પ્રયાગરાજમાં ચાલી રહેલા આસ્થાના મહાકુંભમાં જોવા મળ્યો કળિયુગનો શ્રવણ, 92 વર્ષની માતા માટે જાતે ગાડુ ખેંચી કુંભ જવા નીકળ્યો- Vidoe
મહાકુંભમાં કોઇ પોતાના માતા પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા આવી રહ્યું છે. તો કોઇ દાદા પોતાના પુત્ર અને પૌત્રી સ્નાન કરી સનામત ધર્મ કોને કહેવાય તેનું મહત્વ સમજાવી રહ્યાં છે. આ મહાકુંભ કંઇક અલગ જ જોવા મળી રહ્યો છે. આસ્થાના મહાકુંભમાં કળિયુગના શ્રવણના પણ થયા દર્શન, 92 વર્ષની માતાને ગાડામાં બેસાડી જાતે ગાડુ ખેંચી કુંભમાં જવા નીકળ્યા છે.
કુંભમેળામાં ઉમટેલું માનવ મહેરામણ આધ્યાત્મિક અનુભૂતિમાં અલૌકિક અહેસાસ કરી રહ્યું છે. ગમે તેમ કરીને કુંભમેળામાં જવા માટે લોકો ઉત્સુક છે. ત્યારે 92 વર્ષની માતાની ઇચ્છા પૂરી કરી રહ્યો છે તેનો દીકરો. પોતાની જાતે જ ગાડુ ખેંચીને માતાને તે પ્રયાગરાજ લઇ જઇ રહ્યો છે. કળિયુગી શ્રવણનો વીડીયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકો દીકરાની આ સેવાને બિરદાવી રહ્યાં છે. બીજી તરફ એક દીકરી પોતાના સ્વર્ગવાસી માતા પિતાના ફોટાને સ્નાન કરાવી રહી છે. ક્યાંક એવા કપૂત પણ જોવા મળ્યા જે માતા પિતાને કુંભમાં છોડીને જતા રહ્યાં. જ્યારે, નવી પેઢીમાં સંસ્કારનું સિંચન થાય, તે માટે એક દાદા પોતાના પૌત્રને કુંભમાં સ્નાન કરાવી રહ્યાં છે. એક ચાર વર્ષની દીકરી પણ ગંગામાં સ્નાન કરી રહી છે.
લોકો દીકરાની આ સેવાને બિરદાવી રહ્યાં છે. દીકરો ગાડુ ખેંચી રહ્યો છે અને માતાને કુંભમેળામાં લઇ જઇ રહ્યો છે. એ માતા પણ ધન્ય છે. જેને આવો સેવાભાવી દીકરો મળ્યો. 92 વર્ષની આ માતાની કુંભમેળામાં જવાની ઇચ્છા દીકરો આ રીતે પૂરી કરી રહ્યો છે. એક મુઝફફરનગરની યુવતી તેના માતા પિતાના ફોટા સાથે કુંભ આવી હતી. તેણે પહેલા ફોટાને સ્નાન કરાવ્યું અને ત્યારબાદ તેણીએ કુંભમાં સ્નાન કર્યું હતું.
માતા-પિતા પોતાના બાળકોને પોતાના જીવ કરતાં પણ વધુ પ્રેમ કરે છે અને તેમને ક્યારેય કોઈ વસ્તુની કમી રહેવા દેતા નથી. પરંતુ જ્યારે એ જ માતા-પિતા વૃદ્ધ થાય છે, ત્યારે તેઓ ઘણા બાળકો માટે બોજ બની જાય છે, જ્યારે ઘણા બાળકો નિઃસ્વાર્થપણે તેમના માતા-પિતાની સેવા પણ કરે છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા હશે જ્યાં બાળકો તેમના માતાપિતાને વૃદ્ધાવસ્થામાં દુઃખ સહન કરવા માટે છોડી દે છે. હાલમાં કુંભ મેળાનો એક આવો જ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો આ હૃદયદ્રાવક વીડિયો પ્રયાગરાજનો છે. વીડિયોમાં એક માણસ એક વૃદ્ધ દંપતીને મદદ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં, વૃદ્ધ માતા-પિતા છોકરાને કહી રહ્યા છે કે તેમના બાળકોએ તેમને આ રીતે કેવી રીતે ત્યજી દીધા છે. જે પછી છોકરાઓ તેમને મદદ કરે છે અને તેમને આશ્રમમાં લઈ જવાની વાત કરે છે. જોકે, આના પર દંપતી કહે છે કે અમને આજ રાત માટે અહીં રહેવા દો, અમે સવારે તમારી સાથે આશ્રમ આવીશું.
આ તરફ એક નાની દીકરી કુંભમાં સ્નાન કરી પોતે ધન્યતા અનુભવે છે. દીકરી તેના સગા સાથે કુંભ આવી છે અને શાહી સ્નાનનો આનંદ લઈ રહી છે. એક દાદા તેના પૌત્રને ગંગામાં ડુબકી લગાવડાવી રહ્યાં છે. આ જ છે ભારતીય સંસ્કૃતિ અને સંગમ તીર્થ પર આવા અનેક દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
મહાકુંભને લગતા તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો