને (Rains)કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક ગામો અને શહેરો પૂરની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે સોશિયલ મીડિયા (Social Media) પર મેઘ તાંડવના ઘણા વીડિયો જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યા હતા, જેમાં સેંકડો શ્રદ્ધાળુઓ તિરુપતિ મંદિરમાં (Tirupati Temple) ફસાયેલા જોવા મળ્યા હતા.જોકે, તેને સલામત રીતે બચાવવામાં તંત્ર સફળ રહ્યુ હતુ. હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બે માળની ઈમારત ક્ષણભરમાં પૂરમાં ગરકાવ થતી જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં 2 માળની એક ઈમારત જોવા મળી રહી છે. થોડીવાર પછી પૂરના મોજાને કારણે આ ઈમારત ક્ષણભરમાં પાણીમાં ડૂબી જાય છે. આપ સૌને જણાવી દઈએ કે, આ ઘટના તિરુપતિના તિરુચાનુર વિસ્તારમાં સ્થિત વસુંધરા નગરની છે. આ ભયાનક દ્રશ્ય જોઈને લોકોને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.
જુઓ વીડિયો
This scary visual is from Vasundaranagar, #Tiruchanur area where an entire building was washed away, in massive floods in Chitoor district.#Buildingwashedaway Stay safe #TirupatiRains #TirupatiFloods #Chitoorfloods pic.twitter.com/IhOrFS7Aw3
— Surya Reddy (@jsuryareddy67) November 19, 2021
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક નવી ઈમારત હતી. જોકે, ઘટના સમયે કોઈ હાજર ન હોવાને કારણે મોટી દૂર્ઘટના ટળી હતી. વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Surya Reddy નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘આ ડરામણું દ્રશ્ય વસુંધરા નગર તિરુચાનુર વિસ્તારનું છે.
આ પણ વાંચો: Video : યુવકને રસ્તા વચ્ચે સ્ટંટ કરવા પડ્યા ભારે ! સ્ટંટ કરવાના ચક્કરમાં થયા હાલ-બેહાલ