Gandhinagar : મુખ્યમંત્રી નિવાસસ્થાને 23 જૂને મળશે ધારાસભ્યોની બેઠક, બેઠકમાં બી.એલ સંતોષ અને તરુણ ચુગ પણ રહેશે હાજર

બે સપ્તાહ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) નિવાસસ્થાને કોર કમિટીની બેઠક યોજાઇ હતી. ત્યારે હવે આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઇ રહી છે.

Gandhinagar : મુખ્યમંત્રી નિવાસસ્થાને 23 જૂને મળશે ધારાસભ્યોની બેઠક, બેઠકમાં બી.એલ સંતોષ અને તરુણ ચુગ પણ રહેશે હાજર
મુખ્યમંત્રી નિવસ્થાને 23 જૂને મળશે ધારાસભ્યોની બેઠક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 4:00 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election)  લઇને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બેઠકોનો દૌર વધ્યો છે. આવતીકાલે એટલે કે ગુરુવારે ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યોની (BJP MLAs) બેઠક મળવાની છે. સાંજે 4 કલાકે તમામ ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રહેવાનું ફરમાન આપવામાં આવ્યુ છે. બેઠકમાં તમામ મંત્રીઓ, સાંસદને પણ હાજર રહેવાનું જણાવવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધક્ષતામાં બેઠક યોજાવાની છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ તેમજ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ પણ હાજર રહેવાના છે.

બે સપ્તાહ પહેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક યોજાઇ હતી. ત્યારે હવે આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઇ રહી છે. આવતીકાલે સાંજે 4 વાગ્યે ભાજપના તમામ ધારાસભ્યોને મુખ્યમંત્રીના નિવાસસ્થાને હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યુ છે. તેની સાથે તમામ મંત્રીઓને પણ ઉપસ્થિત રહેવાનું જણાવવામાં આવ્યુ છે. આમ તો બી.એલ સંતોષનું ગુજરાતમાં આગમન એ જ મહત્વની બાબત બની જાય છે. બી.એલ સંતોષ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી છે અને ગુજરાતના રાજકારણ સાથે સીધી રીતે જોડાયેલા છે. ત્યારે આવતીકાલની આ બેઠક ખૂબ જ મહત્વની બની રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આ બેઠકમાં મહત્વની ચર્ચા થઇ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

મહત્વની વાત એ પણ છે કે આવતીકાલથી શાળા પ્રવેશોત્સવ પણ શરુ થઇ રહ્યો છે. ત્યારે પ્રવેશોત્સવની વચ્ચે અચાનક ભાજપના ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ પણ આ બેઠકમાં હાજર રહેશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ વન ડે વન ડીસ્ટ્રીક અભિયાન વચ્ચે અહીં આવવાના છે. ત્યારે કહી શકાય કે રાજકીય ગતિવીધિ વચ્ચે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બોલાવવામાં આવેલી બેઠક ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">