હિંદુ સંગઠનોએ દાતાઓની મદદથી અંબાજીમાં 200 કિલો મોહનથાળનો પ્રસાદ ધરાવ્યો, વિનામૂલ્યે ભક્તોમાં કરાયુ વિતરણ, જુઓ Video
Ambaji News : હિંદુ સંગઠનોએ દાતાઓની મદદથી મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે. છ દિવસ બાદ ધૂળેટી પર્વે અંબાજી માતાને 200 કિલો મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે.
શક્તિની આરાધનાનું ધામ એટલે અંબાજી. જોકે આજકાલ અંબાજી પ્રસાદ વિવાદને લઇને ભારે ચર્ચામાં છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવામાં માઇભક્તોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે. હિંદુ સંગઠનોના વિરોધના વંટોળ વચ્ચે તંત્ર કે મંદિર પ્રસાશને નિર્ણય ન બદલતા હવે અહિંસક લડાઇ શરૂ થઇ છે.
હિંદુ સંગઠનોએ દાતાઓની મદદથી મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે. છ દિવસ બાદ ધૂળેટી પર્વે અંબાજી માતાને 200 કિલો મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે. આ પ્રસાદ ભક્તોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ.
જયનારાયણ વ્યાસે વિધાનસભા અધ્યક્ષને લખ્યો પત્ર
તો બીજી તરફ પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસે વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવાની માગ કરી છે. તો બીજી તરફ પોસ્ટર યુદ્ધ દ્વારા પણ ભક્તો પોતાની નારાજગી દર્શાવતા નજરે પડ્યા. ભારે વિરોધ બાદ પણ તંત્ર ટસનું મસ ન થતાં વિશ્વ હિન્દુ પરિષદ મેદાને પડ્યું છે. VHPએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલીતકે મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં કરવામાં આવે તો તંત્રએ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
Hindu Hit Rakshak Samiti begins free distribution of ‘Mohanthal Prasad’ among devotees at Ambaji temple#Banaskantha #Gujarat #TV9News pic.twitter.com/5iKOfhYrld
— Tv9 Gujarati (@tv9gujarati) March 8, 2023
અંબાજી માતાને 200 કિલો મોહનથાળનો પ્રસાદ ધરાવાયો
પવિત્ર યાત્રધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો મુદ્દો દિવસેને દિવસે વધુ તૂલ પકડી રહ્યો છે. છ દિવસ બાદ ધૂળેટી પર્વે અંબાજી માતાને 200 કિલો મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવ્યો. આ મોહનથાળના પ્રસાદનું શ્રદ્ધાળુઓને નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.
આગામી 10 દિવસ સુધી મોહનથાળના પ્રસાદના દાતા મળ્યાં
આ અભિયાનમાં આગામી 10 દિવસ સુધી મોહનથાળના પ્રસાદના દાતા મળ્યાં છે અને દાતાઓના સહકારથી મોહનથાળના પ્રસાદનું વિતરણ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. હિંદુ હિતરક્ષક સમિતિએ મંદિર ટ્રસ્ટ વતી મોહનથાળના પ્રસાદનું વિતરણ ન થાય ત્યાં સુધી આવુ અનોખું આંદોલનન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ આગામી સમયમાં ચિકીના બદલે મંદિર ટ્રસ્ટ ભક્તોને નિશુલ્ક મોહનથાળ આપે તેવી માગણી કરવામાં આવી.