Sanand ઇલેક્ટ્રોનિકની દુકાનમાં ચોરીના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો

સાણંદમાં ઇલેક્ટ્રોનિકની દુકાનમાં ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ઉકેલ્યો છે. જેમાં આરોપીએ મહિલાનો વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં આરોપી સીસીટીવી કેમેરામાં મહિલાનું ગાઉન પહેરી ચોરી કરતા મહિલા આરોપી દેખાઈ રહી છે.

Sanand ઇલેક્ટ્રોનિકની દુકાનમાં ચોરીના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો
Sanand Theft Accused
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Nov 05, 2022 | 8:00 PM

અમદાવાદ જિલ્લાના સાણંદમાં ઇલેક્ટ્રોનિકની દુકાનમાં ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ઉકેલ્યો છે. જેમાં આરોપીએ મહિલાનો વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં આરોપી સીસીટીવી કેમેરામાં મહિલાનું ગાઉન પહેરી ચોરી કરતા મહિલા આરોપી દેખાઈ રહી છે.જે ચોર મહિલા આરોપી નહિ પરંતુ પુરૂષ આરોપીએ મહિલાનો વેશ ધારણ કરી ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. આ ઘટના કઈક એવી છે કે દિવાળીના તહેવાર પહેલા સાણંદમાં બસ સ્ટેન્ડ પાસે ઇલેક્ટ્રોનિક દુકાનમાં એલ.ઇ.ડી.ટીવીની ચોરી બનાવ બન્યો હતો.જેમાં મહિલાના વેશમાં આરોપી કનુ ઠાકોર રાત્રીના સમયે દુકાન ઉપર રહેલી નાની જગ્યામાંથી દુકાનમાં પ્રવેશી દરરોજ એક-બે એલ.ઇ.ડી ટીવીની ચોરી કરતો હતો.

આમ ચાર-પાંચ દિવસ સુધી રોજ ટીવીની ચોરી કરી હતી.જોકે દુકાન માલિક પાસે વધારે ટીવી હોવાથી જાણ ન થઈ બાદમાં ખ્યાલ પડતા 11 ટીવીની ચોરી થઈ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધી અને પોલીસે સીસીટીવી આધારે તપાસ કરતા ચોરી કરનાર અને ચોરીના ટીવી વેચનારની સાણંદ પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ ગિરફતમાં રહેલ ટીવીની ચોરી કરનાર કનુ ઠાકોર અને ચોરીના ટીવી વેચનાર રાહુલ ઠાકોર તથા મહેશ ઠાકોરની ધરપકડ કરી ચોરી થયેલ તમામ ટીવી કબ્જે લીધા છે.પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે પોલીસના હાથે ન પકડાય જેના માટે આરોપી કનું ઠાકોર મહિલાના કપડાં પહેરી ચોરી કરતો હતો.જોકે આરોપીને પકડવા પોલીસએ સાંણદના બજારમાં પોલીસ ગ્રાહક બની સેકન્ડ હેન્ડ ટીવી લેવા નીકળ્યા હતા.જ્યાં પોલીસને મહેશ ઠાકોરએ ચોરીના ટીવી બતાવ્યા અને 6 જેટલા ટીવી મળી આવ્યા હતા.જેની બાદ તપાસ કરતા સામે આવ્યું કે આરોપી કનુ ઠાકોરે ચોરી કરેલા ટીવી રાહુલ ઠાકોરને આપ્યા હતા જે ટીવી રાહુલે મહેશ ઠાકોરને સસ્તાભાવે ટીવી વેચવા આપ્યા હતા.

દીપવીર માતાપિતા બનતા, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
દૂધમાં પલાળીને મખાના ખાવાથી જાણો શું થાય છે?
તમારા બાળકને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કરવાની સરળ ટિપ્સ
PNR Full Form : ટ્રેનની ટિકિટ પર લખેલા 'PNR' નો મતલબ શું છે?
Women's Health : મહિલાઓએ કયા ટેસ્ટ વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઈએ ?
આજનું રાશિફળ તારીખ 08-09-2024

ચોરીના ગુનામાં પકડાયેલ 3 આરોપી પૈકી મુખ્ય આરોપી કનું ઠાકોર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે..અગાઉ પણ ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે.સાથે જ રાહુલ ઠાકોર પ્રોહીબિશન ગુનામાં પકડાયો છે..હાલ ત્રણે આરોપી પકડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">