Breaking News : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તિરંગા યાત્રાનો કરાવ્યો પ્રારંભ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે. ત્યારે અમિત શાહની હાજરીમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે. અમદાવાદના ઘાટલોડિયાથી નીકળનારી તિરંગા યાત્રાને લઇ અનેરો થનગનાટ છવાયો છે. તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
Tiranga Yatra : દેશના આઝાદી પર્વની સંસદથી સડક સુધી ઉજવણી થવા જઇ રહી છે. સ્વાતંત્ર પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તમામ તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે. ત્યારે અમિત શાહની હાજરીમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે.
આ પણ વાંચો : Gujarat Live Updates: Ahmedabad: તિરંગા યાત્રામાં અમિત શાહે ભગતસિંહ, ખુદીરામ બોજ જેવા અનેક વીરોને કર્યા યાદ
અમદાવાદના ઘાટલોડિયાથી નીકળનારી તિરંગા યાત્રાને લઇ અનેરો થનગનાટ છવાયો છે. તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રાને મુખ્યપ્રધાન અમિત શાહે ફ્લેગ ઓફ કરાવ્યો છે. જે નિર્ણયનગર ત્રણ રસ્તા પર સમાપ્ત થશે. આઝાદી પર્વ પહેલાની આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા છે.
અસમ રેજિમેન્ટ ઓફ ઇન્ડિયન આર્મી, પ્લાટુન જવાનોપણ યાત્રામાં જોડાયા
મેરા મિટ્ટી મેરા દેશ અંતર્ગત અમદાવાદ આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી નિર્ણયનગર સુધી કરવામાં આવ્યું છે. જેનું તિરંગા યાત્રાનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ કરાવ્યું છે. ચાણકયપુરી બ્રિજ પાસે આવેલા ઓપન પાર્ટી પ્લોટમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ અને પહોંચ્યા છે.
તેમજ મ્યુનિસિપલ સ્કૂલના બાળકો, કોર્પોરેટરો સહિતના લોકો કાર્યક્રમમાં હાજર થયા છે. તિરંગા યાત્રામાં આશરે 30 હજારોની સંખ્યામાં નાગરિકો ચાણક્યપુરી બ્રિજ થી કે કે નગર રોડ થઈને ઉમિયા હોલથી નિર્ણયનગર ત્રણ રસ્તા સુધી જશે.તિરંગા યાત્રામાં દેશની 3 પાંખોના જવાનો પણ હાજર રહ્યા છે. અસમ રેજિમેન્ટ ઓફ ઇન્ડિયન આર્મી, પ્લાટુન જવાનોપણ યાત્રામાં જોડાયા છે. આ સાથે જ સ્થાનિક પોલીસ કર્મીઓ જોડાયા છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..