Gujarat News Updates: વિધાનસભા ગૃહમાં BBC ડોક્યુમેન્ટરીનો મુદ્દો ઉઠતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મહત્વનું નિવેદન

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2023 | 11:43 PM

Gujarat Live Updates : આજ 10 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો...

Gujarat News Updates: વિધાનસભા ગૃહમાં BBC ડોક્યુમેન્ટરીનો મુદ્દો ઉઠતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મહત્વનું નિવેદન

દેશ અને દુનિયામાં ઘણા સમાચારના અપડેટ્સ આવી રહ્યા છે. ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજ 10 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Mar 2023 11:41 PM (IST)

    ગરમીથી નહીં ભ્રષ્ટાચારથી ઓગળ્યો રસ્તો! ડામર ઉપર રેતી નાંખીને ભ્રષ્ટાચારને ઢાંકવાના પ્રયાસ

    વડોદરાના ફતેપુરા વિસ્તારમાં હાથીખાનાથી કુંભારવાડા નાકા સુધીનો રસ્તો રહીશો માટે મુશ્કેલીનો રસ્તો બન્યો હતો. અહીંથી રસ્તો પસાર કરતા રહીશોને નાકે દમ આવી જતો હતો. આ મુશ્કેલી પાછળનું કારણ હતું કે અહીં સામાન્ય ગરમીમાં પણ રસ્તા ઉપરનો ડામર ઓગળવા માંડતો હતો. વડોદરા મહાનગર પાલિકાના ભ્રષ્ટ તંત્રએ બનાવેલા રસ્તાનો ડામર સામાન્ય ગરમીમાં ઓગળી રહ્યો હતો જેના કારણે અવરજવર કરતા લોકોના વાહન અને પગરખાં ચોંટી જતા હતા.

  • 10 Mar 2023 11:21 PM (IST)

    JNU માત્ર એક સંસ્થા નથી પરંતુ એક સંસ્કૃતિ છે, 130 કરોડ ભારતીયોને અહીંના વિદ્યાર્થીઓ પર વિશ્વાસ છે: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

    કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના પ્રોફેસરો સહિત અન્ય અધિકારીઓને સંબોધિત કર્યા હતા. તેમના સંબોધનમાં, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જેએનયુને એક બહુ-વિવિધ સંસ્થા તરીકે વર્ણવ્યું, જ્યાં વિદ્યાર્થીઓ દેશના વિવિધ ખૂણામાંથી અભ્યાસ કરવા આવે છે. તેમણે કહ્યું કે જેએનયુ એક સંશોધન યુનિવર્સિટી છે અને આટલી વૈવિધ્યસભર સંસ્થા દેશમાં નથી.

  • 10 Mar 2023 10:57 PM (IST)

    વિધાનસભા ગૃહમાં BBC ડોક્યુમેન્ટરીનો મુદ્દો ઉઠતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મહત્વનું નિવેદન

    વિધાનસભા ગૃહમાં આજે BBCનો મુદ્દો ગૂંજ્યો હતો અને BBCની ગોધરાકાંડની ડોક્યુમેન્ટ્રી સામે કાર્યવાહી કરવા સંકલ્પ રજૂ કરાયો હતો. જે બિનસરકારી સંકલ્પ વિના વિરોધ પસાર થયો હતો. સંકલ્પમાં BBC સામે કડક કાર્યવાહી કરવા કેન્દ્ર સરકારને ભલામણ કરવાનું સૂચવાયું છે. વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલે BBC સામે બિનસરકારી સંકલ્પ રજૂ કર્યું હતું. ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલે વિધાનસભા ગૃહમાં બિન-સરકારી સંકલ્પ આધારે બીબીસીએ બનાવેલી ગોધરાકાંડ ડોક્યુમેન્ટ્રી સામે કેન્દ્ર સરકારને કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

  • 10 Mar 2023 10:26 PM (IST)

    છોટા ઉદેપુરના કવાંટમાં પ્રસિદ્ધ ગેરના મેળાની શરૂઆત, ધારાસભ્ય જેન્તી રાઠવા પણ મન મૂકીને નાચ્યા

    છોટા ઉદેપુરમાં હોળી ધુળેટીના તહેવાર પહેલા અને પછી યોજાતા વિવિધ મેળા ખૂબ જ પ્રસિદ્ધ છે. ભંગોરિયાના મેળા બાદ હવે કવાંટમાં પ્રખ્યાત ગેરના મેળાની શરૂઆત થઈ છે. છે. હોળી પહેલા ભંગોરિયાનો મેળો અને હોળી બાદ ચુલનો મેળો જાણીતો છે. હોળી ધુળેટીના સમાપનમાં છેલ્લે યોજાતો ગેરનો મેળો પણ ખૂબ પ્રખ્યાત છે. હોળી બાદ યોજાતો ગેરનો મેળો આદિવાસી પ્રજામાં ખૂબ મહત્વ ધરાવે છે.

  • 10 Mar 2023 10:09 PM (IST)

    ગુજરાતમાં આજે 24 નવા કોરોના કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 150ને પાર

    કોરોના માહામારીને કારણે બે વર્ષ સુધી દુનિયાભરમાં લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કોરોના વેકસિનને કારણે આપણે આ માહામારી પર કાબુ મેળવી શક્યા હતા. પણ હવે ફરી કોરોનાનો ભય વધી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી ઓછા કોરોના કેસ નોંધાઈ રહ્યાં હતા. પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 10 માર્ચના રોજ કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 150ને પાર ગયા છે. કોરોનાના કારણે સુરત શહેરમાં 1 દર્દીનું મોત થયું છે.

  • 10 Mar 2023 09:12 PM (IST)

    PM મોદી 12 માર્ચે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે કર્ણાટકની મુલાકાત લેશે, જ્યાં તેઓ લગભગ 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટમાં નેશનલ હાઈવે-275ના બેંગલુરુ-નિદાઘટ્ટા-મૈસૂર સેક્શનને છ લેનિંગનો પણ સમાવેશ થાય છે. આ 118 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ લગભગ 8,480 કરોડ રૂપિયાના કુલ ખર્ચે વિકસાવવામાં આવ્યો છે.

  • 10 Mar 2023 08:58 PM (IST)

    Patan: નશામુક્તિ કેન્દ્રમાં યુવકની ક્રૂરતાપૂર્વક થયેલી હત્યાના સામે આવ્યા અરોરાટી ઉપજાવે તેવા Exclusive CCTV

    પાટણ જિલ્લાના નશામુક્તિ કેન્દ્રમાં હિચકારી ઘટના બની હતી. જેમાં હાર્દિક સુથાર નામના યુવાનનને માર મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસમાં પોલીસની તપાસમાં નશામુક્તિ કેન્દ્રના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં જોવા મળ્યું હતું કે આ યુવકને નશો છોડવા માટે અહીં રાખવામાં આવ્યો હતો. જેની નશામુક્તિ કેન્દ્રના કર્મચારીઓએ લાકડીના માર મારીને અરેરાટી ઉપજે તે રીતે હત્યા કરી હતી અને આટલેથી ન અટકતા આ લોકોએ યુવકનું ગુપ્તાંગ પણ સળગાવી દીધું હતું!

    ક્રુર હત્યાના EXCLUSIVE CCTV ફુટેજ TV9 પાસે આવ્યા છે. CCTVમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નશા મુક્તિ કેન્દ્રમાં ક્રુરતાની તમામ હદ વટાવવામાં આવી હતી અને યુવક પર 6થી 7 શખ્સો તૂટી પડ્યા છે. એક બાદ એક હુમલાઓ થઇ રહ્યા છે તેમજ યુવકના ગુપ્તાંગ ઉપર પણ માર મારવામાં આવ્યો હતો. સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે, કેટલાક શખ્સો યુવકને માર મારી રહ્યા છે. આટલા ઢોર માર મારવાને કારણે જ યુવકનું મોત થયું હતું.

  • 10 Mar 2023 08:33 PM (IST)

    USમાં ભારતીય મહિલા સાથે વંશીય ભેદભાવ, અંગ્રેજી પ્રોફેસરને કારણે તક ન અપાઇ, નોકરીમાંથી કાઢી મુકાઇ

    વોશિંગટન ડીસી- અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં ભણાવતા ભારતીય મૂળના એસોસિયેટ પ્રોફેસર લક્ષ્મી બાલાચંદ્રએ ન્યાય માટે કોર્ટમાં અપીલ કરી છે. પોતાની અરજીમાં તેણે એક ગોરા પ્રોફેસર પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આ કેસ તેમની સાથે થયેલા વંશીય (જાતિવાદ) અને લિંગ ભેદભાવ (લિંગ ભેદભાવ)ના કેસમાં દાખલ કર્યો છે. લક્ષ્મી બાલચંદ્ર બેબસન કોલેજમાં આંત્રપ્રિન્યોરશિપના એસોસિયેટ પ્રોફેસર હતા. આરોપ છે કે તેની સાથે બનેલી ઘટનાને કારણે તેની નોકરી પણ છીનવી લેવામાં આવી હતી. જેના કારણે તે માનસિક રીતે પરેશાન છે અને તેને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

  • 10 Mar 2023 08:19 PM (IST)

    IPL 2023: ધોની સિઝનના અંતે લઈ લેશે સન્યાસ, ચેન્નાઈને ચેમ્પિયન બનાવનારા ખેલાડીએ કર્યો દાવો

    IPL 2023 ની સિઝન 31 માર્ચે શરુ થનારી છે. આ માટે તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓ પણ અત્યારથી જ પોતાના ખેલાડીઓ સાથે મળીને સિઝનની શરુઆત પૂર્વેની તૈયારીઓ શરુ કરી દીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સહિતના ખેલાડીઓ હાલમાં ચેપોક સ્ટેડિયમમાં તૈયારીઓ શરુ કરી છે. આ દરમિયાન હવે ધોની માટે આ ટૂર્નામેન્ટ અંતિમ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ચેન્નાઈની ટીમનો હિસ્સો રહી ચૂકેલા ખેલાડીએ પણ આ જ વાતનો દાવો કરી દીધો છે.

  • 10 Mar 2023 07:52 PM (IST)

    અંબાજીના પ્રસાદ મુદ્દે ગૃહમાં હોબાળો, કોંગ્રેસ અને ભાજપના સામસામે આક્ષેપ

    અંબાજીના પ્રસાદ મુદ્દે વિરોધના વંટોળ બાદ રાજકારણ પણ ગરમાયું છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મામલે વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. હોબાળો થતા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.  કોંગ્રેસના ધારાસભ્યોએ ચીકીના પ્રસાદનો બચાવ કરવા મામલે નારેબાજી કરી હતી. જેની સામે ભાજપના ધારાસભ્યોએ મોદી મોદીના નારા શરૂ કરી દીધા.

    જવાબમાં કોંગ્રેસે બોલ માડી અંબેનો નાદ વિધાનસભામાં ગજવી દીધો. આ બધા વચ્ચે વિધાનસભા અધ્યક્ષે તો વિપક્ષના ધારાસભ્યોને વોક આઉટ કરવું હોય તો વોક આઉટ કરવા માટે પણ છૂટ આપી દીધી હતી, પરંતુ કોંગ્રેસે નારેબાજી યથાવત્ રાખતા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

  • 10 Mar 2023 07:30 PM (IST)

    કોરોના બાદ નવી બીમારીએ દસ્તક આપી ! અમેરિકન ક્રુઝમાં 300 લોકો અચાનક બીમાર પડ્યા

    પ્રિન્સેસ ક્રૂઝના રૂબી પ્રિન્સેસ જહાજ પર તાજેતરની સફર દરમિયાન 300 થી વધુ મુસાફરો અને ક્રૂ સભ્યો અજાણી બીમારીથી પીડિત હોવાનું જણાયું હતું. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ આ સમયે માહિતી આપી છે. આ મામલો 26 ફેબ્રુઆરીથી 5 માર્ચની વચ્ચે ટેક્સાસથી મેક્સિકો અને ફરી પાછા ફરતી વખતે પ્રકાશમાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

    ધ મેટ્રો ન્યૂઝના અહેવાલ મુજબ, સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) ના તપાસકર્તાઓએ અહેવાલ આપ્યો છે કે 284 લોકો અથવા જહાજ પરના 2,881 મુસાફરોમાંથી 10 ટકા બીમાર હોવાનું નોંધાયું છે. તે જ સમયે, 1,159 ક્રૂ સભ્યોમાંથી, 34 સભ્યો બીમાર હતા, જે લગભગ 3 ટકા છે.

  • 10 Mar 2023 07:16 PM (IST)

    અમદાવાદમાં રમાનારી પ્રથમ IPL મેચ માટેની ટિકિટનું બુકિંગ શરુ, Gujarat Titans vs CSK વચ્ચે રમાશે મેચ

    31 માર્ચના રોજ ઓપનિંગ સેરેમની બાદ પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. જણાવી દઈએ કે આ બંને ટીમો આઈપીએલની ચેમ્પિયન ટીમો છે. આ બંને વચ્ચેની ધમાકેદાર મેચ સાથે આઈપીએલની શરુઆત થશે. IPL 2023 ઓપનર માટેની ટિકિટ Paytm Insider નામના ઓનલાઈન ટિકિટ પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે. GCA એ કુલ પાંચ અલગ અલગ પ્રાઇસ કેટેગરી માટે વ્યવસ્થા કરી છે. ત્યાં 800, 1,000, 1500, 2000 અને 4,500 રુપિયા સુધીની ટિકિટ બુક કરાવી શકાશે.

  • 10 Mar 2023 07:02 PM (IST)

    OYO ના સ્થાપક રિતેશ અગ્રવાલના પિતાનું 20માં માળેથી પડી જવાથી મોત, રિતેશના 7 માર્ચે જ થયા હતા લગ્ન

    OYO રૂમ્સના સ્થાપક રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું ગુડગાંવમાં બિલ્ડિંગના 20મા માળેથી પડી જવાથી મોત થયું હતું. આ અંગે શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. રમેશ અગ્રવાલ તેની પત્ની સાથે એપાર્ટમેન્ટમાં રહેતા હતા. રિતેશ અગ્રવાલ એક જ બિલ્ડિંગમાં રહેતા નથી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઘરમાં નવી વહુ આવવાની ઉજવણી ચાલી રહી છે. રિતેશ અગ્રવાલના લગ્ન 7 માર્ચે જ થયા હતા. આ લગ્નમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, અબજોપતિ રોકાણકાર અને સોફ્ટબેંકના ચેરમેન માસાયોશી સોન અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.

  • 10 Mar 2023 06:49 PM (IST)

    Jamnagar: બેંક લોન ભર્યા વગર મકાન વેચી છેતરપિંડી આચરનાર સામે પોલીસ ફરીયાદ નોંધાઈ

    જામનગરમાં મકાન પર લોન મેળવ્યા બાદ અન્યને મકાન વેચી છેતરપીંડી કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવમાં આવી છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા પાણખાણના મયુરનગરમાં રહેતા ભગતસિંહ ઉમેદસિંહ જાડેજાએ સીટીસી પોલીસ મથકમાં પોતાની સાથે છેતરપીંડી થયાની ફરીયાદ નોંધાવી છે. ગુજરાતના સમાચાર અહીં વાંચો.

    ભગવતસિંહ ઉમેદસિંહ જાડેજાએ 2020માં પોતાનુ મકાન લેવા માટે જમીન-મકાનના દલાલ ભાવેશ રામજી સચદેવનો સંપર્ક કર્યો. ભાવેશ સચદેવે પોતાનુ જ મકાન વેચાવાનું જણાવ્યું. ઈન્દીરા માર્ગ સોહમનગર મકાન આવેલું છે. મોબાઈલનો વ્યવસાય કરનાર ભગવતસિંહ ઉમેદસિંહ જાડેજાએ તે મકાન 24 લાખમાં ખરીદવાનુ નક્કી કર્યુ. રોકડ રૂપિયા આપીને 12.50 લાખનો દસ્તાવેજ કર્યો. મકાન ટાઈટર કલીયર હોવાનું વેચનારે જણાવ્યું છે.

  • 10 Mar 2023 06:31 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે કર્ણાટકમાં રૂ. 16,000 કરોડના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે કર્ણાટકમાં 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બપોરે લગભગ 12 વાગ્યે, PM મોદી મંડ્યામાં મોટા રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી, તેઓ હુબલી-ધારવાડમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

  • 10 Mar 2023 06:29 PM (IST)

    Jamnagar : કાર ભાડે રાખવાની લાલચ આપી છેતરપીંડીનો પર્દાફાશ, પોલીસે બે શખ્સોને દબોચી લીધા

    જામનગર ફરી કાર કે વાહનો ભાડે કે કોન્ટ્રાકટ પર રાખવાની લાલચ આપીને વાહન અને કાગળ મેળવીને માલિકની જાણ બહાર જ વાહનો ગીરવે મુકીને વાહનભાડું અને વાહનો પરત ના આપીને છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદના આધારે 2 આરોપીને પોલીસે પકડી લીધા છે. ગુજરાતના સમાચાર અહીં વાંચો.

    જામનગરમાં ફરી સીટી-સી પોલીસ મથકમાં વાહન ભાડે રાખવાની લાલચ આપીને વાહન અને કાગળ મેળવીને વાહન ગીરવે મુકીને છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી હતી. શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતા ચાંદ રફીક કાદરીએ કાર ભાડે રાખવાના કોન્ટ્રાકટના નામે મેળવીને છેતરપીંડી થયાની ફરીયાદ પોલીસને નોંધાવી હતી. ચાંદ કાદરીને આસાફી સુમરાએ જણાવ્યું કે રાજુ ભાનુશાળીનો લીંબડી રોડ કોન્ટ્રાકટનું કામ ચાલુ છે. ત્યાં કાર ભાડે રાખવાની હોવાથી, ચાર દિવસ ગાડી ભાડે રાખી દિવસના 3300 રૂપિયા ભાડું આપવાનું નકકી થયું હતું.

  • 10 Mar 2023 06:19 PM (IST)

    ગુજરાતી સાહિત્યના ધ્રુવતારક સમા તથા ભવની ભવાઈ નાટકના સર્જનકર્તા ધીરૂબહેન પટેલનું નિધન

    ગુજરાતી સાહિત્યમાં પોતાની નવલકથાઓ , વાર્તાઓ તેમજ અન્ય સાહિત્ય સર્જનથી મહત્વનું પ્રદાન આપનારા સાહિત્યકાર ધીરુ બહેન પટેલનું 96 વર્ષની વયે નિધન થયું હતું.   વી.એસ. હોસ્પિટલ પાસે આવેલા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર થશે. ધીરૂબહેન તેમની વિશેષ રચના અને સાહિત્ય  સર્જન માટે હંમેશાં યાદ રહેશે.  ધીરૂબહેનને  તેમની ઉમદા રચનાઓ માટે વર્ષ 1980નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

    ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને વર્ષ 1981માં કે.એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક અને વર્ષ 2002માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વર્ષ 1996માં લમાં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર મળ્યો હતો. તેમની નવલકથા આગંતુક માટે વર્ષ 2001માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

  • 10 Mar 2023 06:09 PM (IST)

    Surat : રખડતા શ્વાનનો આતંક વધતા મહાનગરપાલિકા એક્શનમાં, પકડાયેલા શ્વાનને રાખવા પાંજરાની સંખ્યા વધારાઇ

    સુરત શહેરમાં શ્વાન કરડવાની વધતી જતી ઘટનાને પગલે મહાનગરપાલિકા એક્શનમાં છે. મહાનગરપાલિકા દ્વારા શ્વાન રાખવા તાબડતોડ માર્કેટ વિભાગમાં ટીમોની સંખ્યા તથા પકડાયેલા શ્વાન રાખવા માટેની વ્યવસ્થામાં વધારો કરાયો છે. અગાઉ ભેસ્તાન ગયેલા માર્કેટ ખાતેના ઢોરડબ્બાં પાર્ટીવાળી જગ્યામાં 200 જેટલાં શ્વાનને રાખવા માટેની વ્યવસ્થા હતી. ત્યાં છેલ્લા 10 દિવસમાં હવે પાંજરાઓની સંખ્યા વધારીને 400 જેટલાં શ્વાન રાખવા માટેની તાબડતોડ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

  • 10 Mar 2023 05:49 PM (IST)

    મુંબઈના ફિલ્મ સિટીમાં સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર ભીષણ આગ

    મુંબઈના ગોરેગાંવમાં ફિલ્મ સિટીમાં એક સિરિયલના સેટ પર આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. અત્યાર સુધીની માહિતી મુજબ આ આગ સીરિયલ ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર લાગી છે. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

  • 10 Mar 2023 04:47 PM (IST)

    H3N2 વાયરસ પર કેન્દ્ર એલર્ટ, આવતીકાલે નીતિ આયોગની બેઠક

    H3N2 વાયરસના ખતરા વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. નીતિ આયોગ આવતીકાલે એટલે કે શનિવારે H3N2 અને મોસમી ઈન્ફલ્યુએન્ઝા અંગે બેઠક યોજશે. આ બેઠકમાં રાજ્યોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તે જોવામાં આવશે કે કયા રાજ્યમાં શું પરિસ્થિતિ છે અને કયા રાજ્યને કેન્દ્ર તરફથી કેવા પ્રકારના સમર્થનની જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે જો જરૂર પડશે તો રાજ્યોને મદદ આપવામાં આવશે.

  • 10 Mar 2023 04:26 PM (IST)

    રાકેશ ટિકૈતની જાહેરાત, 20 માર્ચે દિલ્હીમાં મોટી મહાપંચાયત યોજાશે

    રાકેશ ટિકૈતે 20 માર્ચે દિલ્હી મોટી મહાપંચાયતની જાહેરાત કરી છે. રાકેશ ટિકૈતે કહ્યું કે આખા દેશમાં પંચાયતો હશે. આ એક વૈચારિક ક્રાંતિ છે અને દરેક જગ્યાએ સમાન મહાપંચાયતો હશે. જે રીતે લોન વધારવાની અને પાકની કિંમત ન આપવાની વાત કરવામાં આવી છે તે ખેડૂતોની જમીન છીનવી લેવાનો મોટો પ્લાન છે. તેને બચાવવા માટે ચળવળ જરૂરી છે.

  • 10 Mar 2023 04:20 PM (IST)

    સીબીઆઈ કેસમાં સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી 21 માર્ચ સુધી સ્થગિત

    Breaking news: રાજધાનીની રાઉઝ એવન્યુ કોર્ટમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જામીન અને રિમાન્ડ પર ચર્ચા થઈ હતી. મનીષ સિસોદિયા આજે લોકોનો અભિપ્રાય મેળવી શક્યા નથી. કોર્ટે આ મામલાની સુનાવણી માટે આગામી તારીખ 21 માર્ચ નક્કી કરી છે. હાલમાં સિસોદિયાને 21 માર્ચ સુધી CBI કસ્ટડીમાં રહેવું પડશે. બીજી તરફ કોર્ટ ટુંક સમયમાં ED રિમાન્ડ અંગે પોતાનો ચુકાદો આપશે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો. અત્યાર સુધી દિલ્હીના દારૂ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહનું નામ નહોતું આવતું, પરંતુ હવે EDએ આ બંને નેતાઓના નામ કોર્ટમાં લઈ લીધા છે. ઇડીએ કહ્યું કે બંનેને પણ આ મામલાની સંપૂર્ણ જાણકારી હતી અને તેમની સંમતિ પણ હતી. EDની ટીમે શુક્રવારે બપોરે સિસોદિયાને કોર્ટમાં રજૂ કર્યા હતા.

  • 10 Mar 2023 03:59 PM (IST)

    ઉત્તરાખંડના મસૂરીમાં ખીણમાં પડેલી કારમાંથી ITBPએ 7 લોકોને બચાવ્યા

    ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) એ ઉત્તરાખંડના મસૂરીમાં ખાડામાં પડેલી કારમાં હાજર 7 લોકોને બચાવ્યા છે. તમને જણાવી દઈએ કે આજે સવારે લગભગ 11.50 વાગ્યે ભટ્ટા ગામ પાસે, મસૂરી તળાવની સામે રોડના વળાંક પરથી એક કાર પડી હોવાની માહિતી મળી હતી. ITBPને રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવી હતી. ITBP જવાનોએ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.

  • 10 Mar 2023 03:57 PM (IST)

    દૌસામાં કિરોરી લાલ મીણાના સમર્થકો રસ્તા પર આવ્યા, NH 21 બ્લોક કર્યો

    રાજસ્થાનના દૌસામાં બીજેપી સાંસદ કિરોરી લાલ મીણાના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. દૌસાના મહુઆમાં નેશનલ હાઈવે 21 બ્લોક કરી દેવામાં આવ્યો છે. સમર્થકોએ સાંસદ કિરોરી લાલ મીણાની મુક્તિની માંગ સાથે આ જામ લગાવ્યો છે. આ સાથે તેમણે સાંસદ કિરોરી સાથે ગેરવર્તન કરનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

  • 10 Mar 2023 03:34 PM (IST)

    ભારતથી માલસામાનની હેરફેર માટે રશિયાનો મોટો નિર્ણય

    રશિયાએ ભારતથી માલસામાનની હેરફેર માટે મોટો નિર્ણય લીધો છે. રશિયન કંપની રુસ્કોને ભારતમાં કન્ટેનર જહાજોની સંખ્યા ચાર ગણી વધારી છે. રશિયાના નોવોરોસિસ્ક પોર્ટ પરથી જહાજો 22 દિવસમાં મુંદ્રા બંદરે પહોંચે છે. આ જહાજો રશિયાથી ઈસ્તાંબુલ અને જેદ્દાહ થઈને ભારત આવશે.

  • 10 Mar 2023 03:27 PM (IST)

    સિસોદિયાના વકીલે કહ્યું- EDએ બતાવવું પડશે કે પૈસા ક્યાં ગયા

    મનીષ સિસોદિયાના વકીલે સુનાવણી દરમિયાન કહ્યું કે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજય નાયર સિસોદિયા માટે કામ કરતા હતા. પીએમએલએ ખૂબ જ કડક કાયદો છે. અહીં નક્કર પુરાવાને બદલે એજન્સીની ધારણા મુજબ ધરપકડ કરવામાં આવી રહી છે. EDએ બતાવવું પડશે કે પૈસા સિસોદિયા પાસે ગયા. તેઓએ બતાવવું જોઈએ કે 1 રૂપિયો પણ તેમની પાસે ગયો. સીબીઆઈ કેસમાં અમે કોર્ટ સમક્ષ જામીન પર દલીલ કરવાના હતા. મને પહેલાં ક્યારેય બોલાવવામાં આવ્યો નથી. જામીનની સુનાવણીના એક દિવસ પહેલા મારી ધરપકડ કરવામાં આવી હતી.

  • 10 Mar 2023 03:07 PM (IST)

    કોર્ટમાં ED એ કહ્યું કે દારૂ કૌભાંડના પુરાવા નષ્ટ કરવા માટે 14 ફોન તોડવામાં આવ્યા

    દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની કસ્ટડીની માંગ કરતા EDના વકીલ હુસૈને કહ્યું કે પુરાવાનો નાશ કરવા માટે એક વર્ષમાં 14 ફોન તોડવામાં આવ્યા છે અથવા બદલવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાએ અન્ય લોકો દ્વારા ખરીદેલા ફોન અને સિમ કાર્ડ્સ (જે તેમના નામે નથી)નો ઉપયોગ કર્યો છે જેથી તે પછીથી તેનો બચાવ તરીકે ઉપયોગ કરી શકે. તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ ફોન પણ તેના નામે નથી.

  • 10 Mar 2023 02:45 PM (IST)

    સધર્ન ગ્રુપે 100 કરોડ એડવાન્સ આપ્યા હતા

    EDએ કહ્યું કે દક્ષિણના એક જૂથ દ્વારા 100 કરોડ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું કે વિજય નાયર દક્ષિણ ભારત સમૂહનું સંચાલન કરતો હતો. નવી નીતિમાં, જથ્થાબંધ વેપારી માટે નફાનું માર્જિન 12% અને છૂટક વેપારી માટે 185% હતું. ભૂતપૂર્વ એક્સાઇઝ કમિશનરે જણાવ્યું હતું કે સંપૂર્ણ વેચાણ નફાનું માર્જિન 12% નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ મીટિંગની મિનિટ્સમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

  • 10 Mar 2023 02:44 PM (IST)

    વિજય નાયર ષડયંત્રનું સંકલન કરી રહ્યો હતો: ED

    EDના વકીલે કોર્ટને આરોપીઓના નિવેદનો જોવા કહ્યું. આ કેસમાં વિજય નાયર જ સમગ્ર ષડયંત્રનું સંકલન કરી રહ્યો હતો. આ કૌભાંડ સરકારી અધિકારીઓ અને વચેટિયાઓ અને અન્યો સહિત અનેક સ્તરે આચરવામાં આવ્યું હતું.

  • 10 Mar 2023 02:38 PM (IST)

    સિસોદિયા તપાસમાં સહકાર આપતા નથી: ED

    મનીષ સિસોદિયાના કેસની સુનાવણી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલી રહી છે. સિસોદિયાના રિમાન્ડની માંગ કરતા EDના વકીલે કહ્યું છે કે સિસોદિયા તપાસમાં સહકાર આપી રહ્યા નથી.

  • 10 Mar 2023 02:31 PM (IST)

    મનીષ સિસોદિયાના રિમાન્ડ અંગે કોર્ટમાં સુનાવણી

    એક્સાઇઝ કેસમાં મનીષ સિસોદિયાને સ્પેશિયલ જજ એમકે નાગપાલની કોર્ટમાં લાવવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાના 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા EDના કેસ પર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. EDના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, સાઉથ ગ્રૂપને ફાયદો કરાવવા માટે એક્સપર્ટ કમિટીની ભલામણોને અવગણવામાં આવી હતી, જેનાથી સમગ્ર સેલરના નફામાં વધારો થયો હતો. તે માટે જૂની દારૂની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

  • 10 Mar 2023 02:30 PM (IST)

    પંજાબ, એક સંવેદનશીલ રાજ્ય છે તેમાં પ્રયોગ કરવાનો રહેવા દો- કોંગ્રેસ

    કેન્દ્રીય કોંગ્રેસના મંચ પરથી દિલ્હી અને પંજાબને લઈને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી દિલ્હી કોંગ્રેસ અને તેની સાથે જોડાયેલા નેતાઓ સતત હુમલા કરી રહ્યા હતા, પરંતુ કેન્દ્રીય કોંગ્રેસ કાં તો મૌન હતી અથવા કોઈ વચલો રસ્તો શોધી રહી હતી. પરંતુ અલકા લાંબાને સત્તાવાર રીતે રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે હુમલો કરવા માટે પસંદ કરવામાં આવી હતી. અલકા લાંબાએ કહ્યું કે પંજાબમાં સ્થિતિ ચિંતાજનક છે. રાહુલ ગાંધીનું નિવેદન સાચું સાબિત થઈ રહ્યું છે કે, પંજાબમાં પ્રયોગ ન કરો, તે સંવેદનશીલ રાજ્ય છે.

  • 10 Mar 2023 02:24 PM (IST)

    UKમાં બરફના તોફાનનું તાંડવ, ઘરો બરફથી ઢંકાયા, રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો

    UK Snowstorms: બ્રિટનમાં બરફના તોફાનના કારણે ઘણા શહેરો બરફથી ઢંકાઈ ગયા છે. ખતરનાક બરફના તોફાનના કારણે રસ્તાઓ પર વાહન ચલાવતા લોકો પોતાની કાર જ્યાં હતી ત્યાં છોડીને સલામત સ્થળે દોડી ગયા હતા. લગભગ 172 કિલોમીટર લાંબો M62 હાઈવે જામ થઈ ગયો છે. અનેક શહેરોમાં પાવર કટની સમસ્યા પણ જોવા મળી રહી છે.

    હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ત્રણ દિવસ સુધી બ્રિટનના લોકોને આ તોફાનથી રાહત મળવાની નથી. કદાચ રવિવારે બરફના તોફાનથી થોડી રાહત મળશે. ઉત્તરીય ઈંગ્લેન્ડ, મિડલેન્ડ્સ, નોર્થ વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડ માટે હવામાન વિભાગ દ્વારા યલો લેબલ ચેતવણીઓ જારી કરવામાં આવી છે. આ શહેરોમાં વાહનવ્યવહારની સાથે વીજ પુરવઠો પણ પ્રભાવિત થઈ શકે છે.

  • 10 Mar 2023 02:22 PM (IST)

    સિસોદિયાને લઈને ED પહોંચ્યું કોર્ટ, સુનાવણી ચાલુ

    એક્સાઇઝ કેસમાં મનીષ સિસોદિયાને સ્પેશિયલ જજ એમકે નાગપાલની કોર્ટમાં લાવવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાના 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા EDના કેસ પર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. EDના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, સાઉથ ગ્રૂપને ફાયદો કરાવવા માટે એક્સપર્ટ કમિટીની ભલામણોને અવગણવામાં આવી હતી, જેનાથી સમગ્ર સેલરના નફામાં વધારો થયો હતો. તે માટે જૂની દારૂની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

  • 10 Mar 2023 02:09 PM (IST)

    Gujarat News Live : કર્ણાટકનો કિલ્લો સર કરવા ભાજપની કવાયત, ચૂંટણી પ્રચાર સમિતિની કરી રચના

    પૂર્વતરના ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સારા પરિણામ મેળવ્યા બાદ, ભાજપે હવે કર્ણાટકનો કિલ્લો સર કરવા ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. 2023ના વર્ષમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને, ભાજપે ચૂંટણી પ્રચાર સમિતિની રચના કરી દીધી છે. તો વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને વધુ એક સમિતિ, ચૂંટણી વ્યવસ્થાપન સમિતિ પણ રચી દીધી છે. ટુંકમાં ભારતીય જનતા પાર્ટી, હવે કર્ણાટક જીતવા માટે જોરશોરથી પ્રયાસ કરવા લાગી ગઈ છે.

  • 10 Mar 2023 01:59 PM (IST)

    PM Kisan બાદ હવે આ યોજનામાં ખેડૂતોને 6 હજાર રૂપિયા મળશે, સરકારે કરી જાહેરાત

    નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે વિધાનસભામાં બજેટ-2023 રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની તર્જ પર ‘નમો શેતકરી મહાસમ્માન યોજના’ની જાહેરાત કરી. તેમણે કહ્યું કે પીએમ કિસાનની જેમ ‘નમો શેતકરી મહાસમ્માન યોજના’ હેઠળ રાજ્યના ખેડૂતોને એક વર્ષમાં 6000 રૂપિયા આપવામાં આવશે.

    નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ, રાજ્યના દરેક ખેડૂતને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ મળતા 6,000 રૂપિયા ઉપરાંત વાર્ષિક 6,000 રૂપિયા મળશે. તેનાથી 1.15 કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે અને સરકાર પર 6,900 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

  • 10 Mar 2023 01:50 PM (IST)

    Gujarat News Live : ગીરસોમનાથના ડૉ. અતુલ ચગના ચર્ચાસ્પદ આત્મહત્યા કેસમાં પોલીસે કેસ ના નોંધતા પરિવારે હાઈકોર્ટમાં માગી દાદ

    ગીરસોમનાથના જાણીતા ડોકટર અતુલ ચગે કરેલી આત્મહત્યા અંગે પોલીસે હજુ સુધી ફરિયાદ નોંધી નથી. ત્યારે પરિવારજનોએ આ કિસ્સામાં ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં દાદ માગી છે. તબીબ અતુલ ચગ આત્મહત્યા કેસમાં યોગ્ય ન્યાય મેળવવા માટે પરિવારજનોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પોલીસ પરિવારજનોની ફરિયાદ ના લેતી હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે. આ કેસમાં વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે. ડૉ અતુલ ચગની આત્મહત્યાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા હતા. ઠેર ઠેર આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો અને જવાબદાર અધિકારીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા હતા.

  • 10 Mar 2023 01:44 PM (IST)

    Gujarat News Live : સુરેન્દ્રનગરના રાગપર ગામના એક પરિવારનો સામુહિક આપઘાત

    સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના રાગપર ગામના એક પરિવારે સામુહિક આપધાત કર્યો છે. રાજપર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પતિ, પત્ની અને પુત્રીએ ઝંપલાવ્યુ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. આપઘાત અંગેનું કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. પરંતુ આ પરિવારે કેમ સામુહિત આપઘાત કર્યો છે તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 10 Mar 2023 01:41 PM (IST)

    Gujarat News Live : ગુજરાત બોર્ડની પરીક્ષા પેપર ન ફૂટે તે માટે સ્ટ્રોંગ રૂમના બારી-બારણાં કરાશે સીલ, 24 કલાક પોલીસ કર્મચારીઓ ભરશે પહેરો

    આગામી 14 માર્ચથી શરુ થનાર ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા દરમિયાન પેપર ના ફુટે તે માટે બોર્ડ અને સ્કુલ દ્વારા તૈયારીઓ કરી દેવાઈ છે. આવતીકાલ 11 માર્ચના રોજ, તમામ ઝોન કક્ષાએ પ્રશ્ન પેપર પહોંચાડવામાં આવશે. પેપર જે રૂમમાં સાચવીને રાખવામાં આવ્યા હશે તે રૂમના તમામ બારી અને બારણાને બંધ કરીને સીલ મારવામાં આવશે. પોલીસ દ્વારા ત્યાં 24 કલાક પહેરો પણ બેસાડવામાં આવશે.

  • 10 Mar 2023 12:46 PM (IST)

    Gujarat News Live : કોરોના બાદ H3N2 વાયરસે મચાવી તબાહી ! દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત

    કોરોના પછી હવે H3N2 વાયરસ (ઈન્ફ્લુએન્ઝા વાયરસ) ફેલાવા લાગ્યો છે. દેશમાં H3N2 વાયરસના કારણે પ્રથમ મૃત્યુ નોંધવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કર્ણાટકના હાસનમાં H3N2 વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે. ગુજરાતના સુરતમાં પણ એક વૃદ્ધાનું કોરોનાથી મૃત્યુ થયું છે. જો કે આ વૃદ્ધા અન્ય રોગથી પણ પિડીત હતા.

  • 10 Mar 2023 12:24 PM (IST)

    Gujarat News Live : સુકેશ ચંદ્રશેખરની જ્યુડિશિયલ કસ્ટડી 18 માર્ચ સુધી લંબાવાઈ

    સુકેશ ચંદ્રશેખરની જ્યુડિશિયલ કસ્ટડી 18 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. સુકેશ ચંદ્રશેખરને મની લોન્ડરિંગ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન, ED વતી વકીલ કોર્ટમાં હાજર ન થયા, કોર્ટે કહ્યું કે ED ડિરેક્ટરને જણાવવું જોઈએ કે ED વતી કોઈ હાજર થયું નથી. કોઈએ સુકેશ ચંદ્રશેખરની ન્યાયિક કસ્ટડી 18 માર્ચ સુધી લંબાવી છે. કોર્ટે કહ્યું કે આગામી સુનાવણી દરમિયાન સુકેશ ચંદ્રશેખરને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવે.

  • 10 Mar 2023 12:06 PM (IST)

    Gujarat News Live : દિલ્હીથી બિહાર સુધી લાલુ યાદવના 15 સ્થળો પર EDના દરોડા

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ લેન્ડ ફોર જોબ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરી છે. EDએ દિલ્હી, બિહાર અને યુપીમાં કુલ 15 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા લાલુ યાદવ અને તેમના નજીકના લોકોના સ્થળો પર પડ્યા છે. આ પહેલા સીબીઆઈએ આ મામલે લાલુ યાદવ અને રાબડી દેવીની પણ પૂછપરછ કરી હતી. કહેવાય છે કે, નોકરી માટે જમીન આપવાના કૌંભાડમાં આ દરોડા પાડવામાં આવ્યા છે.

  • 10 Mar 2023 11:43 AM (IST)

    Gujarat News Live : સરકારની મોટી જાહેરાત, ભૂતપૂર્વ અગ્નિવીરોને BSF ભરતીમાં 10 % અનામત મળશે

    કેન્દ્ર સરકારે અગ્નિવીર માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડીને કહ્યું છે કે BSF ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિશામકોને 10 ટકા અનામત આપવામાં આવશે. આ ઉપરાંત વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવશે. જેઓ ભૂતપૂર્વ અગ્નિવીર BSFની ભરતી માટે અરજી કરે છે, તેઓને મહત્તમ વય મર્યાદામાં પણ છૂટછાટ મળશે.

  • 10 Mar 2023 10:04 AM (IST)

    Gujarat News Live : વડોદરાના નવા મેયર બનતા નિલેશ રાઠોડ

    વડોદરાના મેયરપદે નિલેશ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. વડોદરાના પૂર્વ મેયર કેયુર રોકડીયા વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્યપદે ચૂટાતા તેમણે મેયરના હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ હતું. કેયુર રોકડીયાના સ્થાને આજે નિલેશ રાઠોડની વડોદરાના મેયરપદે પસંદગી કરવામાં આવી છે.

  • 10 Mar 2023 09:37 AM (IST)

    Gujarat News Live : રિપેરીગ માટે ઉભેલી ટ્ર્ક સાથે બાઈક અથડાયુ, ચારના મોત

    મધ્યપ્રદેશના ગુના જિલ્લાના માયાના નગર પાસે ગુરુવારે રાત્રે એક મોટરસાઇકલ રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત ચાર લોકોના મોત થયા હતા. માયાણા પોલીસ સ્ટેશનના પ્રભારી વિરેન્દ્ર સિંહ ચૌહાણે જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રક ડ્રાઈવર વાહનને રિપેર કરી રહ્યો હતો. એક મોટરસાઈકલ ઉભેલી ટ્રક સાથે જોરથી અથડાઈ હત., જેના કારણે આ મોટરસાઈકલ પર સવાર એક સગીર અને ટ્રક રિપેર કરી રહેલા ટ્રક ચાલક સહિત કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

  • 10 Mar 2023 08:55 AM (IST)

    Gujarat News Live : મધ્યરાત્રીએ જયપુર પોલીસે પુલવામાના 3 શહીદોની વિધવાની કરી અટકાયત

    જયપુરમાં પોલીસ બર્બરતાનો નવો કિસ્સો સામે આવ્યો છે. મધ્યરાત્રીના 3 વાગ્યે, પુલવામાના ત્રણ શહીદોની વિધવાઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. માંગણીઓ માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા સીઆરપીએફના 3 શહીદો નાયકોની પત્નીને કસ્ટડીમાં લેવામાં આવી હતી. જ્યારે સાંસદ કિરોરી લાલ મીણાના કાર્યકરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. મોડી રાત્રે લગભગ 3 વાગ્યે સિવિલ લાઇન્સ, કે જ્યાં આ વિધવા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યાથી તેમની અટકાયત કરવામાં આવી હતી. આ લોકો સચિન પાયલટના ઘરની બહાર ધરણા પર બેઠા હતા.

  • 10 Mar 2023 07:42 AM (IST)

    Gujarat News Live : અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં આવ્યો ભૂકંપ

    અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે સવારે 6.46 કલાકે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગઈકાલે પણ ફૈઝાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપને કારણે બીજી વખત ધરતી ધ્રૂજી હતી.

  • 10 Mar 2023 07:04 AM (IST)

    Gujarat News Live : રશિયાએ 24 કલાકમાં યુક્રેન પર 84 મિસાઈલ છોડી, 11ના મોત

    રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષ કરતા વધુ સમય થયો છે. આ યુદ્ધનું હજુ સુધી કોઈ પરિણામ આવ્યુ નથી. બન્ને દેશ એક બીજા ઉપર ઘાતક શસ્ત્રોથી હુમલાઓ કરતા આવ્યા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં રશિયાએ, યુક્રેનના વિવિધ વિસ્તારમાં 84 મિસાઈલ છોડીને હુમલો કર્યો છે. મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 11 નાગરિકોના મોત નિપજ્યા છે.

Published On - Mar 10,2023 7:01 AM

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">