Fact Check : 16 જાન્યુઆરીએ ઠપ થશે સમગ્ર વિશ્વનું Internet, જાણો શું છે વાયરલ દાવાનું સત્ય ?
હાલમાં સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 16 જાન્યુઆરીએ ઇન્ટરનેટ બંધ રહેશે. આ થોડું વિચિત્ર લાગશે. ત્યારે આ દાવા પાછળની હકીકત શું છે તેના વિશે આ લેખમાં જાણીશું.
દુનિયામાં ઇન્ટરનેટનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે. હવે એવો સમય આવી ગયો છે કે મોટાભાગના લોકો પોતાનો મોટાભાગનો સમય ઇન્ટરનેટ પર વિતાવે છે. જો આપણે તેની જરૂરિયાતને સરળ શબ્દોમાં સમજીએ, તો તે આજના સમયમાં શ્વાસ લેવા જેટલું જ મહત્વપૂર્ણ બની ગયું છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 16 જાન્યુઆરીએ ઇન્ટરનેટ બંધ રહેશે. આ થોડું વિચિત્ર લાગશે. ત્યારે આ દાવા પાછળની હકીકત શું છે તે જાણી લઈએ.
સોશિયલ મીડિયા પર ઇન્ટરનેટ સંબંધિત ઘણા પ્રકારના વીડિયો સામે આવ્યા છે, જે મુજબ આવતીકાલે એટલે કે 16 જાન્યુઆરીએ ઇન્ટરનેટ સંપૂર્ણપણે ઠપ થઈ જશે. ખરેખર આ સંદર્ભમાં એક ટીવી શો સિમ્પ્સન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લોકો આ વાતને લઈને ચિંતિત છે કારણ કે આ શો તેની સચોટ આગાહીઓ માટે જાણીતો છે અને લોકોનો દાવો છે કે તેના એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે 16 જાન્યુઆરી, 2025ના રોજ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટ થવાનું છે.
વાયરલ દાવાનું શું છે સત્ય ?
આ વીડિયો વાયરલ થતાં જ તેનું રહસ્ય ખુલવા લાગ્યું છે, કારણ કે પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે 16 જાન્યુઆરી, 2025ના રોજ ટ્રમ્પના શપથ ગ્રહણના દિવસે વૈશ્વિક ઇન્ટરનેટ બંધ થઈ જશે. જ્યારે સત્ય એ છે કે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ 20 જાન્યુઆરી, 2025ના રોજ છે. જો કે, આ દાવાઓ વચ્ચે લોકો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું ખરેખર ઇન્ટરનેટ બંધ થશે ? એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે શાર્ક બ્રોડબેન્ડ કેબલને નુકસાન પહોંચાડવાને કારણે ઇન્ટરનેટ બંધ થઈ શકે છે.
પાકિસ્તાનના લોકો હાલમાં સૌથી વધુ ઈન્ટરનેટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સમુદ્ર નીચે બિછાવેલા ઇન્ટરનેટ કેબલને શાર્ક દ્વારા કાપી નાખવામાં આવ્યો છે. જેના કારણે લોકોને ઇન્ટરનેટ સર્ફિંગ કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્ટરનેટ કેબલ પર શાર્કના દાંતના નિશાન મળવાનો ઇતિહાસ ઘણો જૂનો છે. આ જ કારણ છે કે ગૂગલે તેના પાણીની અંદરના કેબલ્સને સુરક્ષિત રાખવા માટે કેવલર જેવી સામગ્રીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.