IPL 2024 SRH vs MI Live Score : રેકોર્ડબ્રેક મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 31 રને હરાવ્યું

| Updated on: Mar 27, 2024 | 11:21 PM

આજે 27 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

IPL 2024 SRH vs MI Live Score : રેકોર્ડબ્રેક મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 31 રને હરાવ્યું
MI vs SRH

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સવારે 10.30 વાગ્યે આર્થિક મામલાની કેબિનેટ સમિતિની બેઠક મળશે. હાઈકોર્ટ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. કેજરીવાલે EDની ધરપકડને કોર્ટમાં પડકારી છે. ઝારખંડની એક કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આજે નાગપુરમાં ઉમેદવારી પત્ર ભરશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.

સીએમ મેરઠ અને ગાઝિયાબાદમાં પ્રબુદ્ધ પરિષદોને સંબોધશે. મેરઠ પહેલા સીએમ યોગી મથુરામાં જનસભાને સંબોધશે. 2010ના રમખાણોના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જાહેર થયા બાદ મૌલાના તૌકીર રઝા કોર્ટમાં આત્મસમર્પણ કરી શકે છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Mar 2024 11:21 PM (IST)

    હૈદરાબાદે મુંબઈને હરાવ્યું

    રેકોર્ડબ્રેક મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 31 રને હરાવ્યું, મુંબઈ ઈન્ડિયન્સની સતત બીજી હાર, હૈદરાબાદની આ સિઝનની પહેલી જીત

  • 27 Mar 2024 11:11 PM (IST)

    હાર્દિક પંડયા 24 રન બનાવી આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને પાંચમઓ ઝટકો, હાર્દિક પંડયા 24 રન બનાવી થયો આઉટ

  • 27 Mar 2024 11:01 PM (IST)

    મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 200 ને પાર

    મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 200 ને પાર, હાર્દિક પંડયા અને ટીમ ડેવિડ ક્રિઝ પર હાજર

  • 27 Mar 2024 10:49 PM (IST)

    તિલક વર્મા આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને ચોથો ઝટકો, તિલક વર્મા 64 રન બનાવી થયો આઉટ

  • 27 Mar 2024 10:31 PM (IST)

    નમન 30 રન બનાવી થયો આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ઝટકો, નમન 30 રન બનાવી થયો આઉટ, કેપ્ટન હાર્દિક પંડયા ક્રિઝ પર

  • 27 Mar 2024 10:29 PM (IST)

    તિલક વર્માની ફિફ્ટી

    તિલક વર્માની 24 બોલમાં દમદાર ફિફ્ટી, મુંબઈનો સ્કોર 150 ને પાર

  • 27 Mar 2024 10:26 PM (IST)

    10 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 140/2

    10 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 140/2, તિલક વર્માની ફટકાબાજી શરૂ, ફિફ્ટીની નજીક પહોંચ્યો

  • 27 Mar 2024 10:12 PM (IST)

    મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100ને પાર

    આઠમી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100ને પાર, તિલક વર્મા ક્રિઝ પર

  • 27 Mar 2024 09:56 PM (IST)

    રોહિત શર્મા આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો, રોહિત શર્મા 12 બોલમાં 26 રન બનાવી થયો આઉટ

  • 27 Mar 2024 09:54 PM (IST)

    રોહિત શર્માનો કેચ ડ્રોપ

    રેકોર્બ્રેક રનચેઝમાં હૈદરાબાદના ખેલાડીએ રોહિત શર્માનો છોડ્યો કેચ, રોહિત દમદાર બેટિંગ કરી રહ્યો છે

  • 27 Mar 2024 09:51 PM (IST)

    ઈશાન કિશન ઈશાન કિશન

    મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો, ઈશાન કિશન 13 બોલમાં 34 રન બનાવી થયો ઈશાન કિશન

  • 27 Mar 2024 09:48 PM (IST)

    ઈશાન કિશનની ફટકાબાજી

    ઈશાન કિશનની ફટકાબાજી, ભુવનેશ્વર કુમારને બે સિક્સર બે ફોર ફટકારી

  • 27 Mar 2024 09:37 PM (IST)

    IPL ઈતિહાસના સૌથી મોટા રનચેઝની શરૂઆત

    IPL ઈતિહાસના સૌથી મોટા રનચેઝની શરૂઆત, રોહિતે શરૂ કરી ફટકાબાજી

  • 27 Mar 2024 09:24 PM (IST)

    હૈદરાબાદે 277 રન કરી IPLનો સર્વોચ સ્કોર

    સનરાઈઝર્સ હૈદરાબાદે IPLના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા.

  • 27 Mar 2024 08:50 PM (IST)

    15 ઓવરમાં જ સનરાઈઝર્સ હૈદરાબાદના 200 રન પૂર્ણ

    15 ઓવરમાં જ સનરાઈઝર્સ હૈદરાબાદના 200 રન પૂર્ણ, ક્લાસેન-માર્કરામની ફટકાબાજી

  • 27 Mar 2024 08:33 PM (IST)

    અભિષેક શર્મા આઉટ

    અભિષેક શર્મા 23 બોલમાં 63 રન બનાવી થયો આઉટ, પિયુષ ચાવલાએ મુંબઈને ત્રીજી સફળતા અપાવી

  • 27 Mar 2024 08:26 PM (IST)

    અભિષેક શર્માની 16 બોલમાં ફિફ્ટી

    અભિષેક શર્માની 16 બોલમાં ફિફ્ટી, સનરાઈઝર્સ હૈદરાબાદની ધમાકેદાર ફટકાબાજી

  • 27 Mar 2024 08:15 PM (IST)

    ટ્રેવિસ હેડ 62 રન બનાવી થયો આઉટ

    સનરાઈઝર્સ હૈદરાબાદને બીજો ઝટકો, ટ્રેવિસ હેડ 62 રન બનાવી થયો આઉટ

  • 27 Mar 2024 08:11 PM (IST)

    હૈદરાબાદના 7 ઓવરમાં 100 રન પૂર્ણ

    સનરાઈઝર્સ હૈદરાબાદના 7 ઓવરમાં 100 રન પૂર્ણ, ટ્રેવિસ હેડની ધમાકેદાર ફિફ્ટી બાદ અભિષેક શર્માની ફટકાબાજી

  • 27 Mar 2024 08:05 PM (IST)

    ટ્રેવિસ હેડની ધમાકેદાર ફિફ્ટી

    ટ્રેવિસ હેડની ધમાકેદાર ફિફ્ટી, પાવરપ્લેમાં સનરાઈઝર્સ હૈદરાબાદની જોરદાર ફટકાબાજી, 6 ઓવરમાં સ્કોર 81/1

  • 27 Mar 2024 07:54 PM (IST)

    હાર્દિક પંડયાએ મયંક અગરવાલને કર્યો આઉટ

    નરાઈઝર્સ હૈદરાબાદને પહેલો ઝટકો, હાર્દિક પંડયાએ મુંબઈ ઈન્ડિયન્સને પહેલી સફળતા અપાવી

  • 27 Mar 2024 07:51 PM (IST)

    બુમરાહની મજબૂત બોલિંગ

    બુમરાહની મજબૂત બોલિંગ, પોતાની પહેલઈ ઓવરમાં માત્ર 5 રન આપ્યા. 4 ઓવર બાદ હૈદરાબાદ 45/0

  • 27 Mar 2024 07:46 PM (IST)

    ટ્રેવિસ હેડની ફટકાબાજી

    ટ્રેવિસ હેડની ફટકાબાજી શરૂ, એક ઓવરમાં બે સિક્સર અને બે ફોર ફટકારી, 3 ઓવર બાદ હૈદરાબાદ 40/0

  • 27 Mar 2024 07:41 PM (IST)

    બે ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 18/0 

    બે ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 18/0, હાર્દિકની ઓવરમાં હેડ અને મયંકે ફટકારી બાઉન્ડ્રી

  • 27 Mar 2024 07:37 PM (IST)

    એક ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 7/0

    એક ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 7/0, ટ્રેવિસ હેડે ફટકારી બાઉન્ડ્રી

  • 27 Mar 2024 07:34 PM (IST)

    હૈદરાબાદની ઈનિંગ શરૂ

    હૈદરાબાદની ઈનિંગ શરૂ, મયંક અગરવાલ અને ટ્રેવિસ હેડે ઈનિંગ શરૂ કરી. ક્વેના મફાકાએ પહેલી ઓવરમાં બોલિંગ શરૂ કરી

  • 27 Mar 2024 07:18 PM (IST)

    સચિને રોહિતનું કર્યું સન્માન

    મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા આજે બુધવારે  200 IPL મેચ રમનાર પ્રથમ ક્રિકેટર બનશે. 200મી મેચ પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે રોહિતને 200 નંબર વાળી ખાસ ટી શર્ટ ગિફ્ટ કરી તેનું સન્માન કર્યું હતું.

  • 27 Mar 2024 07:12 PM (IST)

    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11:

    ઈશાન કિશન (વિકેટ કીપર), રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, ક્વેના મફાકા.

  • 27 Mar 2024 07:11 PM (IST)

    સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ 11:

    ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટ કીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ.

  • 27 Mar 2024 07:09 PM (IST)

    હૈદરાબાદની ટીમમાં ફેરફાર

    હૈદરાબાદની ટીમમાં ફેરફાર, માર્કો જેન્સનના સ્થાને ટ્રેવિસ હેડને તક, નટરાજન થયો બહાર

  • 27 Mar 2024 07:08 PM (IST)

    મુંબઈની પ્લેઈંગ 11માં ફેરફાર

    મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર, માર્ક વૂડ આઉટ અને ક્વેના માફાકા ડેબ્યૂ કરશે.

  • 27 Mar 2024 07:07 PM (IST)

    મુંબઈએ જીત્યો ટોસ

  • 27 Mar 2024 07:03 PM (IST)

    હાર્દિક પંડયાએ જીત્યો ટોસ

    મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ.

  • 27 Mar 2024 06:51 PM (IST)

    10 મિનિટમાં થશે ટોસ

    સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાશે. 10 મિનિટમાં થશે ટોસ

  • 27 Mar 2024 06:35 PM (IST)

    હૈદરાબાદ vs મુંબઈ

    આજે હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે યોજાશે મેચ. સાંજે 7 વાગ્યે થશે ટોસ.

  • 27 Mar 2024 06:22 PM (IST)

    RPFમાં 4660 જગ્યાઓ માટે નીકળી ભરતી

    રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પોસ્ટનું નામ કોન્સ્ટેબલ, સબ ઈન્સ્પેક્ટર છે. કુલ પોસ્ટની સંખ્યા અંગે વાત કરવામાં આવએ તો કુલ 4660 પોસ્ટ્સ છે. જેની અરજી કરવા માટે લાયકાત 10 પાસ અને ગ્રેજ્યુએશન વગેરે મુજબ નક્કી કરવામાં આવી છે.

    આ પોસ્ટ્સ પરના ઉમેદવારોની પસંદગી પરીક્ષા અને શારીરિક લાયકાત અનુસાર કરવામાં આવશે. અરજી પ્રક્રિયા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ રેલવે પ્રોટેક્શન ફોર્સની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ, સૂચના વાંચવી જોઈએ અને અરજી કરી શકાય. સત્તાવાર વેબસાઇટ: https://rpf.indianrailways.gov.in/RPF/Recruitments/ પર વધુ વિગતો જોઈ શકશો.

  • 27 Mar 2024 05:55 PM (IST)

    અમદાવાદમાં રસ્તા પર ઉભેલા ટોળાને હટાવવા જતા બુટલેગરનાં પુત્રએ કર્યો પોલીસ પર હુમલો

    અમદાવાદમાં ફરી એક વખત પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. સબ સલામતના દાવા વચ્ચે લોકોની સલામતી પૂરી પાડનાર પોલીસ જ સુરક્ષિત નથી. રાતના સમયે જાહેરમાં ટોળું વળી ઉભેલા લોકોને હટાવવા જતા મહિલા પીએસઆઇ અને તેની ટીમ પર મહિલા બુટલેગરના પુત્ર અને પરિવારજનોએ હુમલો કર્યો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી 10 જેટલા હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

  • 27 Mar 2024 05:45 PM (IST)

    વાંસદા પંથકની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મજૂરી કામ કરતા નજરે પડ્યા

    શાળામાં ભણતરની જગ્યાએ મજૂરી કામ કરતા વિદ્યાર્થીઓ નજરે પડ્યા હોવાની ઘટના સામે આવી છે. નવસારીના વાંસદાના ઉનાઈ નજીક આવેલી સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવ્યું હોવાનું સામે આવ્યુ છે. વાંસદાના ખાનપુર અને બારતાડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં તગારા પાવડાથી મજૂરી કામ કરાવ્યાનો વીડિયો વાયરલ થયો છે.

    ખાનપુર બારતાડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણના બદલે મજૂરી કામ કરાવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે શાળાનું ભેદી મૌન છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માગ કરવાની છે.

  • 27 Mar 2024 05:15 PM (IST)

    વાંસદા પંથકની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મજૂરી કામ કરતા નજરે પડ્યા

    શાળામાં ભણતરની જગ્યાએ મજૂરી કામ કરતા વિદ્યાર્થીઓ નજરે પડ્યા હોવાની ઘટના સામે આવી છે. નવસારીના વાંસદાના ઉનાઈ નજીક આવેલી સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવ્યું હોવાનું સામે આવ્યુ છે. વાંસદાના ખાનપુર અને બારતાડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં તગારા પાવડાથી મજૂરી કામ કરાવ્યાનો વીડિયો વાયરલ થયો છે.

    ખાનપુર બારતાડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણના બદલે મજૂરી કામ કરાવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે શાળાનું ભેદી મૌન છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માગ કરવાની છે.

  • 27 Mar 2024 04:42 PM (IST)

    સાબરકાંઠા બેઠક પર ભાજપનો માહોલ બગાડવામાં કોની ભૂમિકા?

    સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા લોકસબા બેઠકના સંયોજક દુષ્યંત પંડ્યાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. નાના હોલમાં યોજાયેલી બેઠકને લઈ કેટલાક આગેવાનોને બહાર બેસવાનો ચણભણાટ શરુ થયો હતો. તો કેટલાક રજૂઆત કર્તાઓ પણ વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે પહોંચ્યા હતા. જેઓએ સૂત્રોચ્ચાર કરવાને લઈ માહોલ ગરમાયો હતો.

    આ દરમિયાન સંયોજક અને જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લાના સિનિયર ભાજપના ધારાસભ્ય રમણ વોરા રજૂઆત સાંભળવા માટે બેઠકમાંથી બહાર આવ્યા હતા. જેઓએ રજૂઆત સાંભળવાની શરુઆત કરતા જિલ્લા પંચાયતની સમિતિના ચેરમેન અનસૂયાબેને આગેવાની લઇ વિરોધની રજૂઆત કરી હતી. જેને લઈ રમણલાલ વોરાએ પૂછ્યું હતુ કે, ભાજપમાં ક્યારે જોડાયા હતા, તમે થોડા મહિના પહેલા ક્યાં હતા.

    તો બીજા એક આગેવાને પણ પોતાની ઓળખ બતાવીને ગુસ્સાથી બોલતા રમણ વોરાએ તેમને સવાલ કર્યો હતો કે, અગાઉ પણ સાંસદ ઉમેદવારને લઈ વિરોધ કરવા તમે જ ગયા હતા. આમ દરેક વખતે તમને ઉમેદવાર પસંદ નથીની વાત છે. આમ રમણ વોરાએ મામલો થાળે પાડવાનો મોરચો સંભાળ્યો હતો

  • 27 Mar 2024 03:54 PM (IST)

    કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને ટિકિટ આપતા કાર્યકર્તામાં નારાજગી

    કોંગ્રેસમાંથી રાજીનામું ધરીને ફરીથી વિધાનસભાની ચૂંટણીમાં ઉતરેલા સીજે ચાવડા સામે રોષ જોવા મળ્યો છે. વિજાપુર વિધાનસભાની બેઠક માટેની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે સીજે ચાવડાને જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન હવે સીજે ચાવડા સામે વિરોધના સૂર જોવા મળી રહ્યા છે. સીજે ચાવડાને ટિકિટ આપવાને લઈ કુકરવાડાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ પટેલે રાજીનામુ ધર્યુ છે.

  • 27 Mar 2024 03:28 PM (IST)

    વડોદરામાં દબાણ હટાવવા મુદ્દે ભાજપ સામે ભાજપ

    વડોદરા મનપાની દબાણ શાખા ગોત્રી યશ કોમ્પલેક્સથી નીલાંબર સર્કલ સુધીના રસ્તામાં દબાણ તોડવા ગઇ હતી, ત્યારે વોર્ડ 10ના ભાજપ કોર્પોરેટર ઉમંગ પટેલે સ્થાનિકોનો પક્ષ લઇને મકાનો ન તોડવા દીધા હોવાના આક્ષેપ લાગ્યા છે. આક્ષેપ છે કે તેમણે દબાણ શાખાની ટીમ અને અધિકારીઓ પર એક ધારાસભ્યનો પ્રેશર બનાવ્યું અને દબાણ ન તોડવા દીધા.

    તો બીજી તરફ વોર્ડ 10ના જ ભાજપ કોર્પોરેટર નીતિંગ દોંગાએ દબાણ તોડવાની માગ કરી છે. જેને લઇ મનપા કમિશનરને પત્ર પણ લખ્યો છે. તેમનું કહેવું છે કે રોડ સાંકડો હોવાથી અકસ્માતનો ભય વધશે. જેથી દબાણ તોડવામાં આવે. બંને ભાજપ કોર્પોરેટર વચ્ચે દબાણ મુદ્દે અસમહતિ થતા અધિકારી સુધી વાત પહોંચી છે. ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે વાતનો ઉકેલ લાવીશું અને જેમના મકાન તૂટે છે. તેમને મકાન આપીશું.

  • 27 Mar 2024 02:54 PM (IST)

    લોકસભાની ચૂંટણીને લઈ આંતરરાજ્ય બોર્ડર ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ

    લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈ આંતર રાજ્ય બોર્ડર વિસ્તારમાં ચેંકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ગુજરાત પોલીસ દ્વારા ચૂંટણીને લઈ સતર્કતા દાખવવામાં આવી છે. સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક શંકાસ્પદ તમામ વાહનોનું ચેકિંગ હાથ ધર્યુ છે. જે ચૂંટણીને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ગુજરાતમાં દારુ અને રોકડ રુપિયાની હેરફેર અન્ય રાજ્યમાંથી ના કરવામાં આવે એ માટે નજર રાખવામાં આવશે.

    લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સહિતા અમલી છે ત્યારે બનાસકાંઠાની બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. અમીરગઢ. પાંથાવાડા. થરાદ અને સરહદ છાપરી બોર્ડર પર પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ઘાતક હથિયારો કેફી દ્રવ્યો અને માદક પીણા રાજસ્થાનમાંથી ગુજરાતમાં ન પ્રવેશે જેને લઇને પોલીસ તમામ વાહનોનું ચેકિંગ કરી રહી છે.

  • 27 Mar 2024 02:25 PM (IST)

    અમદાવાદના 13 એકમ પર IT વિભાગની તવાઈ

    અમદાવાદમાં ડેરી અને હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર IT વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર IT વિભાગે સર્ચ હાથ ધરવામાં આવ્યુ છે. સંચાલક નીશિત દેસાઈ અને ગૌરાંગ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડ્યા છે. આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં આવેલા એકમો પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

    શહેરમાં કુલ 13 સ્થળોએ દરોડા અને સર્વેની કામગીરી કરવામાં આવી છે. તેમજ IT વિભાગના આશરે 75થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ IT વિભાગે રાજકોટના જાણીતા બિલ્ડરોને ત્યાં દરોડા પાડ્યા હતા. તેમાં કરોડોના બેનામી વ્યવહાર સામે આવ્યા હતા.

  • 27 Mar 2024 01:57 PM (IST)

    CM કેજરીવાલની અરજી પર હાઈકોર્ટે નિર્ણય અનામત રાખ્યો

    અરવિંદ કેજરીવાલને વચગાળાની રાહતની માંગ કરતી અરજી પર દિલ્હી હાઈકોર્ટનો આદેશ 4.30 થી 4.45 વચ્ચે આવશે.

  • 27 Mar 2024 01:14 PM (IST)

    હવે પીએમ મોદીની રેલી 31 માર્ચે મેરઠમાં યોજાશે

    મેરઠમાં 30 માર્ચે યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીની તારીખ બદલવામાં આવી છે. હવે 31મી માર્ચે રેલી યોજાશે.

  • 27 Mar 2024 12:48 PM (IST)

    કોંગ્રેસ હાઈકમાન્ડએ એક સપ્તાહમાં નિર્ણય લેવો પડશે… નિરૂપમનું અલ્ટીમેટમ

    શિવસેના (UBT)એ 17 ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ નેતા સંજય નિરુપમે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પાર્ટી હાઈકમાન્ડને અલ્ટીમેટમ આપ્યું છે. નિરુપમે કહ્યું કે હું માત્ર એક સપ્તાહ રાહ જોઈશ. મારા માટે વિકલ્પો ખુલ્લા છે. હું વધુ રાહ જોઈશ નહીં, કોંગ્રેસ નેતૃત્વએ અઠવાડિયામાં નિર્ણય લેવો પડશે.

  • 27 Mar 2024 11:36 AM (IST)

    અમદાવાદમાં ઇન્કમટેક્સનું ઓપરેશન, કુલ 13 જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી

    • ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ ત્રાટક્યું
    • ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ ઉપર ઇન્કમટેક્સના દરોડા
    • અમદાવાદના આશ્રમ રોડ સહિતના એરિયામાં આવેલા એકમો ઉપર ઇન્કમટેક્સની તપાસ
    • ગ્રુપના સંચાલક રાજુભાઈ ઉર્ફે નીશિત દેસાઈ અને ગૌરાંગ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સના દરોડા
    • અમદાવાદમાં કુલ 13 જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી
    • ઇન્કમટેક્સના આશરે 75 થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા
    • તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના
  • 27 Mar 2024 11:18 AM (IST)

    IPS બદલીને લઈ મહત્વના સમાચાર, ઇલેક્શન કમિશને સરકાર પાસે માંગી યાદી

    • ગુજરાતમાં ips બદલીને લઈ કોકડું વણ ઉકેલાયું
    • દક્ષિણ ગુજરાતમાં કોકડું ગૂંચવાયું
    • સુરત cp અને રેન્જ આઈ જી પોસ્ટ માટે 5 દાવેદારો
    • ઇલેક્શન કમિશને સરકાર પાસે માંગી યાદી
    • સરકારે 3 ,3 વખત મુદ્દત માગ્યા બાદ પણ નથી સોંપી યાદી
    • 10 થી વધુ પોલીસ અધિકારીનો હાલ પોસ્ટિંગ વગરના
    • સરકારે હવે 1 પોસ્ટ માટે 3 નામની પેનલ ઇલેક્શન કમિશનને સોંપવાની છે.
    • નોટિફિકેશન જાહેર તે પહેલાં પોસ્ટિંગ થવી જરુરી
    • 12 એપ્રિલ પહેલા અધિકારીઓની બદલી થવી જરૂરી
  • 27 Mar 2024 10:33 AM (IST)

    YouTubeએ ભારતમાંથી 22 લાખથી વધુ વીડિયો હટાવ્યા

    લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube એ સમગ્ર વિશ્વમાં મોટી કાર્યવાહી કરી છે અને 90 લાખથી વધુ વીડિયો દૂર કર્યા છે. સૌથી વધુ અસર ભારતમાં જોવા મળી હતી જ્યાં YouTube પરથી 22.5 લાખથી વધુ વીડિયો દૂર કરવામાં આવ્યા હતા. ગૂગલે યુટ્યુબની કોમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરતા વીડિયો સામે આ કાર્યવાહી કરી છે. આ આંકડા ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 વચ્ચેના છે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં વીડિયોને હટાવવાની માહિતી આપી છે.

  • 27 Mar 2024 10:09 AM (IST)

    દારૂ કૌભાંડ: પંજાબમાં EDએ 12 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા

    પંજાબમાં 12થી વધુ સ્થળો પર EDના દરોડા ચાલુ છે. દારૂ કૌભાંડ કેસમાં EDના દરોડા ચાલુ છે.

  • 27 Mar 2024 09:30 AM (IST)

    મહારાષ્ટ્ર: શિવસેના (UBT) એ 17 ઉમેદવારોની યાદી બહાર પાડી

    મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ બાલ ઠાકરે)એ લોકસભા ચૂંટણી માટે 17 ઉમેદવારોની જાહેરાત કરી છે.

  • 27 Mar 2024 09:12 AM (IST)

    કેજરીવાલની પત્ની સુનીતાની આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ

    અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. તે મોટો ખુલાસો કરી શકે છે. કેજરીવાલ હાલમાં EDની કસ્ટડીમાં છે અને સુનીતા દરરોજ તેમને મળી રહી છે.

  • 27 Mar 2024 08:32 AM (IST)

    AAPનો દાવો- દીપક સિંઘલાના ઘરે EDના દરોડા

    આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે EDએ આમ આદમી પાર્ટીના પૂર્વ વિધાનસભા ઉમેદવાર દીપક સિંઘલાના ઘરે દરોડા પાડ્યા છે. દીપક સિંઘલા વિશ્વાસ નગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા.

  • 27 Mar 2024 08:28 AM (IST)

    સુરત : કતારગામમાં અંગત અદાવતમાં મારામારી

    • સામે કેમ જોયું તેવું કહી યુવકને ચપ્પુ ના ઘા ઝીક્યા.
    • ત્રણ લુખ્ખા તત્વોએ યુવકને ચપ્પુ ના ઘા મારતા ગંભીર
    • યુવકને હોસ્પિટલ ખસેડવામા આવ્યો
    • કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
  • 27 Mar 2024 08:23 AM (IST)

    અમેરિકાઃ બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટનામાં 6 ગુમ, તમામને મૃત ગણવામાં આવ્યા

    અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોરમાં સોમવારે મોડી રાત્રે એક માલવાહક જહાજ પુલ સાથે અથડાયું હતું, જેના કારણે પુલ તૂટીને નીચે નદીમાં પડી ગયો હતો. આ અકસ્માતમાં છ લોકો ગુમ થયા હતા. બાદમાં તે તમામને મૃત માનવામાં આવ્યા હતા. બ્રિજ સાથે અથડાતા જહાજના 22 સભ્યોના ક્રૂ તમામ ભારતીય છે.

  • 27 Mar 2024 07:52 AM (IST)

    લોકસભા ચૂંટણીઃ પ્રથમ તબક્કાના મતદાન માટે આજે નોમિનેશનનો છેલ્લો દિવસ

    લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે આજે નામાંકનનો છેલ્લો દિવસ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નાગપુરથી, જિતિન પ્રસાદ પીલીભીતથી ઉમેદવારી નોંધાવશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે.

  • 27 Mar 2024 06:52 AM (IST)

    પશ્ચિમ બંગાળમાંથી PM મોદીની તસવીરો ગાયબ…સુવેન્દુ અધિકારીનો મોટો આરોપ

    પશ્ચિમ બંગાળ: ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ મમતા સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, સમગ્ર રાજ્યમાંથી પીએમ મોદીની તસવીરો હટાવી દેવામાં આવી છે, પરંતુ 10,000 જગ્યાએ મમતા બેનર્જીની તસવીરો છે. એરપોર્ટથી લઈને ફ્લાયઓવર સુધી ટીએમસીના સાંસદો, મંત્રીઓ અને ઉમેદવારોની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. સરકારી જગ્યાઓ પર તેમની તસવીરો લગાવવામાં આવી છે. ટીએમસીના લોકો આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

  • 27 Mar 2024 06:34 AM (IST)

    દિલ્હી હાઈકોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી

    દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટ આજે એટલે કે બુધવારે સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે કેજરીવાલ 28 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની કસ્ટડીમાં છે.

Published On - Mar 27,2024 6:32 AM

Follow Us:
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ
જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ
g clip-path="url(#clip0_868_265)">