05 ઓગસ્ટના મહત્વના સમાચાર : ગુજરાતમાં એનાલોગ પનીર પર સરકારનો પ્રતિબંધ, એનાલોગ ડેરી પ્રોડક્ટ પણ નહીં વેચી શકાય
Gujarat Live Updates આજ 05 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 05 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ગુજરાતમાં એનાલોગ પનીર પર સરકારનો પ્રતિબંધ
- રાજ્યમાં એનાલોગ પનીર પર સરકારનો પ્રતિબંધ
- એનાલોગ ડેરી પ્રોડક્ટ પણ નહીં વેચી શકાય
- એનાલોગ પનીર, ચીઝ અને બટરનો ઉપયોગ નહીં કરી શકાય
- આવતીકાલથી જ એનાલોગ વસ્તુના વેચાણ પર પ્રતિબંધ
- એનાલોગ પનીરના ઉપયોગ, વેચાણ અને પરિવહન પર પ્રતિબંધ
- લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવાયો મહત્વનો નિર્ણય
-
રાજકોટઃ જસદણમાં રખડતા ઢોરનો આતંક
- રખડતાં ઢોરે બાઈકચાલક વૃદ્ધને લીધા અડફેટે
- ચિતલીયા રોડ પર આવેલી સહકારી મંડળી પાસે બનાવ બન્યો
- સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ
- ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
- જસદણ નગરપાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ
-
-
ગાંધીનગર: છત્રાલ GIDCમાં પોલીસની મોટી કાર્યવાહી
- ભેળસેળયુક્ત પામ ઓઈલ બનાવતા હોવાનો ખુલાસો
- છત્રાલ GIDC ફેઝ-2ના યોગેશ્વર એસ્ટેટમાં ગોડાઉન પર દરોડા
- પામ ઓઇલ અને કેમિકલનો મોટા પ્રમાણમાં જથ્થો સીઝ
- પોલીસે અંદાજે 1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
- 1,258 કેમિકલ કેન અને 443 કેમિકલ બેરલ કબજે
- કેમિકલ અને વેસ્ટ ફેટ મિક્સ કરી પામ ઓઈલ બનાવાતું હોવાનો ખુલાસો
- ભેળસેળયુક્ત ઓઈલ રિફાઇન્ડ પ્રીમિયમ પામ ઓઇલ તરીકે વેચાતું હોવાનો આક્ષેપ
- અમદાવાદ સહિત રાજ્યના વેપારીઓને સપ્લાય કરાતું
- FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સેમ્પલ મોકલાયા
- ભેળસેળયુક્ત ઓઇલથી હૃદયરોગ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરનું જોખમ
- અગાઉ પણ આ જ ગોડાઉન પર કરાઈ હતી કાર્યવાહી
- ભેળસેળયુક્ત ઘી બનાવવાના મામલે અગાઉ પણ કાર્યવાહી થઈ હતી
- સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
-
રાજકોટઃ ધોરાજીમાં ઋતુજન્ય રોગચાળે લીધો ભરડો
- ધોરાજી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ
- ધોરાજી સિવિલ હોસ્પિટલમાં OPDમાં દર્દીઓની લાંબી કતાર
- સિવિલ હોસ્પિટલમાં રોજના 1 હજાર જેટલા દર્દીઓનો ધસારો
- ગત મહિને સિવિલમાં 30 હજારથી વધુ દર્દીઓ નોંધાયા
- દૂષિત પાણીથી રોગચાળો વકર્યો હોવાનો સ્થાનિકોનો આરોપ
- રોગચાળાને લઈને સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ
- સિવિલ હોસ્પિટલમાં જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ
-
કલમ 370 નાબુદીને લઈને PM મોદીએ કર્યું ટ્વિટ, કહ્યું-જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના લોકોના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું
સાત વર્ષ પહેલાં, આજના દિવસે, કલમ 370 અને 35(A) ઇતિહાસ બની ગયા, જે જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખની યાત્રામાં એક નિર્ણાયક નવો અધ્યાય બન્યો.
ત્યારથી, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના લોકોના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. માળખાગત સુવિધાઓનો વિસ્તાર થયો છે, શિક્ષણ, આરોગ્યસંભાળ, ઉદ્યોગસાહસિકતા અને રમતગમત જેવા ક્ષેત્રોમાં તકોનો વિકાસ થયો છે. મહિલાઓ હોય કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો, ભારતના બંધારણના સંપૂર્ણ અમલને કારણે દાયકાઓથી તેમના મૂળભૂત બંધારણીય અધિકારોથી વંચિત રહેલા લોકો સશક્ત બન્યા છે.
Seven years ago, on this day, Articles 370 and 35(A) became history, marking a decisive new chapter in the journey of Jammu and Kashmir as well as Ladakh.
Since then, the lives of the people of J&K and Ladakh have witnessed wide-ranging transformation. Infrastructure has…
— Narendra Modi (@narendramodi) August 5, 2026
-
-
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકા તથા કેનેડામાં કરશે રોડ શો
અમેરિકા તથા કેનેડામાં મુખ્ય પ્રધાન વાયબ્રન્ટ ગુજરાતને લઇ રોડ શો માટે ઘડાઈ રહ્યો છે કાર્યક્રમ. Dycm હર્ષ સંઘવી પણ જાપાન તથા યુરોપ કરશે પ્રવાસ. મંત્રી અર્જુન મોઢવડીયા તથા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ વિદેશ પ્રવાસે જશે. રાજ્ય સરકારે વાયબ્રન્ટ ગુજરાત માટે બનાવી ખાસ કમિટી. કોર કમિટી અને એક્સીક્યુટિવ કમિટીનું થયું ગઠન. અધ્યક્ષતા ડેપ્યુટી સીએમ ની અધ્યક્ષતામાં વાયબ્રન્ટ ગુજરાત માટે 26 સભ્યોની કોર કમિટી બનાવાઈ છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં 22 અધિકારીઓની એક્સ્યુકીટિવ કમિટી બનાવાઈ છે. ટૂંક સમયમાં વિદેશ પ્રવાસને લઈને સત્તાવાર કરાશે જાહેરાત.
-
ધો-10, 12 માટે વર્ષમા 195 રજાઓમાંથી 40 દિવસની રજા રદ કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માંગ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફારની કરી માંગ કરવામાં આવી છે. હાલમાં શૈક્ષણિક કેલેન્ડરમાં કુલ 80 રજાઓ હોય છે. 44 રવિવાર હોય છે જેથી રજાના કુલ 124 દિવસ હોય છે. ધોરણ 10 અને 12 માટે ફેરફાર કરવાની કરાઇ માંગ. કુલ રજાના દિવસોમાંથી 40 દિવસ રજા રદ્દ કરીને ભણતર ચાલુ રાખવાની કરાઇ માંગ. હાલમાં શૈક્ષણિત સત્રના પહેલી ટર્મના 120 અને બીજી ટર્મના 124 દિવસ શૈક્ષણિક કાર્ય હોય છે. જો કે 10 અને 12 ને 195 દિવસ મળે છે. વિધાર્થીઓને પુરતા દિવસોના ભણતર માટે રજાના દિવસે શાળા ચાલુ રાખવાની કરાઇ માંગ. જો રજાના દિવસોમાં શાળા ભણતર ચાલુ રાખે તો વિધાર્થી સંગઠનો હલ્લાબોલ કરે અને ડીઇઓ નોટિસ આપે છે. ગુજરાત બોર્ડ પરીક્ષાની પેટર્ન સીબીએસસી મુજબ કરે છે પરંતુ શૈક્ષણિક કાર્ય ગુજરાત બોર્ડ પ્રમાણે છે. સરકારનું ટયૂશન ક્લાસ પર કોઇ નિયંત્રણ નથી જ્યારે શાળા પર નિયંત્રણ હોય છે. શાળા વધારે અભ્યાસ કરાવે તો વધુ ફી વસૂલે તેવું ક્યારેય નથી હોતું
-
વરસાદના અભાવે પાક નિષ્ફળ જતા જામનગરના કાલાવડ તાલુકાના સતિયા ગામના ખેડૂતે જિંદગી ટૂંકાવી
જામનગરના કાલાવડ તાલુકાના સતિયા ગામના ખેડૂતે પાક નિષ્ફળ જતા ચિંતાતુર ખેડૂતે ટૂંકાવી જિંદગી નાખી છે. વરસાદ ખેંચાતાં પાક નિષ્ફળ જવાની ચિંતામાં કાલાવડ પંથકના ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. સતિયા ગામના 65 વર્ષીય ગાંગજી ચૌહાણ નામના ખેડૂતે ઝેરી દવા પી લીધી હતી. જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. કાલાવડ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
-
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી છેલ્લા 24 કલાકમાં 28 સે.મી. વધી
નર્મદા જિલ્લામાં આવેલા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.38 મીટરે પહોચી છે. ઉપરવાસના વરસાદને કારણે થઈ રહેલા પાણીની આવકને કારણે છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 28 સેન્ટિ મીટરનો વધારો નોંધાયો છે. આ વધારા સાથે સરદાર સરોવર ડેમમાં 79 ટકા પાણી સંગ્રહ થયો છે.
-
CNG ગેસમાં ભાવવધારાના વિરોધમાં, અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ
અમદાવાદમાં, CNG ગેસમાં ભાવવધારાના વિરોધમાં રિક્ષા ચાલકોની હડતાળનુ એલાન આપવામાં આવ્યું છે. પ્રગતિ રીક્ષા એસો.ની 2 દિવસની હડતાળની જાહેરાતને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેરના અમુક વિસ્તારને બાદ કરતાં તમામ વિસ્તારમાં રીક્ષા વ્યવહાર ચાલુ રહ્યો છે. રીક્ષા ચાલક યુનિયન વેજલપુર વિસ્તારમાં રીક્ષાઓ કરાવી રહ્યા છે બંધ. મુસાફર ભરેલી રીક્ષાઓને રોકી હડતાળમાં જોડાવવા જણાવવામાં આવી રહ્યું છે. રીક્ષાઓ બંધ કરાવતાં, તેમા બેઠેલા મુસાફરોને પડી રહી છે ભારે મુશ્કેલીઓ.
-
બાંધકામ તોડી પડાવવાની ધમકી આપીને રૂપિયા 3.50 લાખ પડાવનાર પત્રકાર સામે નોંધાયો ખંડણીનો ગુનો
સુરતમાં બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપીને રૂપિયા સાડા ત્રણ લાખ લઈ લેનારા ફરિયાદ પત્રકાર પરવાના પઠાણ સામે ખંડણીની નોંધાઈ છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુન્હો નોંધાયો. ફરિયાદીને વર્ષ 2025માં બાંધકામ તોડી દેવાની ધમકી આપી. જે ધમકીના આધારે રૂપિયા 3.50 લાખ પડાવ્યા હતા. રૂપિયા માંગતી વખતે આરોપીએ મકાન માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાંધકામ સ્થળે લોખંડનો સળિયો મુસ્તાકના ગળા પર મૂકીને ધમકાવ્યો હતો.
-
સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેંચ આપવા સાંસદ, ધારાસભ્ય, ભાજપના શહેર પ્રમુખને, રાજકોટ બાર એસોસિએશને કરી રજૂઆત
સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેંચ મળે તે માટે રાજકોટ બાર એસોસિએશનને સાંસદ પરશોત્તમ રૂપાલા અને ધારાસભ્ય રમેશ ટીલાળાને રજુઆતો કરી હતી. બે દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી. વકીલોએ રાજકોટના મેયર શહેર ભાજપ પ્રમુખને પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. સૌરાષ્ટ્રની હાઇકોર્ટની બેંચ મળે તે માટે સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાળને પત્ર લખ્યો છે. રાજકોટ બાર એસોસિએશન દ્વારા અલગ અલગ રાજકીય અગ્રણીઓનું સમર્થન મળે તે માટેના પ્રયાસો.
-
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, ખેતી, ચોમાસુ સત્ર, વરસાદથી નુકસાન અંગે થઈ શકે છે ચર્ચા
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે સવારે 10.00 વાગ્યે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટ બેઠકનું આયોજન છે. આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ જેવી કે, ભારે વરસાદથી નુકસાની અંગે ચર્ચા કરાશે. વરસાદી સ્થિતિ ઉપર, જળાશયોના જળસ્તર અંગે, પાકના આંકડા પર ચર્ચા કરાશે. ખાતર અને બિયારણ ઉપલબ્ધતાનો કૃષિ વિભાગ દ્વારા અહેવાલ રજૂ થશે. વિધાનસભાના આગામી સત્રની તૈયારી અંગે ચર્ચા.ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રકલ્પો પ્રગતિની સમીક્ષા. તેમજ સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ મૂદે ચર્ચા થાય તેવી સંભાવના છે. નાયબ મુખ્યમંત્રી ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સમાં હાજરી આપીને બેટન અને ધ્વજ લાવ્યા છે તે મુદે ચર્ચા. આગામી કોમનવેલ્થ ગેમ્સના આયોજન મુદે ચર્ચા.
-
મહેસાણાના નુગર ગામના સરકારી ચિલ્ડ્રન હોમમાંથી સગીર ગુમ થયો
મહેસાણાના નુગર ગામના સરકારી ચિલ્ડ્રન હોમમાંથી સગીર ગુમ થતા તંત્રે દોડધામ મચાવી દીધી છે. દિલ્હીનો 13 વર્ષનો કિશોર સરકારી ચિલ્ડ્રન હોમમાંથી અચાનક લાપતા થઈ ગયો. રાત્રે અઢી વાગ્યે વોચમેનને શૌચાલય જવાનું કહ્યું હતું. શૌચાલય જવાનું કહીને ગયા બાદ પરત ફર્યો નથી. સંસ્થાના કર્મચારીઓએ આજુબાજુના વિસ્તારમાં ભારે શોધખોળ હાથ ધરી. ક્યાંય પત્તો ન મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઈ. મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી.
-
ગ્લાસગોથી કોમનવેલ્થ ગેમ્સના ધ્વજ-બેટન સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ પહોંચ્યા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગ્લાસગોથી અમદાવાદ પરત આવી પહોંચ્યા છે. કોમનવેલ્થ ગેમ્સના ધ્વજ અને બેટન સાથે હર્ષ સંઘવી ભારત ફર્યા. 2030માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ છે અમદાવાદ પાસે. PMએ રમતગમત ક્ષેત્રના બજેટમાં વધારો કર્યો છે. જે દર્શાવે છે તે તેઓ રમતગમત ક્ષેત્રે કેટલા ઉત્સાહી છે. આવનારી કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ માટે ખૂબજ ઐતિહાસિક રહેવાની છે.
-
કોડીનારના છારા ગામના દરિયામાં બે કિશોર ડૂબ્યા
કોડીનારના છારા ગામે દરિયામાં બે કિશોર ડૂબ્યા હતા. જેમાંથી એકનો મૃતદેહ મળ્યો છે. જ્યારે બીજાની શોધખોળ હાથ ધરી છે. 17 વર્ષિય ભાવેશભાઈ ચુડાસમાનો મૃતદેહ શાપુરજી કંપની ની જેટી નજીકના દરિયામાંથી મળ્યો હતો. અન્ય કિશોર નિર્મળ હજુ લાપતા છે જેની શોધખોળ હજુ ચાલી રહી છે.
Published On - Aug 05,2026 7:14 AM
