રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચે આવશે ગુજરાત, દ્વારકા અને જામનગરમાં વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચના રોજ ગુજરાત આવશે. તેમજ દ્વારકા અને જામનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શનનો પણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) 24 માર્ચના રોજ ગુજરાત (Gujarat)માં પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારકા (Dwarka) અને જામનગર (Jamnagar)ના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શન બાદ તેઓ દ્વારકા અને જામનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને પગલે દ્વારકા અને જામનગરમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં જાણે એક પછી એક મહાનુભાવોના આગમનનો દૌર શરુ થઈ ગયો છે. થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવીને ગયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ તાપીમાં ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ગયા હતા. ત્યારે હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચના રોજ ગુજરાત આવશે. તેમજ દ્વારકા અને જામનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શનનો પણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે તો જામનગરમાં INS વાલસુરા નેવી મથકની મુલાકાતે રાષ્ટ્રપતિ આવવાના છે.
રાષ્ટ્રપતિના આગમનને પગલે ચુસ્ત બંદોબસ્ત
24 માર્ચના રોજ રાષ્ટ્રપતિની યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા પણ જઈ રહ્યા છે, ત્યારે દ્વારકામાં પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારકાધીશ મંદિરે પહોચ્યા હતા. રાષ્ટ્રપતિની સુરક્ષા મામલે તૈનાત અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યા હતા. મંદિરમાં રાષ્ટ્રપતિની સુરક્ષા મામલે પોલીસ વડાએ સમીક્ષા પણ કરી હતી. દેવસ્થાન સમિતિની બેઠકમાં કલેક્ટર મુકેશ પંડ્યા અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા તો જામનગરના મહેમાન પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બનવાના છે. INS વાલસુરા નેવી મથકની મુલાકાત રાષ્ટ્રપતિ લેશે. ત્યારે નેવી અને મહાનગરપાલિકા તંત્ર તેમના આગમનની તૈયારીમાં લાગી ગયા છે.
મહત્વનું છે કે આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 29 ઓક્ટોબર 2021ના રોજ શુક્રવારે ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન મોરારી બાપુની મુલાકાત લીધી હતી ભાવનગર ખાતે આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતના ત્રણ દિવસના કાર્યક્રમમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની પણ મુલાકાત કરી હતી.
આ પણ વાંચો- Viral: મહિલાએ લગ્નમાં એવો ડાન્સ કર્યો કે લોકો ચોકી ગયા, યુઝર્સે કહ્યું ‘જબરદસ્તી કરાવો એટલે આવો જ ડાન્સ થાય’