Amul હવે મરઘીઓને નાખશે દાણાં, મરઘા ઉછેર ‘ક્ષેત્ર’ માં મોટુ પરિવર્તન લાવવા ઝંપલાવ્યુ!
Amul શ્રેષ્ઠ ડેરી પ્રોડક્ટ અને દુધ ઉત્પાદન માટે પશુ આહારનુ ગુણવત્તા સભર ઉત્પાદન કરે છે અને જેને દેશભરમાં પશુપાલકોને પુરુ પાડે છે, હવે અમૂલ પોલ્ટ્રી ફાર્મ સેક્ટરમાં મોટુ પરિવર્તન લાવવા જઈ રહ્યુ છે.
Anand : અમૂલ હવે દૂધ જ નહીં પરંતુ પોલ્ટ્રી સેક્ટરમાં પોતાનો કારોબાર વિક્સાવશે અને આ શ્રેત્રમાં મોટુ પરિવર્તન લાવવા માટે પ્રયાસ કરશે. અમૂલે આ માટે ઉત્પાદન કરવાની શરુઆત કરી છે. જેને લઈ હવે આગામી દિવસોમાં પોલ્ટ્રી ફાર્મના (Poultry farm) વ્યવસાયીઓને મોટી રાહત મરઘાંઓના ખોરાક અને તેની તંદુરસ્તીને લઈને રહેશે. અમૂલ દ્વારા પોલ્ટ્રી ફીડ તૈયાર કરવામાં આવ્યુ છે, જેનુ મોટા પાયે ઉત્પાદન શરુ કર્યુ છે. મહારાષ્ટ્રમાં આ માટેનુ ઉત્પાદન શરુ કરી દેવામાં આવ્યુ છે. આગામી દિવસોમાં જેનુ ઉત્પાદન ગુજરાત માં પણ શરુ થશે.
પોલ્ટ્રી ફાર્મ ધરાવતા અનેક પશુપાલન કરતા વ્યવસાયીઓને માટે સારી ગુણવત્તા ધરાવતો આહાર પુરો પાડશે. જેને લઈ પોલ્ટ્રી ફાર્મ ધરાવતા વ્યવસાયીઓની આવકમાં વધારો થશે. ભારત ઈંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજુ સ્થાન ધરાવે છે અને હજુ પણ પોલ્ટ્રી ફાર્મ સેક્ટરનો વિકાસ થઈ રહ્યો છે. આમ આગામી દિવસોમાં પોલ્ટ્રી ફીડની જરુરીયાત અને મરઘા સ્વસ્થ રાખવાની ચિંતા રાખવી પડશે.
મરઘા સ્વસ્થ રહેશે
હાલમાં અમૂલ અને તેની સાથે સંકળાયેલી ડેરીઓ દ્વારા મોટા પ્રમાણમાં પશુઆહારનુ ઉત્પાદન કરવાં આવી રહ્યુ છે. જેને લઈ ગુજરાત અને દેશના પશુપાલકોને ગાયો અને ભેંસો સહિતના પાલતૂ દૂધાળા પશુઓને સારો અને ગુણવત્તાસભર આહાર મળી રહ્યો છે. હવે અમૂલ દ્વારા પશુઆહારમાં મરઘા ઉત્પાદનને લઈને ખાસ આહારનુ ઉત્પાદન કરવાની શરુઆત કરવામાં આવી છે. હાલમાં મરઘાઓ માટે આહારનુ ઉત્પાદન શરુ કરવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રમાં હાલમાં આ ઉત્પાદન શરુ કરવામાં આવ્યુ છે, જે દેશના અન્ય હિસ્સાઓ અને ગુજરાતમાં પણ શરુ કરવામાં આવનાર છે. હાલમાં મહારાષ્ટ્રમાં 40 ટન પોલ્ટ્રી ફીડ વેચાણ કરવામાં અમૂલ સફળ રહ્યુ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ અમૂલના મેનેજર ડિરેક્ટર અમિત વ્યાસે આ અંગે બતાવ્યુ હતુ. વ્યાસે કહ્યુ હતુ કે, છેલ્લા એક દશકમાં 7.5 ટકા પોલ્ટ્રી ફાર્મ સેક્ટરમાં વૃદ્ધી થઈ છે. હાલમાં આ ક્ષેત્રમાં સતત વધારો થઈ રહ્યો છે અને જેને લઈ ભારત વિશ્વમાં ઈંડાના મોટા ઉત્પાદક પૈકીનુ એક છે. પોલ્ટ્રી ફાર્મ ઉદ્યોગનુ ટર્ન ઓવર અઢી લાખ કરોડ રુપિયાથી પણ વધારે છે. આ સેક્ટરમાં રોજગારીનુ પ્રમાણમાં વધારે થઈ રહ્યુ છે.
એક વર્ષમાં 5 હજાર મેટ્રિક ટનનુ લક્ષ્ય
રિપોર્ટનુસાર એક વર્ષ દરમિયાન અમૂલ પોલ્ટ્રી ફીડમાં રોકેટ ગતિએ પોતાની પ્રોડક્ટનો વિકાસ કરશે. એક વર્ષના સમયમાં જ અમૂલ દ્વારા દેશમાં 5000 મેટ્રિક ટન પોલ્ટ્રી ફીડ ઉત્પાદન કરવાનુ લક્ષ્ય ધરાવે છે. આ માટેની શરુઆત થઈ ચુકી છે. ગુજરાત, પશ્વિમ બંગાળ, પંજાબ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યમાં મોટા પ્રમાણમાં અમૂલ પોલ્ટ્રી ફીડનુ વેચાણ શરુ કરશે. આમ આ રાજ્યમાં મરઘા ઉછેર કરતા વ્યવસાયીઓને સારુ અને ગુણવત્તા ધરાવતુ પોલ્ટ્રી ફીડ મળી રહેશે. એમ અમૂલના ચેરમેન વિપુલ પટેલે રિપોર્ટસ મુજબ વાતચિતમાં બતાવ્યુ હતુ.
રોગચાળાથી બચાવશે!
પોલ્ટ્રી ફીડથી મોટો ફાયદો એ થશે કે મરઘાના પાલનને વધુ સારુ બનાવી શકાશે. મરઘાઓનુ સ્વાસ્થ સારુ રહેવા સાથે રોગચાળાથી દૂર રહેશે. અત્યાર સુધી પોલ્ટ્રી ફીડ તરીકે માંસ, માછલી સહિતના આહારને પુરો પાડવામાં આવતો હતો. જેના દ્વારા મરઘાઓના સ્વાસ્થ્યને ખતરો રહેતો હતો અને પોલ્ટ્રી ફાર્મમાં મરઘાના મૃત્યુદરનુ પ્રમાણ વધારે રહેતુ હતુ. જેના પર હવે નિયંત્રણ આવવા સાથે સારા ઈંડાનુ ઉત્પાદન થશે. સાથે જ મરઘા સ્વસ્થ રહેવાને લઈ પોલ્ટ્રી ફાર્મમાં સારા ઈંડા ઉત્પાદનમાં વધારો થશે.
શેમાંથી તૈયાર કરાશે ફીડ?
અમૂલ દ્વારા સારી ગુણવત્તા ધરાવતુ પોલ્ટ્રી ફિડ તેમના વિશેષજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. અમૂલ હાલમાં પશુઆહારનુ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે. પોલ્ટ્રી ફીડ બાજરી, જવ, મકાઈ, મકાઈનુ ગ્લૂટન અને સોયાબીન દ્વારા તૈયાર કરવામાં આવશે. જેમાં 20 થી 23 ટકા પ્રોટીન હશે અને 3.5 થી 4 ટકા જેટલુ ફેટનુ પ્રમાણ હશે. આહારમાં જરુરી પોષક તત્વો પણ ઉપલબ્ધ હશે.