Breaking News: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો, નવા 23 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 100ને પાર
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 08 માર્ચના રોજ કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 08 માર્ચના રોજ કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 112 એ પહોંચી છે. જેમાં સૌથી વધુ એક્ટિવ કેસ અમદાવાદમાં 14, રાજકોટમાં 04, સુરતમાં 02 અને નવસારીમાં 01 કેસ નોંધાયો છે.
રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ
ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે પહોંચી વળવા આરોગ્યની સુવિધાઓ ચકાસવામાં આવી હતી. જેમાં થોડા સમય અગાઉ મોટાભાગની હોસ્પિટલોમાં વ્યવસ્થાની મોકડ્રિલ યોજવામાં આવી હતી. જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે.
કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી
રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને 15થી 16 હજાર જેટલા વેન્ટીલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં જે રીતે સામે આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે.
આ પણ વાંચો : Surendranagar: સ્ત્રી સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલી, મહિલાઓ સ્વાવલંબી બની