યાત્રીકોની માગ અને વેકેશનને ધ્યાને રાખી પશ્ચિમ રેલવેએ આ ત્રણ સ્પેશ્યિલ ટ્રેનોનું શેડ્યુલ જુન સુધી લંબાવ્યુ- યાત્રીકોને થશે ફાયદો
યાત્રીઓની માગ અને વેકેશનને ધ્યાને રાખી પશ્ચિમ રેલવે દ્વારા આ ત્રણ જોડી સ્પેશ્યિલ ટ્રેનના ફેરા વિસ્તારીત કરવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેએ ગાંધીનગર કેપિટલ ભુજ સ્પેશ્યિલ, ભુજ- ગાંધીનગર કેપિટલ સ્પેશ્યિલ, બાન્દ્રા ટર્મિનસ ગાંધીધામ સાપ્તાહિત સ્પેશ્યિલ તેમજ ગાંધીધામ બાન્દ્રા સાપ્તાહિક સ્પેશ્યિલ અને બાન્દ્રા ટર્મિનસ ભાવનગર સાપ્તાહિક સ્પેશ્યિલ ટ્રેનને વધુ બે મહિના વિસ્તારીત કરી દેવાઈ છે.
હાલ ઉનાળાની ગરમીઓ શરૂ થઈ ગઈ છે અને થોડા દિવસોમાં જ મોટાભાગની શાળાઓમાં વેકેશન પડી જશે. ત્યારે આ વેકેશન દરમિયાન લોકો વધુ મુસાફરી કરતા હોય છે. સગા સંબંધીઓને મળવા માટે કે વતનથી દૂર રહેતા લોકો સંતાનોને વેકેશન પડતા જ વતનની વાટ પકડતા હોય છે. આ દરમિયાન ટ્રેનમાં લોકોને વધુ ભીડનો સામનો ન કરવો પડે તે હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક સ્પેશ્યિલ ટ્રેનની સમય મર્યાદા પુરી થતી હોવાથી તેમને વધુ બે મહિના માટે લંબાવવામાં આવી છે. તાજેતરમાં ઉતરાયણ અને હોળીના તહેવારને ધ્યાને રાખી કેટલીક સ્પેશ્યિલ ટ્રેન શરૂ કરાઈ હતી. જેની અવધિ 30 માર્ચ અને 31 માર્ચ સુધીમાં પુરી થતી હતી. જે હવે યાત્રીકોની માગને ધ્યાને રાખી જુન સુધી લંબાવવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા 3 જોડી સ્પે. ટ્રેનોના ફેરા વિસ્તારવામાં આવ્યા
- ટ્રેન નંબર 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ જેને પહેલાં 31 માર્ચ 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 30 જૂન 2024, સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.
- ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ જેને પહેલાં 31 માર્ચ 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 30 જૂન 2024, સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.
- ટ્રેન નંબર 09415 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ જેને પહેલાં 28 માર્ચ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 27 જૂન, 2024 સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.
- ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જેને પહેલાં 28 માર્ચ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 27 જૂન, 2024 સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.
- ટ્રેન નંબર 09207 બાન્દ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ જેને પહેલાં 29 માર્ચ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 28 જૂન, 2024 સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.
- ટ્રેન નંબર 09208 ભાવનગર-બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જેને પહેલાં 28 માર્ચ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 27 જૂન, 2024 સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.
- ટ્રેન નંબર 09455, 09456, 09415, 09416, 09207 અને 09208 ના વિસ્તારિત ફેરાનું બુકિંગ 28 માર્ચ, 2024 થી પીઆરએસ કાઉન્ટર અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે.
આ પણ વાંચો: ભાવનગર: ધોમધખતા તાપમાં ભાજપના ઉમેદવારોએ પ્રચારની ઘડી નવી રણનીતિ, આ સમયે મતદારો વચ્ચે જઈ માગશે મત- વીડિયો