AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup: વન ડે વિશ્વ કપનુ શેડ્યુલ પાકિસ્તાનને લઈ મોડુ થઈ રહ્યુ છે, હજુ 2 મોટા ફેરફારની માંગ કરી

ODI World Cup Schedule: પાકિસ્તાને પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાને લઈ ફેરફારની માંગ કરી હતી. હવે વધુ 2 મોટા ફેરફાર અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની મેચને લઈ કરવાની માંગ કરી છે.

World Cup: વન ડે વિશ્વ કપનુ શેડ્યુલ પાકિસ્તાનને લઈ મોડુ થઈ રહ્યુ છે, હજુ 2 મોટા ફેરફારની માંગ કરી
PCB delaying World Cup 2023 Schedule
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 9:58 AM
Share

આગામી ઓક્ટોબર મહિનામાં ભારતમાં વનડે વિશ્વ કપ રમનારો છે. વનડે વિશ્વકપને લઈ BCCI દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જોકે આ પહેલા વિશ્વકપના શેડ્યૂલની રાહ જોવામાં આવી રહી છે. આ પહેલા જૂન મહિનાની શરુઆતે શેડ્યૂલ એલાન થવાની શક્યતાઓ જોવામાં આવી રહી હતી. પરંતુ શેડ્યૂલ હજુ જાહેર થઈ શક્યુ નથી અને દુનિયાભરના ક્રિકેટ ચાહકો જ નહીં ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ રાહ જોઈ રહ્યા છે. જોકે શેડ્યૂલ મોડુ થવા પાછળ જવાબદાર પાકિસ્તાન છે. PCB શેડ્યૂલને મોડુ કરવા માટે જવાબદાર હોવાને લઈ ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારી પણ ખફા છે.

ભારતના આંગણે વનડે વિશ્વકપ રમાનારો છે. આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ તૈયારીઓમાં લાગેલુ છે. IPL 2023 સમાપ્ત થવા સાથે ભારતીય ક્રિકેટ બોર્ડે તૈયારીઓને તેજ કરી દીધી હતી. પરંતુ પાકિસ્તાન વિશ્વકપ શેડ્યૂલમાં બે મોટા ફેરફાર કરવાની માંગ કરી રહ્યુ છે. જેને લઈ શેડ્યૂલનુ એલાન થવામાં મોડુ થઈ રહ્યુ છે. વધુ 2 ફેરફાર ચેન્નાઈ અને બેંગ્લુરુની મેચને લઈ પાકિસ્તાન કરી રહ્યુ છે.

અમદાવાદ બાદ હવે ચેન્નાઈમાં વાંધો

પાકિસ્તાનને પહેલો મોટો વાંધો અમદાવાદમાં રમવાને લઈ છે. અમદાવાદમાં આવેલ વિશ્વનુ સૌથી મોટુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાને લઈ પાકિસ્તાન ના ભણી રહ્યુ છે. પહેલા તો અમદાવાદમા રમવાને લઈ આનાકાની કર્યા બાદ હવે ચેન્નાઈમાં રમવાને લઈ પાકિસ્તાન વાંધો લઈ રહ્યુ છે. BCCI ના એક સીનિયર અધિકારીએ ઈનસાઈડ સ્પોર્ટ્સને આ અંગે વાત કરી હતી.

રિપોર્ટ્સ મુજબ અધિકારીએ કહ્યુ કે, “PCB ઈચ્છે તે કરી શકે છે. પરંતુ સાચી વાત એ જ છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ શેડ્યૂલ મોડુ થવા માટે જવાબદાર છે. પહેલા પાકિસ્તાન અમદાવાદમાં રમવા માટે તૈયાર નહોતુ, હવે ચેન્નાઈમાં રમવાને માટે તૈયાર નથી. તે હંમેશા અસુરક્ષીત રહે છે.” પહેલા ભારત સામે અમદાવાદમા રમવાને લઈ PCB એ વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ હવે પાકિસ્તાનને ચેન્નાઈમાં રમવાથી પણ વાંધો સામે આવ્યો છે.

ICC ના ડ્રાફ્ટ શેડ્યૂલ બાદ વાંધો

વિશ્વકપનુ ડ્રાફ્ટ શેડ્યૂલ ICC એ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોકલ્યુ હતુ, જેના પર PCB એ બે વાંધા રજૂ કર્યા હતા. જેમાં ફેરફાર કરવા માટે અનુરોધ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આઈસીસીને કરાવમાં આવ્યો છે. જેને લઈ હવે શેડ્યૂલ જારી થવામાં મોડુ થઈ રહ્યુ છે.

ચેન્નાઈમાં સ્પિનરોની અનુકૂળ પિચ ને લઈ અફઘાનિસ્તાન સામેની મેચને લઈ વાંધો પાકિસ્તાને રજૂ કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લુરુને બદલે ચેન્નાઈમાં મેચનુ આયોજન કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. બેંગ્લુરુમાં અફઘાનિસ્તાનની મેચ ગોઠવવાની માંગ કરી છે. આમ આ બે મોટા ફેરફાર લઈ અનુરોધ કરવામાં આવ્યો છે. જોકે BCCI એ આ અનુરોધ નકારી કાઢ્યો હતો. હવે આ મામલે ICC દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ  MS Dhoni: ધોની રાંચીના રસ્તાઓ પર વિન્ટેજ Mini Cooper ડ્રાઈવ કરતો જોવા મળ્યો, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">