AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ઉધના યાર્ડમાં ગર્ભવતી મહિલાનું ગળું દબાવી હત્યા, મૃતદેહ સૂકા ઘાસથી ઢાંકી ઉપર પથ્થરો મૂકી દેવામાં આવ્યા

આ મહિલા 7 થી 8 મહિનાની ગર્ભવતી હતી.એટલુંજ નહીં તેના મૃતદેહની આસપાસ ચપ્પલ પણ મળી આવ્યા હતા. જેના પરથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે અજાણ્યા આરોપી દ્વારા તેણીને અહીં લાવ્યા બાદ ગળું દબાવી હત્યા કરવામાં આવી છે.

Surat : ઉધના યાર્ડમાં ગર્ભવતી મહિલાનું ગળું દબાવી હત્યા, મૃતદેહ સૂકા ઘાસથી ઢાંકી ઉપર પથ્થરો મૂકી દેવામાં આવ્યા
ઉધના યાર્ડમાં ગર્ભવતી મહિલાની ગળું દબાવી હત્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 3:47 PM
Share

સુરત (Surat) માં ઉધના યાર્ડમાં એક અજાણી ગર્ભવતી મહિલા (Woman) નો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા રેલ્વે પોલીસ (Police)  દોડતી થઇ ગઈ હતી.જીઆરપી પીઆઇ સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતી.અજાણ્યા આરોપી દ્વારા મહિલાનું ગળું દબાવી હત્યા (Murder)  કર્યા બાદ મહિલાની ઓળખ નહીં થઇ શકે તેમજ આ અંગે કોઈને ખબર નહીં પડે તેવા ઈરાદે તેનો મૃતદેહ સૂકા ઘાસથી ઢાંકી તેના ઉપર પથ્થરો મૂકી દેવામાં આવ્યા હતા. ઉધના રેલ્વે (Railway) યાર્ડમાં લાઈન નંબર 7 અને 8 વચ્ચે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.ઘટના અંગે જાણ થતા જીઆરપી પીઆઇ કે.એમ.ચૌધરી સહિત પોલીસ કાફલો તેમજ આરપીએફના જવાનો પણ સ્થળે દોડી આવ્યા હતા.

પ્રાથમિક તપાસ દરમિયાન મહિલાની ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.એટલુંજ નહીં આ મહિલા 7 થી 8 મહિનાની ગર્ભવતી હતી.એટલુંજ નહીં તેના મૃતદેહની આસપાસ ચપ્પલ પણ મળી આવ્યા હતા. જેના પરથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે અજાણ્યા આરોપી દ્વારા તેણીને અહીં લાવ્યા બાદ ગળું દબાવી હત્યા કરવામાં આવી છે.અને તેની ઓળખ નહીં થઇ શકે તેમજ આ અંગે કોઈને ખબર ન પડે. તેવા ઈરાદાથી હત્યા કર્યા બાદ મૃતદેહ ઉપર સૂકા ઘાસ નાખી ઢાંકી દેવામાં આવ્યો હતો અને ઉપરથી પથ્થરો પણ મૂકી દેવામાં આવ્યા હતા.આરપીએફના જવાનો પેટ્રોલિંગમાં હતા.ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી.

પોલીસે આસપાસ રહેતી કેટલીક શ્રમિક મહિલાઓને બોલાની મૃતક મહિલા અંગે પૂછપરછ કરી હતી.જોકે હાલમા કોઈ સફળતા નહીં મળી છે.મહિલાના એક હાથમાં પોતાના સમાજનું કોઈ છૂંદણું પણ બનાવેલું હતું.અને તે મૂળ ઓડીસાવાસી હોવાનું હાલમાં જણાઈ આવી રહયું છે.પોલીસે મૃતદેહ પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આસપાસ કોઈ સીસી ટીવી કેમેરા નથી, આરપીએના પેટ્રોલિંગનો અભાવ

જે જગ્યા મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે તેમજ તેની નજીકમાં રેલ્વે દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે નજીકમાં સીસી ટીવી પણ નથી.તેમજ અહી આરપીએફ દવારા સતત પેટ્રોલિંગના અભાવ હોવાનું પણ જાણવા મળ્યું છે.ઉધના યાર્ડ એવો વિસ્તાર છે જ્યા આસપાસ ઝાડી ઝાખરા તેમજ અવાવરું છે. હત્યારો પરિચિત હોવાનું અથવા આડા સંબંધોમા મહિલાની હત્યા કરાઈ હોવાની શક્યતા પોલીસને દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચે આવશે ગુજરાત, દ્વારકા અને જામનગરમાં વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

આ પણ વાંચોઃ કૃષિ-પશુપાલન-મત્સ્યોદ્યોગના સેકટર્સમાં લોન-ધિરાણ-સહાયનો વ્યાપક લાભ પહોચાડવાની વ્યવસ્થા ગોઠવવા બેન્કોને મુખ્યમંત્રીની તાકીદ

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">