બાળકોને મોબાઇલથી દૂર રાખવા દાહોદમાં દાઉદી વહોરા સમાજની અનોખી પહેલ, 15 વર્ષથી નાના બાળકોને ‘નો મોબાઇલ ટચ’ સંકલ્પ

દાહોદના દાઉદી વહોરા સમાજે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે "નો મોબાઈલ ટચ" સંકલ્પ લીધો છે. આ પહેલ બાળકોના મોબાઈલ વ્યસનને રોકવા અને પરિવાર સાથે સમય પસાર કરવા ઉત્તેજન આપવા માટે છે. મહિલાઓ પણ ઘરમાંથી જ આ પહેલને સમર્થન આપી રહી છે. આ એક પ્રેરણાદાયક ઉદાહરણ છે જે અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

બાળકોને મોબાઇલથી દૂર રાખવા દાહોદમાં દાઉદી વહોરા સમાજની અનોખી પહેલ, 15 વર્ષથી નાના બાળકોને ‘નો મોબાઇલ ટચ’ સંકલ્પ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2024 | 4:14 PM

આજકાલ મા-બાપને સૌથી મોટી ચિંતા હોય તો એ બાળકોના મોબાઈલના વળગણની હોય છે. કેમકે ધીમે ધીમે બાળકો મા-બાપ, સમાજ અને રમતોથી દૂર જઈ રહ્યા છે. જોકે દાહોદના દાઉદી વહોરા સમાજે એક મઝાની પહેલ કરી છે જેમાં 15 વર્ષથી નાના તરૂણોને મોબાઇલથી દૂર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ એક અનોખી પહેલ છે જેને અત્યારે તમામ સમાજે અપનાવવાની જરૂર છે. કેમકે સમય એવો આવ્યો છે કે બાળક 2-3- વર્ષનું થાય ત્યારથી જ મા-બાપ મોબાઈલમાં કાર્ટૂન અને ગેમ બતાવતા થઈ ગયા છે. પણ એ કેટલું જોખમી છે એનો આપણને અંદાજ હોતો નથી.

દાહોદમાં દાઉદી વહોરા સમાજની અનોખી પહેલ

આ વાત ઓસ્ટ્રેલિયા જેવો દેશ પહેલા જ સમજી ગયો છે. એટલે જ જો તમને ખ્યાલ હોય તો ઓસ્ટ્રેલિયામાં હાલમાં જ 16 વર્ષથી નીચેની વયના બાળકો પર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગૂ કરી દેવામાં આવ્યો છે. હવે ભારત એમાંથી ક્ચારે પ્રેરણા મેળવશે એ તો ખબર નહીં પરંતુ ગુજરાતના દાહોદમાં દાઉદી વહોરા સમાજે આ પહેલ જરૂર કરી છે.

રાત્રે વિટામિન B12 વાળી વસ્તુ કેમ ન ખાવી જોઈએ?
દારૂ બનાવતી કંપનીએ કરી કમાલ, 3 મહિનામાં કર્યો આ ખેલ
ભારતનું આ શહેર કહેવાય છે મેડિકલ કેપિટલ, જાણો કારણ
વિમાનના ટાયરમાં કઈ હવા ભરવામાં આવે છે? વાત જાણીને ચોંકી જશો
જીભ જોઈને બિમારી કેવી રીતે જાણી શકાય ?
મુકેશ અંબાણીના Jio કે Airtel, કોની પાસે છે Daily 2GB ડેટાવાળો સસ્તો પ્લાન ?

15 વર્ષથી નાના બાળકોને ‘નો મોબાઇલ ટચ’ સંકલ્પ

દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ ડો.સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દ્વારા સમાજના લોકોને એક પહેલ રૂપે ઉપદેશ આપ્યો છે.. જેમાં સમાજના 15 વર્ષથી નાના બાળકોને ‘નો મોબાઇલ ટચ’ સંકલ્પ જાહેર કરાયો. જેને દાહોદ જિલ્લાના દાઉદી વહોરા સમાજના લોકોએ વધાવી લીધો છે. એટલું જ નહીં આ ઉદ્દેશ્યને સાકાર કરવાની શરૂઆત કરી દેવાઈ છે.

બાળકોને મોબાઈલથી દૂર રાખવાની શરૂઆત

દાહોદના દાઉદી વહોરા સમાજની મહિલાઓ દ્વારા પણ આ ઉદ્દેશ્યને સાકાર કરવા પોતાના ઘરથી જ પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં મહિલાઓએ મોબાઈલમાં ખૂંપેલા રહીને કે બાળકોને મોબાઈલ સોંપી દેવાને બદલે પોતે જ બાળકો સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યુ છે. એટલું જ નહીં શાળાના લેસનમાં પણ ઓનલાઈનનું બહાનું કાઢવાને બદલે હાર્ડકોપી કાઢીને તેના થકી પણ ભણી શકાય છે. તે વાત ડોક્ટર્સ પણ સમજાવી રહ્યા છે.

રાજકોટમાં દારૂના અડ્ડા પર જનતા રેડ, વડોદરામાં ફરિયાદને બુટલેગરે માર્યો
રાજકોટમાં દારૂના અડ્ડા પર જનતા રેડ, વડોદરામાં ફરિયાદને બુટલેગરે માર્યો
કોલેજના ક્લાસરૂમમાં પ્રોફેસર વિદ્યાર્થીના લગ્નનો વીડિયો થયો વાયરલ
કોલેજના ક્લાસરૂમમાં પ્રોફેસર વિદ્યાર્થીના લગ્નનો વીડિયો થયો વાયરલ
પ્રયાગરાજમાં ચાલી રહેલા આસ્થાના મહાકુંભમાં જોવા મળ્યો કળિયુગનો શ્રવણ
પ્રયાગરાજમાં ચાલી રહેલા આસ્થાના મહાકુંભમાં જોવા મળ્યો કળિયુગનો શ્રવણ
છેલ્લા 31 વર્ષથી હત્યાના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો, જાણો શું હતી ઘટના
છેલ્લા 31 વર્ષથી હત્યાના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો, જાણો શું હતી ઘટના
Surat : ડીંડોલી પોલસની 6 ટીમે ભેસ્તાન આવાસમાં કર્યું નાઈટ કોમ્બિંગ
Surat : ડીંડોલી પોલસની 6 ટીમે ભેસ્તાન આવાસમાં કર્યું નાઈટ કોમ્બિંગ
દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ચોરને ઝડપ્યો
દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ચોરને ઝડપ્યો
શિફ્ટ પૂરી થતા લોકો પાયલટ ટ્રેન જ્યાં હતી ત્યાં જ મુકીને જતો રહ્યો
શિફ્ટ પૂરી થતા લોકો પાયલટ ટ્રેન જ્યાં હતી ત્યાં જ મુકીને જતો રહ્યો
દેવભૂમિ દ્વારકા બાદ હવે ખંભાળિયામાં કરાશે ડિમોલિશન
દેવભૂમિ દ્વારકા બાદ હવે ખંભાળિયામાં કરાશે ડિમોલિશન
મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું થયુ મોત
મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું થયુ મોત
હાઈકોર્ટના નિર્દેશ બાદ અંબાજીમાં ડિમોલિશન શરૂ, જુઓ Video
હાઈકોર્ટના નિર્દેશ બાદ અંબાજીમાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">