દારૂ બનાવતી કંપનીએ કરી કમાલ

30 જાન્યુઆરી, 2025

દેશની સૌથી જૂની દારૂ ઉત્પાદક કંપનીઓમાંની એક, રેડિકો ખૈતાનના ત્રિમાસિક પરિણામો ઉત્તમ રહ્યા છે.

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં દારૂ ઉત્પાદન કંપની રેડિકો ખૈતાન લિમિટેડનો ચોખ્ખો નફો 27.05 ટકા વધ્યો છે.

આનો અર્થ એ થયો કે રેડિકો ખેતાનનો નફો ત્રણ મહિનામાં વધીને રૂપિયા 95.48 કરોડ થયો.

રેડિકો ખૈતાનના જણાવ્યા અનુસાર, સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂપિયા 75.15 કરોડ હતો.

સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં કંપનીની કાર્યકારી આવક 8 ટકા વધીને રૂપિયા 4,440.90 કરોડ થઈ.

ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રેડિકો ખેતાનની કાર્યકારી આવક રૂપિયા 4,111.23 કરોડ હતી.

રેડિકો ખૈતાન ઘણા બ્રાન્ડના દારૂનું ઉત્પાદન કરે છે. જેમાં સૌથી પ્રખ્યાત બ્રાન્ડ્સમાંની એક મેજિક મોમેન્ટ્સ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિત ફક્ત આપની જાણકારી માટે છે. રોકાણ કરવા પહેલા સલાહ લેવી જરૂરી.