Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિધાનસભા ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, પાટીદારો સામે નોંધાયેલા 10 કેસ પરત ખેંચવાની જાહેરાત

વિધાનસભા ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, પાટીદારો સામે નોંધાયેલા 10 કેસ પરત ખેંચવાની જાહેરાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 6:29 PM

મહત્વપૂર્ણ છે કે 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે GMDCની સભા બાદ અમદાવાદ સહિત અનેક શહેરોમાં મોટાપાયે તોફાનો ફાટી નિકળ્યા હતા. જેમાં સરકારી મિલ્કતને નુકસાન અને રાયોટિંગ મામલે કુલ 485 પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

Gandhinagar : વિધાનસભા ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. અને પાટીદારો (Patidar Case) સામે નોંધાયેલા વધુ 10 કેસ પરત ખેંચવાની જાહેરાત કરી છે. થોડા મહિના પહેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે (Hardik Patel)સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની રજૂઆત કરી હતી. જે બાદ અન્ય કેટલાક પાટીદાર નેતાઓ પણ કેસ પાછા ખેંચવા સરકારને રજૂઆત કરી ચૂક્યા હતા. ત્યારે સરકારે ચૂંટણી પહેલા મહત્વનો નિર્ણય લેતા પાટીદાર સામેના વધુ 10 કેસ પાછા ખેંચી લીધા છે.

રાજ્ય સરકારે પરત ખેંચેલા કેસ પર નજર કરીએ તો, અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી કુલ 7 કેસ પરત ખેંચાયા છે. તો મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે. જેમાં નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચના 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે સાબરમતી, નવરંગપુરા અને શહેરકોટડા પોલીસ મથકના 1-1 કેસ પરત ખેંચાયો છે. સાથે જ કૃષ્ણનગર પોલીસ મથકના પણ 2 કેસ પરત ખેંચવામાં આવ્યા છે. જોકે રામોલ પોલીસ સ્ટેશનના કેસ અંગે 15 એપ્રિલે હુક્મ થશે.

મહત્વપૂર્ણ છે કે 2015માં પાટીદાર અનામત આંદોલન (Patidar reserve movement)સમયે GMDCની સભા બાદ અમદાવાદ સહિત અનેક શહેરોમાં મોટાપાયે તોફાનો ફાટી નિકળ્યા હતા. જેમાં સરકારી મિલ્કતને નુકસાન અને રાયોટિંગ મામલે કુલ 485 પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જોકે જેતે સમયે 228 જેટલી ફરિયાદો પાછી ખેંચી લેવાઇ હતી. તો આનંદીબેન પટેલની સરકારે 140 કેસો પરત ખેંચ્યા હતા. વિજય રૂપાણી સરકારમાં પણ કેસ પાછા ખેંચવામાં આવ્યા હતા. જોકે PAASનો દાવો છે કે હજુ પણ 140થી વધુ કેસો પેન્ડિંગ છે. જે સરકારે પરત ખેંચવા જોઇએ.

 

આ પણ વાંચો : Kheda: માતર પોલીસની હદમાં ગત 14ની રાત્રીએ અકસ્માત થયો ન હતો, પણ અકસ્માત કરાવવામાં આવ્યો હતો !

આ પણ વાંચો : Rapper MC TodFod Passed Away: રણવીર સિંહ સ્ટારર ‘ગલી બોય’ ફેમ ધર્મેશ પરમારનું નિધન, ગુજરાતી રેપ માટે ખૂબ જ પ્રખ્યાત હતા

g clip-path="url(#clip0_868_265)">