Breaking News : અમદાવાદના નિકોલમાં મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી
આગ લાગવાની ઘટનાના પગલે ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
ઉનાળો શરુ થતાની સાથે જ આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં પણ એક પછી એક સ્થળે આગ લાગવાની ઘટના બની રહી છે. અમદાવાદના નિકોલમાં રાજહંસ સિનેમા બાજુમાં આવેલી મેક્ડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં આગ લાગી છે. આગ લાગવાની ઘટનાના પગલે ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચો- Surat : ચાલુ બાઈકે યુવકને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલમાં લઈ જવાતા સારવાર દરમિયાન થયુ મોત, જુઓ Video
15થી 20 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગી તે સમયે ઘણા લોકો રેસ્ટોરેન્ટમાં હાજર હતા. મળતી માહિતી પ્રમાણે મેકડોનાલ્ડસની કીચનની ચીમનીમાં આગ લાગી હતી. જે પછી આગનો ધુમાડો આસપાસ પ્રસરી ગયો હતો. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગને આગના બનાવ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જે પછી તાત્કાલિક ફાયર વિભાગ ચાર ગાડીઓ અને ટીમ સાથે સ્થળ પર પહોંચ્યુ હતુ અને આગ બુઝાવવાની કામગીરી શરુ કરી હતી.
ભારે જહમત બાદ આગ કાબુમાં લેવાઇ
આગ લાગવાની ઘટના બની તે સમયે રેસ્ટોરેન્ટમાં 15થી 20 લોકો ફસાયા હતા. ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને આ તમામ 15થી 20 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આગ લાગવાની ઘટનામાં રેસ્ટોરેન્ટમાં થોડુ નુકસાન થયુ છે, જો કે જાનહાની થઇ નથી. જે પછી ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. જેના પગલે લોકોએ રાહત શ્વાસ મેળવ્યો હતો.
વડોદરામાં પણ આગની ઘટના
બીજી તરફ આજે વડોદરાના સુભાનપુરામાં એક ખાનગી ટ્યુશન ક્લાસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુભાનપુરામાં એક કોમ્પલેક્સના ત્રીજા માળે આવેલા ટ્યુશન ક્લાસમાં આગ લાગી હતી. ACમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવે છે. જો કે આગ લાગતા ટ્યુશન કલાસમાં આવેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…