AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત મોડલઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્‍ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની મળીને કુલ 28212 જગ્‍યાઓ ખાલી

રાજ્યમાં ૨૮૫ ગ્રાન્‍ટેડ આર્ટસ, કોમર્સ અને સાયન્‍સ કોલેજોમાં આચાર્યની ૧૩૩, અધ્‍યાપકની ૨૧૭૭, પીટીઆઈની ૧૬૭, ગ્રંથપાલની ૨૨૪, વર્ગ-૩ની ૧૮૫૧ વર્ગ-૪ની ૨૩૫૧ જગ્‍યાઓ ખાલી છે. ગ્રાન્‍ટેડ કોલેજોમાં આચાર્ય, અધ્‍યાપક, પીટીઆઈ, ગ્રંથપાલ અને વર્ગ-૩ અને ૪ની ૪,૫૫૨ જગ્‍યાઓ ખાલી છે.

ગુજરાત મોડલઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્‍ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની મળીને કુલ 28212 જગ્‍યાઓ ખાલી
Gujarat Assembly (File Image)
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 22, 2022 | 5:01 PM

વિધાનસભા (Assembly) માં પુછાયેલા સવાલના સરકારે લેખિતમાં જવાબ રજુ કર્યા હતા જે પ્રમાણે રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓ (Government primary schools) માં પ્રાથમિક શિક્ષક (Teacher) ની ૧૬,૩૧૮ આચાર્યની ૧,૦૨૮, સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં માધ્‍યમિક શિક્ષકની ૭૩૦, ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષકની ૭૫૬ અને આચાર્ય (Principal) ની ૭૮૬, ગ્રાન્‍ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની ૭૭૪, ગ્રાન્‍ટેડ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં માધ્‍યમિક શિક્ષકની ૨,૫૪૭, ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષકની ૩,૪૯૮ અને આચાર્યની ૧,૭૭૫ જગ્‍યાઓ ખાલી (vacancies)  છે. રાજ્યમાં સરકારી અને ગ્રાન્‍ટેડ પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની મળીને કુલ ૨૮,૨૧૨ જગ્‍યાઓ ખાલી છે. આ જગ્‍યાઓ ખાલી રહેવાના કારણે સરકારી શાળાઓમાં ભણતા ગરીબ બાળકોને શિક્ષકોની ખાલી જગ્‍યાઓના કારણે શિક્ષણ (Education) થી વંચિત રહેવું પડે છે.

તા.૩૧-૧૨-૨૦૨૦ની સ્‍થિતિએ સિન્‍ટેક્ષના બિનવપરાશલાયક ઓરડાઓની સંખ્‍યા ૩,૨૨૫ હતી, એક વર્ષમાં ૭૦૮ સિન્‍ટેક્ષના બિનવપરાશલાયક ઓરડાઓના કાટમાળ હટાવવાની મંજુરી આપવામાં આવી છે. હજુ પણ સિન્‍ટેક્ષના બિનવપરાશલાયક ૨,૬૩૭ ઓરડાઓનો કાટમાળ હટાવવાનો બાકી છે.

રાજ્યમાં ૨૮૫ ગ્રાન્‍ટેડ આર્ટસ, કોમર્સ અને સાયન્‍સ કોલેજો આવેલી છે. આ કોલેજોમાં આચાર્યની ૧૩૩, અધ્‍યાપકની ૨૧૭૭, પીટીઆઈની ૧૬૭, ગ્રંથપાલની ૨૨૪, વર્ગ-૩ની ૧૮૫૧ વર્ગ-૪ની ૨૩૫૧ જગ્‍યાઓ ખાલી છે. ગ્રાન્‍ટેડ કોલેજોમાં આચાર્ય, અધ્‍યાપક, પીટીઆઈ, ગ્રંથપાલ અને વર્ગ-૩ અને ૪ની ૪,૫૫૨ જગ્‍યાઓ ખાલી છે. આચાર્યની ૨૦૬ ભરાયેલની સામે ૧૩૩ ખાલી, પીટીઆઈની ૧૭૦ ભરાયેલની સામે ૧૬૭ ખાલી, ગ્રંથપાલની ભરાયેલ ૧૧૦ની સામે ૨૨૪, વર્ગ-૩ની ભરાયેલ ૯૬૬ની સામે ૧૮૫૧ ખાલી અને વર્ગ-૪ની ૮૩૨ ભરાયેલની સામે ૨૩૫૧ જગ્‍યાઓ ખાલી છે. આમ ભરાયેલ જગ્‍યાઓ કરતાં બે ગણી જગ્‍યાઓ ખાલી છે. ડાંગ જીલ્‍લામાં એક પણ ગ્રાન્‍ટેડ આર્ટસ, કોમર્સ અને સાયન્‍સ કોલેજ આવેલ નથી.

આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
કોણ છે અંકિતા લોખંડેની 'ભાભી', જે સુંદરતામાં હિરોઈનને આપે છે ટક્કર

રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ષ-૨૦૨૦માં વર્ગ-૧ની ૨૯૬ જગ્‍યાઓ ખાલી હતી તેમાં વધારો થઈને હાલમાં ૩૦૦ જગ્‍યાઓ ખાલી છે. ખાલી જગ્‍યાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે તેમ છતાં ઉકત્ત જગ્‍યાઓ વર્ષોથી ખાલી હોવા છતાં તાત્‍કાલિક ભરવા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.

સરકારી કોલેજ મામલે સરકાર ની ઉદાસીનતા

રાજ્યમાં મહીસાગર, વડોદરા અને મોરબી જીલ્‍લામાં આર્ટસ, કોમર્સ અને સાયન્‍સની એક પણ સરકારી કોલેજ આવેલ નથી. રાજ્યમાં ૧૦૫ સરકારી કોલેજોમાં વર્ગ-૧ની ૧૬, વર્ગ-૨ની ૫૨૨, વર્ગ-૩ની ૩૨૦, વર્ગ-૪ની ૨૨૦ મળીને કુલ ૧૦૭૮ જગ્‍યાઓ ખાલી છે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચે આવશે ગુજરાત, દ્વારકા અને જામનગરમાં વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

આ પણ વાંચોઃ Surat : ઉધના યાર્ડમાં ગર્ભવતી મહિલાનું ગળું દબાવી હત્યા, મૃતદેહ સૂકા ઘાસથી ઢાંકી ઉપર પથ્થરો મૂકી દેવામાં આવ્યા

મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
દિલ્હીની બહુમાળી ઈમારતમાં આગ, બચવા પિતા-પુત્ર સાતમા માળેથી કૂદયા
દિલ્હીની બહુમાળી ઈમારતમાં આગ, બચવા પિતા-પુત્ર સાતમા માળેથી કૂદયા
g clip-path="url(#clip0_868_265)">