Gujarat Assembly election 2022: ગુજરાતમાં કોંગ્રેસ પાટીદાર વોટબેંકને સાધવામા નિષ્ફળ , હવે પરંપરાગત વોટ બેંકના સહારે
Gujarat Assembly election 2022: ગુજરાતમાં કોંગ્રેસ ફરી એકવાર તેની ખામ થીયરી ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ વોટબેંક પર તેનું ધ્યાન કેન્દ્રિત કરશે. તેમજ તેના પગલે આગામી દિવસોમાં કોંગ્રેસ તેની માટે રણનીતિ ધડશે તે પણ ચોક્કસ છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election 2022) પૂર્વે રાજકીય પક્ષો દ્વારા વોટબેંકની રાજનીતી ગરમાઈ છે. જેમાં એક તરફ ભાજપ સંપૂર્ણપણે ઇલેકશન મોડમાં છે. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ(Congress) પાર્ટીનું પાટીદાર (Patidar)વોટબેંકના આકર્ષવાના તમામ પ્રયાસો લગભગ પૂર્ણ થઈ ચૂક્યા છે. જેમાં થોડા સમય પૂર્વે જ કોંગ્રેસમાં જોડાયેલા યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે અનેક આક્ષેપો સાથે કોંગ્રસનો હાથ છોડીને ભાજપમાં જોડાયા છે. જયારે રાજ્યના કોંગ્રેસ માટે પાટીદાર વોટબેંકને પોતાની તરફ આકર્ષિત કરવા માટે મહત્વના સાબિત થનારા અને છેલ્લા ઘણા સમયની રાજ્યના રાજકારણમાં સક્રિય થવાની ઈચ્છા ધરાવતા લેઉવા પટેલના નેતા નરેશ પટેલે પણ સક્રિય રાજકારણથી દૂર રહેવાની જાહેરાત કરી છે. નરેશ પટેલે કહ્યું કે સમાજ સાથે જોડાયેલા વરિષ્ઠ લોકો નથી ઈચ્છતા કે તેઓ રાજકારણમાં આવે.
નરેશ પટેલે સક્રિય રાજકારણમાં જોડાવાની ના પાડી દીધી
ઉલ્લેખનીય છે કે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાયા તે સમયે જ થઈ હતી. પ્રશાંત કિશોરે જ તેમનો પરિચય કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે કરાવ્યો હતો. નરેશ પટેલની એવી પણ શરત હતી કે જો પ્રશાંત કિશોર ચૂંટણી કોંગ્રેસમાં નેતૃત્વ કરે તો જ તેવ કોંગ્રેસમાં જોડાશે. જો કે તેમણે આખરે સક્રિય રાજકારણમાં જોડાવાની ના પાડી દીધી હોવાથી કોંગ્રેસમાં જોડાવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
કોંગ્રેસ ફરી એકવાર તેની ખામ થીયરીના આધારે
આ રીતે કોંગ્રેસે ફરી એકવાર પાટીદાર વોટબેંકને પાટીદાર નેતાના સહારે સાઘવામાં હાલ તો નિષ્ફળ રહ્યું છે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી પાટીદાર વોટબેંક કોંગ્રેસની વિમુખ છે. તેમજ પાટીદાર સમાજ વર્ષોથી ભાજપની કમિટેડ વોટબેંક રહી છે. જો કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી હાર્દિક પટેલના કોંગ્રેસ તરફી વલણના પગલે કોંગ્રેસને બેઠકો મેળવવામાં અમુક અંશે ફાયદો થયો હતો. જો કે આ વર્ષે ફરી એકવાર પાટીદાર નેતા કોંગ્રેસની દૂર થતાં હવે કોંગ્રેસ માટે તેની પરંપરાગત વોટબેંક જ ઇલેકશન સહારો બનશે. જેમાં કોંગ્રેસ ફરી એકવાર તેની ખામ થીયરી ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ વોટબેંક પર તેનું ધ્યાન કેન્દ્રિત કરશે. તેમજ તેના પગલે આગામી દિવસોમાં કોંગ્રેસ તેની માટે રણનીતિ ધડશે તે પણ ચોક્કસ છે.