13 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજુલામાં ભાજપ નેતાને મારી નાખવાની ધમકી, ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 12:02 AM

Gujarat Live Updates : આજ 13 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

13 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજુલામાં ભાજપ નેતાને મારી નાખવાની ધમકી, ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

આજે 13 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Aug 2023 11:44 PM (IST)

    Gujarat Live Updates : આવતીકાલ સોમવારે ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ, શાળાઓ રહેશે બંધ

    ઉત્તરાખંડમાં હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજધાની દેહરાદૂન, પૌડી, ચંપાવત, ટિહરી, નૈનીતાલ, ઉધમ સિંહ નગર માટે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એ જ રીતે હરિદ્વારમાં ઓરેન્જ એલર્ટની સાથે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને દેહરાદૂનમાં ધોરણ 1 થી 12 સુધીની શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

  • 13 Aug 2023 10:39 PM (IST)

    Gujarat Live Updates : કડીમાંથી જુગારધામ પકડાતા, કડી એલસીબીના પીઆઈ-પીએસઆઈને લીવ રીઝર્વમાં મુકાયા

    મહેસાણાના કડીમાંથી સ્ટેટ મોનીટરીગ સેલે પકડેલા જુગારધામના છાંટા સ્થાનિક પોલીસ પર ઉડ્યા છે. જુગારધામ પકડાવાના પગલે, રેન્જ આઈજીએ, કડી એલસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર રોમા ધડુક અને પોલીસ સબ ઈન્સ્પેકટર એચ એલ જોશીને લીવ રીઝર્વમાં મુક્યા છે. એલસીબીના છ કોન્સ્ટેબલની ત્વરીત બદલી કરી દેવાઈ છે. સ્ટેટ મોનીટરીગ સેલે, કડી ખાતે ડેની જુગારધામ પર દરોડા પાડ્યા હતા. જેના પગલે, કડી પોલીસ સ્ટેશનના પી આઇ અને પી એસ આઇ ને સસ્પેન્ડ કરી દેવાયા છે.

  • 13 Aug 2023 09:44 PM (IST)

    Gujarat Live Updates : બોંબ હોવાનો બોગસ કોલ કરનારની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

    મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બોમ્બ હોવાના ખોટા ફોન કરનારની ધરપકડ કરી છે. પોલીસને બોંબ હોવાના ખોટા ફોન કરનારની મુંબઈ એરપોર્ટ નજીકથી ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 5 મહિનામાં આરોપીએ બોમ્બ હોવાના 79 હોક્સ કોલ કર્યા હતા. ક્રાઈમ બ્રાંચ સતત આરોપીની પૂછપરછ કરી રહી છે.

  • 13 Aug 2023 09:36 PM (IST)

    Gujarat Live Updates : દિલ્લીના અલગ અલગ વિસ્તારમાં બોંબ હોવાના પોલીસને મળ્યા કોલ, તપાસ બાદ પોલીસે કહ્યુ- તમામ કોલ બોગસ

    દિલ્હીમાં બોમ્બ હોવાના એક પછી એક કોલ મળતા પોલીસ સહીતની સુરક્ષા એજન્સીમાં દોડધામ મચી ગઈ છે. શ્રમ શક્તિ ભવનમાંથી બિનવારસી બેગ મળી આવવાનો કોલ મળ્યો હતો. લાલ કિલ્લામાં પણ બોમ્બ રાખવામાં આવ્યો હોવાનો કોલ મળ્યો હતો. કાશ્મીરી ગેટમાં બિનવારસી બેગનો કોલ મળ્યો છે તો, સરિતા વિહારમાં બોમ્બ મળી આવ્યાના કોલથી દિલ્હીમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરતા તમામ કોલ બોગસ હોવાનું સામે આવ્યું છે. શ્રમશક્તિ ભવનની બેગમાંથી પણ કંઈ મળ્યું નથી. કાશ્મીરી ગેટ અને લાલ કિલ્લામાંથી પણ બોગસ કોલ હતા. સરિતા વિહારમાંથી કંઈ મળ્યું નથી.

  • 13 Aug 2023 09:09 PM (IST)

    Gujarat Live Updates : ભારે વરસાદની આગાહીને પગલે, હિમાચલ પ્રદેશમાં આવતીકાલ સોમવારે શાળા અને કોલેજો બંધ રહેશે

    હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને, શિક્ષણ વિભાગે આવતીકાલ સોમવારે (14 ઓગસ્ટ) હિમાચલ પ્રદેશ રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે.

  • 13 Aug 2023 09:05 PM (IST)

    Gujarat Live Updates : મોડાસા નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ સામે 6 ગામનો વિરોધ

    મોડાસા નગરપાલિકા દ્વારા નક્કી કરાયેલ ડમ્પિંગ સાઈટ સામે 6 ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ગામ લોકોનો આરોપ છે કે, મોડાસા શહેરની ગંદકી, તેમના ગામમાં ઠાલવવાનો કારસો રચાઈ રહ્યો છે. પરંતુ ગામના લોકોએ ચિમકી ઉચ્ચારી છે કે, મોડાસા શહેરની ગંદકી તેમના ગામમાં કે ગામની આસપાસ ઠાલવવા નહીં દે.

  • 13 Aug 2023 08:08 PM (IST)

    Gujarat Live Updates : સોલા પોલીસે હથિયારો વેચતા 2 નિવૃત જવાનોને પકડી પાડ્યા

    અમદાવાદના સોલા પોલીસે હથિયારો વેચતા બે જવાનોને પકડીને હથિયારો વેચવાનું કૌંભાડ પકડી પાડ્યું છે. સોલા પોલીસે પકડેલા આરોપીમાં એક આરોપી જમ્મુનો નિવૃત્ત જવાન છે. જ્યારે બીજો આરોપી આસામ રાઇફલમાં હતો. પોલીસે પકડેલા બન્ને આરોપીઓ આસામમાં સાથે ફરજ બજાવતા હતા. બન્ને આરોપીઓ પાસેથી પોલીસે એક રિવોલ્વર, 12 કારતુસ અને ચાર ફોડેલા કારતુસ કબજે કર્યા છે.

  • 13 Aug 2023 07:52 PM (IST)

    Gujarat Live Updates : સ્મૃતિ ઈરાનીને, રાહુલ ગાંધીનો ફોબિયા છે : સીએમ ભૂપેશ બઘેલ

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર પ્રહાર કરતા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, સ્મૃતિ ઈરાનીની યાદશક્તિ બહુ સારી નથી. તેમણે છત્તીસગઢ સરકાર પર અદાણીને જમીન આપવાનો આરોપ લગાવ્યો છે. એક તરફ રાહુલ ગાંધી અદાણીનો વિરોધ કરે છે અને અમે શુ અદાણીને જમીન આપીશું ? સ્મૃતિ ઈરાનીને રાહુલ ગાંધી ફોબિયા છે.

  • 13 Aug 2023 06:52 PM (IST)

    Gujarat Live Updates : પાટણના મેલુસણ નજીક પોલીસ લખેલ કારે સર્જ્યો અકસ્માત, 5 લોકો ઇજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર

    પાટણના મેલુસણ નજીક કાર અને પિકઅપ જીપ વચ્ચે અકસ્માત થયો છે. કારમાંથી પોલીસ લખેલી પ્લેટ મળી આવી છે. અકસ્માતને કારણે પાંચ લોકોને ઈજા પહોચી છે. જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ડ્રિંક એન્ડ ડ્રાઇવના કારણે અકસ્માત સર્જાયો હોવાની સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે. પોલીસ લખેલ પ્લેટ જે ખાનગી કારમાંથી મળી છે તેમાંથી દારુની બોટલો પણ મળી આવી છે.

  • 13 Aug 2023 06:48 PM (IST)

    Gujarat Live Updates : સુરતના નવાગામ ડીંડોલીમાં ગાંજાની દુકાનમાં જનતા રેડ, રહીશોએ કરી તોડફોડ

    સુરતના નવાગામ ડીંડોલીમાં સ્થાનિકોએ પોલીસ પર આંખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ કરીને ગાંજાનુ વેચાણ કરતી દુકાનમાં જનતા રેડ કરી હતી. મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. ગેરકાયદે ગાંજાનુ વેચાણ કરતી દુકાનમાં સ્થાનિકોએ તોડફોડ કરી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, ડીંડોલી પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતા કોઈ કાર્યવાહી ન થતા જનતા રેડ કરવામાં આવી હતી. જો કે પોલીસે જણાવ્યું છે કે, પહેલા પોલીસ પહોચી હતી અને ત્યાર બાદ ઘટનાની જાણ થતા સ્થાનિકો ઉમટી પડ્યા હતા.

  • 13 Aug 2023 06:00 PM (IST)

    બનાસકાંઠામાં ફરી તીડ ત્રાટકવાની ભીતિ

    બનાસકાંઠામાં 3 વર્ષ પૂર્વે તીડે (locusts) હાહાકાર મચાવ્યો હતો અને ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન પહોંચાડ્યું હતું. ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના સરહદી રાજ્ય રાજસ્થાનમાં તીડ જોવા મળ્યા છે. રાજસ્થાનમાં તીડના જોખમની અસર ગુજરાતના જિલ્લામાં જોવા મળી શકે છે. જેને લઈને તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવ્યું છે.

    રાજસ્થાનનાં જેસલમેરમાં તીડ દેખાવાની ઘટના સામે આવી છે. ત્યારે બનાસકાંઠા પર તીડના સંકટને લઈને તીડ નિયંત્રણ વિભાગની ટીમે સરહદી વિસ્તારમાં સર્વે શરૂ કર્યો છે. લાખણી, વાવ, થરાદ, સુઈગામ સહિતના વિસ્તારોમાં તીડ નિયંત્રણ વિભાગની ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે.

  • 13 Aug 2023 05:51 PM (IST)

    જામનગર: CM કાર્યાલયના સરકારી ઓફિસરની ખોટી ઓળખ આપનારની ધરપકડનો કેસ

    • આરોપી સામે 3 ગુના અગાઉ પણ નોંધાઈ ચૂક્યા છે
    • આરોપી નિકુંજ પટેલની પૂછપરછમાં સામે આવ્યુ
    • 2017માં સરકારી વિભાગમા ભલામણ માટે પણ ફોન કર્યો હતો
    • સેક્ટર 17માં મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ફરીયાદ કરવામાં આવી હતી
    • 2022માં મહેસાણાના નંદસણા પોલીસ મથકે પીધેલી હાલતમાં બાઇક ચલાવવાનો કેસ નોંધાયો
    • 2018માં પાટણ જીલ્લામાં પૈસાની લેતીદેતીમાં મારમારી અને લૂંટનો ગુનો દાખલ થયો હતો
  • 13 Aug 2023 05:39 PM (IST)

    સુરત: પોલીસે આંખ આડા કાન કરતા રહિશોની જનતા રેડ

    • મોટા પ્રમાણમાં મળી આવ્યો ગાંજાનો જથ્થો
    • ગેરકાયદે વેચાતા ગાંજાની દુકાનમાં સ્થાનિકોએ કરી તોડફોડ
    • નવાગામ ડીંડોલી જમણા પાર્ક સોસાયટીના રહીશો કરી તોડફોડ
    • વિનોદ બિહારી અને લાલુ ચલાવી રહ્યા હતા ગાંજાનો વેપલો
    • સોસાયટીમાં રહેતા રહીશોએ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં વારંવાર કરી હતી રજૂઆત
    • વારંવાર રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા કરાઈ જનતા રેડ
  • 13 Aug 2023 05:35 PM (IST)

    જૂનાગઢ: આફ્રિકામાં ફસાયેલા યુવાનને જૂનાગઢ પોલીસે છોડાવ્યો

    • આફ્રિકામાં કોંગો શહેરમાં ગોંધી રાખ્યો હતો
    • રૂ.80 લાખની પરિવારે પાસે કરી હતી માંગણી
    • માંગરોળ પોલીસ, SOGએ છોડાવ્યો યુવાનને
    • વિદેશ દૂતાવાસની મદદથી મુક્ત કરાવ્યો યુવાનને
  • 13 Aug 2023 05:06 PM (IST)

    ભારતીય વાયુસેનાને મળ્યું વધુ એક ગેમચેન્જર હથિયાર

    હવે ભારત દૂરથી જ શત્રુ દેશમાં તબાહી મચાવી શકશે. અમેરિકા જેવી ડ્રોન ટેક્નોલોજી હવે ભારતમાં પણ ઉપલબ્ધ છે. ભારતીય વાયુસેનાને વધુ એક ગેમચેન્જર હથિયાર મળ્યું છે. ભારતે ઉત્તરીય ક્ષેત્રમાં ફોરવર્ડ એરબેઝ પર અદ્યતન હેરોન માર્ક-2 ડ્રોન તૈનાત કર્યા છે. આ ડ્રોન લાંબા અંતરની મિસાઈલથી દુશ્મન પર હુમલો કરવામાં સક્ષમ છે.

    ઉપરાંત એક જ ઉડાનમાં ચીન-પાકિસ્તાન બંને બોર્ડર પર પણ નજર રાખી શકાશે. હેરોન માર્ક-2 ડ્રોન ઈઝરાઇલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવે છે. આ ડ્રોન 35 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઊડી શકે છે અને 150 નોટની ઝડપે ઊડી શકે છે. આ સિવાય તેઓ એક સમયે 36 કલાક ઉડવામાં સક્ષમ છે. હેરોન માર્ક-2 ડ્રોનની તહેનાતી સાથે સેનાની તાકાતમાં વધારો થશે.

  • 13 Aug 2023 04:32 PM (IST)

    ભાજપ નેતાને મારી નાખવાની ધમકી, ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

    રાજુલામાં ભાજપ નેતા (BJP Leader) રવુ ખુમાણને મારી નાખવાની ધમકી મળ્યાની ઘટના સામે આવી છે. ભાજપ નેતાના પેટ્રોલ પંપ પર એક શખ્સે આવી બબાલ કરી હતી. આ અંગે રવુ ખુમાણ ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ આ શખ્સ ઉશ્કેરાયો હતો અને ફોન કરી ધમકી આપી હોવાનો ભાજપ નેતાએ દાવો કર્યો છે.

  • 13 Aug 2023 04:03 PM (IST)

    કચ્છ: જખૌ નજીકના ખિદરત ટાપુ પરથી ચરસના પેકેટ મળ્યા

    • BSFને પેટ્રોલીંગ દરમિયાન 10 પેકેટ મળ્યા
    • નિર્જન ટાપુ પર કોથળામાંથી મળ્યા બિનવારસી પેકેટ
    • આ વર્ષે 40 બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા
  • 13 Aug 2023 03:02 PM (IST)

    અમિત શાહે માણસાને કરોડોના વિકાસ કામોની ભેટ આપી

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બીજા દિવસે અમદાવાદમાં તિરંગા યાત્રા બાદ સંસદીય મતવિસ્તાર અને પોતાના વતન માણસા પહોંચ્યા હતા. માણસા થી ગાંધીનગરને જોડતા 80 કરોડના ખર્ચે તૈયાર થનાર ચાર માર્ગીય રોડ, માણસા નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટ ખાતર્મુહત અને સબરજીસ્ટ્રાર કચેરી સહિતના કામોની ભેટ આપવામાં આવી. માણસા માં માતૃશ્રી ની સ્મૃતિમાં ભુખ્યાને નિઃશુલ્ક ભોજન માટેના ભોજનાલયની શરૂઆત કરાવી પરિવારના સભ્યો અને  ભૂખ્યા સાથે ભોજન પણ લીધું.

  • 13 Aug 2023 02:06 PM (IST)

    ગાંધીનગર: અમિત શાહના માતાની સ્મૃતિમાં નિઃશુલ્ક ભોજનાલય

    • અમિત શાહે ભૂખ્યાઓ સાથે ભોજન કરી કરાવી શરૂઆત
    • માણસાના બહુચરાજી મંદિરમાં નિઃશુલ્ક ભોજનની શરૂઆત
    • નિઃશુલ્ક ભોજન અંગે અમિત શાહનું નિવેદન
    • હું ઈચ્છું છું કે દુનિયામાં કોઇ ભૂખ્યું ના સૂવે: અમિત શાહ
    • આખી દુનિયાનું તો હું ના કરી શકું પરંતુ મારા ગામ માણસામાં કોઇ ભૂખ્યું ના સૂવે એવો મેં પ્રયત્ન કર્યો છે
  • 13 Aug 2023 01:41 PM (IST)

    Gandhinagar: ગાંધીનગરના લેકાવાડા ખાતે NSGના પાંચમાં પ્રાદેશિક હબનો અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી શિલાન્યાસ

    દેશમાં બનતી કોઈપણ આતંકવાદી ઘટનાનો જવાબ આપવા માટે NSG- નેશનલ સિકયુરિટી ગાર્ડ 24 x 7 તૈયાર રહે છે. સમગ્ર દેશમાં NSG નાં કુલ ચાર પ્રાદેશિક હબ મુંબઈ, હૈદરાબાદ, કોલકત્તા તથા ચેન્નઈમાં હાલ કાર્યરત છે. NSGનું પાંચમું પ્રાદેશિક હબ ગાંધીનગરના લેકાવડા ખાતે તૈયાર કરવામાં આવશે. જેનું ભૂમિ પૂજન NSG ના DG એમ.એ. ગણપથીએ કર્યું. DG એમ.એ. ગણપથીએ ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ પ્રાદેશિક હબ હાલમાં અમદાવાદમાં સ્થિત છે અને જે આવનારા દિવસોમાં લેકાવાડા, ગાંધીનગર ખાતે ખસેડાશે.

  • 13 Aug 2023 01:02 PM (IST)

    ગુજરાતી ભાષા સાચવવી જરૂરી – અમિત શાહ

    • ગુજરાતી ભાષા સાચવવી જરૂરી – અમિત શાહ
    • અંગ્રેજીના વિરોધી નથી પણ ગુજરાતી ભાષાને સાચવવી જરૂરી – અમિત શાહ
    • અર્થવ્યવસ્થામાં ભારત 5માં નંબરે – અમિત શાહ
    • NSGએ અનેક આંતકીઓને મોતને ઘાટ ઉતાર્યા – અમિત શાહ
    • માણસા-બાલવા ફોર લેન રોડનું ખાતમૂહુર્ત – અમિત શાહ
    • માણસામાં NSGના નવા ભવનનું ખાતમુહૂર્ત – અમિત શાહ
    • માણસામાં એવા વિકાસકાર્યો થશે કે લોકો 100 વર્ષ બાદ પણ યાદ કરશે – અમિત શાહ
  • 13 Aug 2023 12:56 PM (IST)

    મહારાષ્ટ્ર: થાણેની છત્રપતિ શિવાજી હોસ્પિટલમાં મોટી બેદરકારી

    • છેલ્લા 24 કલાકમાં 18 લોકોના મોત થયા છે
    • હોસ્પિટલમાં પરિવારજનો અને દર્દીઓનો હોબાળો ચાલુ છે
    • હોસ્પિટલના ડીને 18 લોકોના મોતની પુષ્ટિ કરી છે
    • વિવિધ રોગોથી પીડાતા લોકો
    • થોડા દિવસો પહેલા એક જ રાતમાં વધુ 6 મોત થયા હતા
  • 13 Aug 2023 12:33 PM (IST)

    PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનું DP બદલ્યું

    Har Ghar Tiranga: ‘હર ઘર તિરંગા અભિયાન ચાલો આપણે આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીએ અને આ અનોખા અભિયાનને સમર્થન આપીએ જે આપણા પ્રિય દેશ અને આપણી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો સાથે તેમના ડીપીને ચેન્જ કર્યું છે. તિરંગા અભિયાન (Har Ghar Tiranga)માં દેશને પ્રેરણા આપતા પીએમએ પોતાની પ્રોફાઇલ પિક્ચર પર ત્રિરંગો લગાવ્યો છે. તેમણે X, Facebook અને Instagram પર પોતાનું DP ચેન્જ કર્યું છે.

  • 13 Aug 2023 12:31 PM (IST)

    અમદાવાદ: નિકોલમાં પીકઅપ વાન ચાલકે બેદરકાર રીતે ચલાવી અકસ્માત સર્જ્યો

    • પીકઅપ વાન કાબુ ગુમાવી દેતા રોડ પર અકસ્માત કર્યો
    • અકસ્માતના સીસીટીવી આવ્યા સામે
    • અકસ્માતમાં રોડ પર ઉભેલા બે વાહન ચાલકોનો આબાદ બચાવ થયો
    • પેડલ રીક્ષા ચાલક રવીના નામનો યુવક ઇજાગ્રસ્ત થયો
    • 100થી વધુની સ્પીડે પીકઅપ વાન ચલાવી અકસ્માત સર્જ્યો
    • અકસ્માત કરી પીકઅપ વાન ચાલક ફરાર થઈ ગયો
    • ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
  • 13 Aug 2023 12:19 PM (IST)

    મહારાષ્ટ્ર: છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં એક જ રાતમાં 17 દર્દીઓના મોત

    થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં એક જ રાતમાં 17 દર્દીઓના મોત થયા છે. ડૉક્ટરની અપૂરતી ક્ષમતા અને દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે એક જ રાતમાં 17 લોકોના જીવ ગયા.

  • 13 Aug 2023 11:52 AM (IST)

    સાબરકાંઠા: 6 પાસપોર્ટ ગુમ થયાની પોલીસને ખોટી ફરિયાદ આપતા કાર્યવાહી

    • હિંમતનગર શહેરમાં 6 પાસપોર્ટ ગુમ થયાની પોલીસને ખોટી ફરિયાદ આપતા કાર્યવાહી
    • પોલીસે એક જ પરિવારના 4 લોકો સામે પોલીસ સમક્ષ ખોટી માહિતી રજૂ કરતા ગુનો દાખલ કરાયો
    • અમેરિકા જવા માટે ગાંધીનગરના એજન્ટને 6 પાસપોર્ટ આપ્યા હતા છતા ગુમ થયાની ફરિયાદ કરી હતી
    • પોલીસ તપાસમાં પાસપોર્ટ એજન્ટને આપ્યાનું ખુલતા હિંમતનગર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો
    • આરોપી નરેશ પટેલ, કિંજલ પટેલ, નિતિન પટેલ અને ભુમી પટેલ સામે ફરિયાદ નોંધી
    • ખોટા દસ્તાવેજ, સોગંદનામા તૈયાર કરી પાસપોર્ટ ગુમ થયાની કરી હતી ફરિયાદ
  • 13 Aug 2023 11:30 AM (IST)

    બનાસકાંઠા: રાજસ્થાનના જેસલમેરના મોહનગઢમાં તીડના ધામા

    • જિલ્લા તીડ નિયંત્રણ વિભાગે સરહદી વિસ્તારમાં સર્વે શરૂ કર્યો
    • લાખણી, વાવ, થરાદ, સુઈગામ વિસ્તારોમા સર્વે કરશે
    • 3 વર્ષ અગાઉ તીડના ત્રાસથી વ્યાપક નુકશાન પહોચ્યું હતું
  • 13 Aug 2023 11:16 AM (IST)

    સુરત: પાંચ લૂંટારુએ બંદૂકની અણીએ બેંકમાંથી 13 લાખની લૂંટ ચલાવી હતી

    • વાંઝ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્ર લૂંટ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
    • લૂંટ કરનાર ગેંગને ગાંધીધામથી ઝડપી પાડી
    • લૂંટ કરી પાંડેસરા વિસ્તારમાં બાઈક મૂકી ફરાર થઈ બસમાં બેસી ગાંધીધામ પહોંચી ગયા હતા
    • પાંચ લૂંટારુએ બંદૂકની અણીએ બેંકમાંથી 13 લાખની લૂંટ ચલાવી હતી
  • 13 Aug 2023 11:14 AM (IST)

    કોંગ્રેસ નેતા પ્રિયંકા-કમલનાથ વિરુદ્ધ ભોપાલમાં પણ FIR દાખલ કરવામાં આવી છે

    ભોપાલમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. પીસીસી ચીફ કમલનાથ, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અરુણ યાદવ, જયરામ રમેશ, શોભા ઓઝા, જ્ઞાનેન્દ્ર અવસ્થી અને અન્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ભોપાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા FIR નોંધવામાં આવી છે.

  • 13 Aug 2023 10:52 AM (IST)

    તિરંગા યાત્રામાં CM ભુપેન્દ્ર પટેલ જોડાયા

    તિરંગા યાત્રામાં CM ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા જોડાયા

  • 13 Aug 2023 10:39 AM (IST)

    તિરંગા યાત્રામાં અમિત શાહે ભગતસિંહ, ખુદીરામ બોજ જેવા અનેક વીરોને કર્યા યાદ

    તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે આઝાદી માટે લાખો લોકોએ મોટો સંઘર્ષ કર્યો અને અનેક લોકોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે. આજે અમદાવાદમાં રાષ્ટ્રભક્તિનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. સાથે ગૃહપ્રધાને કહ્યું કે ભગતસિંહ, ખુદીરામ બોજ જેવા અનેક વીરોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે.

  • 13 Aug 2023 10:32 AM (IST)

    અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રા

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત અન્ય મંત્રી હાજર છે. તમને જણાવી દઈ કે તિરંગા યાત્રાનીનું પ્રસ્થાન શહેરના ઘાટલોડિયા વિસ્તારથી થશે અને સમાપન નિર્ણયનગર વિસ્તારમાં થશે.

  • 13 Aug 2023 10:03 AM (IST)

    મણિપુરમાં વિસ્ફોટક, હથિયારો અને દારૂગોળો જપ્ત

    રાજ્ય પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ ઈમ્ફાલ-પશ્ચિમ, ઈમ્ફાલ-પૂર્વ, થૌબલ, બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લાના સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને 12 હથિયારો, 06 દારૂગોળો અને 08 વિસ્ફોટકો જપ્ત કર્યા હતા.

  • 13 Aug 2023 09:24 AM (IST)

    દમણના બામણપૂજા ગામે નદીમાં ડૂબી જવાથી 3 યુવકના મોત, 2 કલાકની શોધખોળ બાદ મળ્યા મૃતદેહ

    Valsad : દમણના બામણપૂજા ગામે નદીમાં ડૂબી જવાથી 3 યુવકના મોત નીપજ્યા છે. નાની દમણ ખારીવાડના 3 યુવક નદીમાં નાહવા માટે ગયા હતા. પરંતુ ડૂબી જવાથી ત્રણેયના મોત થયા. 2 કલાકની શોધખોળ બાદ ત્રણેય યુવકના મૃતદેહ મળી આવતા ચકચારી મચી ગઈ છે.

  • 13 Aug 2023 08:59 AM (IST)

    હવાઈના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 80 લોકોના મોત

    અમેરિકામાં હવાઈના જંગલોમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 80 થઈ ગયો છે. પોલીસે જણાવ્યું છે કે આગ પછી તબાહીને કારણે મોટી સંખ્યામાં લોકો બેઘર થઈ ગયા છે.

  • 13 Aug 2023 08:25 AM (IST)

    રાજ્યમાં આજે ટાટની પરીક્ષા યોજાશે, 2958 ઉમેદવાર આપશે પરીક્ષા

    1. રાજ્યમાં આજે ટાટની પરીક્ષા યોજાશે.
    2. અમદાવાદના 16 કેન્દ્રો પર બપોરે 12થી 3 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે
    3. અંગ્રેજી અને હિન્દી માધ્યમ માટે 2958 ઉમેદવાર પરીક્ષા આપશે.
  • 13 Aug 2023 07:32 AM (IST)

    હિમાચલમાં ભૂસ્ખલન, ઉત્તરાખંડમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ

    શનિવારે ભારે વરસાદ બાદ હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. રાજ્યમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તે જ સમયે, હવામાન વિભાગે ઉત્તરાખંડમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

  • 13 Aug 2023 07:19 AM (IST)

    અમદાવાદના વેજલપુરમાં સબરજીસ્ટ્રાર 1.50 લાખની લાંચના કેસમાં મળી વધુ રકમ, ઘરે સર્ચ ઓપરેશન કરતા દારૂની 12 બોટલ

    Ahmedabad : રાજ્યમાં લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબી સપાટો બોલાવી રહી છે. અમદાવાદના વેજલપુરના સબ રજિસ્ટ્રાર દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા. વર્ગ ત્રણના સબ રજિસ્ટ્રાર તુલસીદાસ મારણકાએ દસ્તાવેજ મુદ્દે દોઢ લાખની રૂપિયાની લાંચની માગણી કરી હતી. ત્યારબાદ ACBના છટકામાં લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. બાદમાં આરોપીના ઘરે ACBએ સર્ચ ઓપરેશન કરતા 58 લાખની રોકડ અને 12 દારૂની બોટલ પણ મળી આવી હતી. આરોપીએ અગાઉ દસ્તાવેજના કામ માટે લાંચ લીધી છે કે નહીં તે અંગે ACBએ તપાસ હાથ ધરી છે. કેસમાં અન્ય કોઈ ઉપરી અધિકારીની સંડોવણી છે કે કેમ તે વિશે તપાસ થઈ રહી છે.

  • 13 Aug 2023 06:57 AM (IST)

    આજે ઘાટલોડિયાથી નિર્ણયનગર સુધી નીકળશે તિરંગા યાત્રા, CM ભૂપેન્દ્ર પટેલ કરાવશે ફ્લેગ ઓફ

    દેશના આઝાદી પર્વની સંસદથી સડક સુધી ઉજવણી થવા જઇ રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. ત્યારે શાહની હાજરીમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે. અમદાવાદના ઘાટલોડિયાથી નીકળનારી તિરંગા યાત્રાને લઇ અનેરો થનગનાટ છવાયો છે. સવારે 9 કલાકે નીકળનારી આ યાત્રાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ કરાવશે. જે નિર્ણયનગર ત્રણ રસ્તા પર સમાપ્ત થશે. આઝાદી પર્વ પહેલાની આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાશે.

  • 13 Aug 2023 06:34 AM (IST)

    અમદાવાદ: દધિચી બ્રિજ ઉપર બંધ પડેલ બસ પાછળ રીક્ષા ઘુસી, રોષે ભરાયેલ સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી

    1. અમદાવાદ: દધિચી બ્રિજ ઉપર બંધ પડેલ બસ પાછળ રીક્ષા ઘુસી
    2. રિક્ષા ચાલક ફસાતા સ્થાનિકોએ બહાર કાઢ્યો
    3. રોષે ભરાયેલ સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી
    4. રસ્તા વચ્ચે બંધ પડેલ બસથી સર્જાયો અકસ્માત
  • 13 Aug 2023 05:57 AM (IST)

    ગૃહપ્રધાન અમિત શાહનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, ગાંધીનગર જિલ્લામાં અનેક વિકાસકામોની આપશે ભેટ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. સરહદી વિસ્તારોમાં સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નાગરિકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે.

Published On - Aug 13,2023 5:55 AM

Follow Us:
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">