અમદાવાદના વધુ એક યુવાને આંતરરાષ્ટ્રીય રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો, બોક્સિંગમાં કઝાકિસ્તાનના ખેલાડીને આપી મ્હાત
યશે અગાઉ 75 પ્લસ અને 85 પ્લસ કેટેગરીમાં ભાગ લેતો હતો. તેમજ યશનું કોરોના કાળમાં વજન 115થી પણ વધુ થઈ ગયું હતું. આ સમયે કોચ અમનદીપે તેને ટેકનિકલ ટ્રેનિંગ (Technical training) આપતા પહેલા વજન ઘટાડવા પર ધ્યાન આપ્યું હતું.

અમદાવાદના યશ પડશલાએ દુબઈમાં યોજાયેલી ઓપન આંતરરાષ્ટ્રીય થાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. યશે થાઈ બોક્સિંગમાં આ બીજો આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યો હોવાની માહિતી છે. યશે આ મેડલ દુબઈમાં જીત્યો હતો. યશે ભારત તરફથી અંડર 19 કેટેગરીમાં 95 પ્લસ કિલોની કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં 14 થી વધુ દેશના ખેલાડીઓ વચ્ચે યશે ક્વોટર ફાઇનલમાં મૂરકકોના, સેમી ફાઇનલમાં યુએઈના અને ફાઇનલમાં કઝાકિસ્તાનના ખેલાડીને માત આપી આ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મેડલ જીતવા કર્યો અથાગ પરિશ્રમ
યશે અગાઉ 75 પ્લસ અને 85 પ્લસ કેટેગરીમાં ભાગ લેતો હતો. તેમજ યશનું કોરોના કાળમાં વજન 115થી પણ વધુ થઈ ગયું હતું. આ સમયે કોચ અમનદીપે તેને ટેકનિકલ ટ્રેનિંગ આપતા પહેલા વજન ઘટાડવા પર ધ્યાન આપ્યું હતું. જે પછી યશે 20 થી વધુ કિલો વજન ઘટાડ્યું અને ફરી તેને પોતાની રમત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આ મેડલ જીત્યો. જે મેડલ જીતવા માટે યશ ટ્રેનિંગ પાછળ રોજના છ કલાક સમય ફાળવતો હતો. જેમાં તે ફિટનેસ પર અને ટ્રેનિંગ પર ખાસ ધ્યાન આપતો હતો.
કઈ રીતે યશની કારકિર્દીની થઈ શરૂઆત ?
શાળામાં હતો ત્યારે તેનું વજન 115 કિલો હતું. જે સમય યશને 2016માં તેના શિક્ષકે શાળામાં માર્શલ આર્ટ્સમાં આગળ વધવા સલાહ આપી હતી. જેથી તે ત્રણ વખત સ્ટેટ અને બે વખત નેશનલ ટુર્નામેન્ટમાં રમ્યો છે. જેમાં ત્રણેય વખત સ્ટેટમાં ચેમ્પિયન બન્યો. જે પછી તેણે થાઈ બોક્સિંગ સાથે જોડાવાનો નિર્ણય કર્યો અને બાદમાં હૈદરાબાદમાં પ્રથમ વાર નેશનલમાં રમ્યો અને બ્રોન્ઝ મેડલ જીત્યો. તે પછી પ્રોફેસર નાઈટમાં ગોલ્ડ મેડલ જીત્યો.
એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને બ્રોન્ઝ જીતી લાવ્યો. બાદમાં એટલે કે હાલમાં દુબઈમાં ઇન્ટરનેશનલ થાઈ બોક્સિંગમાં ભાગ લઈને તેણે ગોલ્ડ મેડલ જીત્યો અને અમદાવાદ, ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું. હવે યશ આ રમત બાદ ડિસેમ્બરમાં ઉઝબેકિસ્તાનમાં એશિયન ચેમ્પિયનશિપ પર ફોકસ કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું.