મહિલાઓને મૂંઝવતી PCOS અને PCODનું ડાયગ્નોસિસ ખર્ચાળ હોર્મોનલ ટેસ્ટ વિના પણ થઈ શકશે, ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ કર્યુ સંશોધન

Ahmedabad: PCOS એ મલ્ટીપલ ડિસિસ છે. સામાન્ય રીતે ઓબેસિટી ધરાવતી મહિલાઓમાં વધુ પ્રમાણમાં PCOSની સમસ્યા હોય છે. હાઈપો થાઈરોઈડવાળી મહિલાઓમા PCOS અને PCODની સમસ્યા જોવા મળે છે. જો કે આજકાલ બદલાતા ખાનપાન અને બદલાયેલી જીવનશૈલી તેમજ વધુ પડતા તણાવગ્રસ્ત જીવનને કારણે મોટાભાગની મહિલાઓમાં PCOS અને PCOD જોવા મળે છે.

મહિલાઓને મૂંઝવતી PCOS અને PCODનું ડાયગ્નોસિસ ખર્ચાળ હોર્મોનલ ટેસ્ટ વિના પણ થઈ શકશે, ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ કર્યુ સંશોધન
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 17, 2023 | 6:07 PM

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના બાયોકેમેસ્ટ્રી વિભાગ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મહિલાઓમાં સામાન્ય રીતે ઈરેગ્યુલર મેન્સિસ(અનિયમિત માસિક) અને હોર્મોલન ઈમબેલેન્સ દર 10માંથી ત્રણ મહિલાઓમાં જોવા મળે છે. જો કે મહિલાઓને આ સમસ્યાને ગંભીરતાથી લેતી નથી તે પણ ચોંકાવનારી હકીકત સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીની બાયોકેમેસ્ટ્રૂી વિભાગની વિદ્યાર્થિનીએ કરેલા મહિલાઓના સ્ટુલ લઈ તેના પર સંશોધન કરતા સામે આવ્યુ કે પ્લાસ્ટિકની વસ્તુના કેમિકલ આહારમાં જવાને કારણે હોર્મોનલ ઈમબેલેન્સ સર્જાય છે અને PCODનું પ્રમાણ વધતુ હોવાનુ સામે આવ્યુ છે.

 સ્ટુલ એક્ઝામિન કરી PCOS અને PCOD ડાયગ્નોસિસ કરવા પર સંશોધન

આજની ફાસ્ટ લાઈફ, ઓબેસિટી અને હાઈપો થાઈરોઈડ ધરાવતી મોટાભાગની મહિલાઓમાં PCOD હોવાનુ સામે આવ્યુ છે. એક સંશોધન મુજબ 13 ટકા કરતા વધુ મહિલાઓમાં PCOD અને PCOS હોવાનુ સામે આવ્યુ છે. મહિલાઓને થતા આ રોગ જલ્દી સરળ અને સસ્તામાં ડિટેક્ટ થાય એ માટે ગુજરાત યુનિવર્સિટીના ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની બે વિદ્યાર્થિનીઓએ સંશોધન કર્યુ છે. જેના માટે 18 થી 40 વર્ષની મહિલાના સ્ટુલના સેમ્પલ લેવામાં આવ્યા. આ સેમ્પલ પર પ્રોસેસ કરી PCOS ડિટેક્ટ કરવાની નવી પ્રકિયાનું સંશોધન કરાયુ છે.

બાયોકેમેસ્ટ્રી વિભાગની વિદ્યાર્થિની દ્વારા PCOS અને PCOD ડાયગ્નોસ કરવા માટે  નવુ સંશોધન

સામાન્ય રીતે PCOD ડિટેક્ટ કરવા હાલ વિવિધ પ્રકારના તબીબી પરીક્ષણ કરાવવા પડતા હોય છે, જેમા બ્લડ રિપોર્ટ, હોર્મોન્સ, પ્રોફાઈલ, સોનોગ્રાફી વગેરેનો સમાવેશ થાય છે. જેનો ખર્ચ 5000 રૂપિયા આસપાસ થાય છે અને સામાન્ય ઘરની મહિલાઓ માટે આ ઘણા ખર્ચાળ પણ છે. આવી મહિલાઓને ધ્યાને રાખી ગુજરાત યુનિવર્સિટીની બાયોકેમેસ્ટ્રી વિભાગની વિદ્યાર્થિનીઓ દ્વારા મહિલાઓને આ પ્રકારના ટેસ્ટ તેમને પરવડે તેવી કિંમતમાં થઈ જાય તે માટે સ્ટુલ સેમ્પલ દ્વારા સંશોધન હાથ ધરાયુ છે. જેમા એક કિટ તૈયાર કરવામાં આવશે. જેના દ્વારા મહિલાઓમાં PCOS કે PCOD નામની બીમારીનું પરીક્ષણ 200 થી 300 રૂપિયાના નજીવા દરે અને 30 મિનિટના સમયગાળામાં થઈ શકશે.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

યુનિવર્સિટીના સ્કોલર વિદ્યાર્થિની જલ્પા પટેલ જણાવે છે કે મોટાભાગના રોગોનું મૂળ પેટની બીમારીને કારણે થતા હોય છે. તેમના સંશોધનમાં પણ PCOD સાથે પેટના કનેક્શન અંગે થિસિસ તૈયાર કરવામાં આવ્યુ છે. જેમા સ્ટૂલ થકી PCOD ડાયગ્નોસ કરવાની રીત ટેકનિક વિકસાવી છે. જે નોર્મલ ડાયગ્નોસિસ કરતા ઘણી સસ્તી છે. જલ્પા જણાવે છે કે હાલ અમે PCOS અને PCOD ડાયગ્નોસિસ પદ્ધતિ પર કામ કરી રહ્યા છીએ. તેમનો દાવો છે કે સ્ટૂલથી થતા ડાયગ્નોસિસ 95 ટકા ચોક્સાઈ સાથે ડિટેક્ટ થઈ રહ્યુ છે.

જુઓ વીડિયો

શું છે PCOS અને PCOD ?

PCOS (પોલિસિસ્ટીક ઓવરી સિન્ડ્રોમ) એ મેટાબોલિક ડિસઓર્ડર છે. મોટાભાગે ઓબેસિટીને કારણે થાય છે. હોર્મોનલ ઈમબેલેન્સ મુખ્ય લક્ષણ છે. જે સામાન્ય રીતે જેનેટિક સમસ્યા છે. જે વારસાગત પણ હોઈ શકે છે. એન્ડ્રોજન સ્ત્રાવ વધવાથી મેન્સિસ અનિયમિત થાય છે. શરીર અને ચહેરા પર વધુ પડતા વાળ આવવા લાગે છે. શરીરમાં વધુ પડતુ ઈન્સ્યુલિન પણ એન્ડ્રોજનનો સ્ત્રાવ વધારી દે છે જે ટાઈપ ટુ પ્રકારના ડાયાબિટિસ તરફ પણ દોરી જાય છે.

PCOD એ સ્ત્રીની ઓવરીની આસપાસ સિસ્ટ બનવા લાગે છે જેનાથી તેના એગ્સ છુટા પડતા નથી. આ અપરિપક્વ એગ્સને કારણે હોર્મોનલ ઈમબેલેન્સ સર્જાય છે અને ઈરેગ્યુલર મેન્સિસની સમસ્યા સર્જાય છે. ઓવરીની આસપાસ જાડી દિવાલ પ્રકારના સિસ્ટ બનવાને કારણે એન્ડ્રોજન હોર્મોન્સનું પ્રમાણ વધે છે જેના કારણે વાળ ખરવા, એકાએક વજન વધવુ, દાઢી પર અનિચ્છનિય વાળ આવવા, તણાવ રહેવો વારંવાર મૂડ સ્વીંગ્સ રહેવા જેવી સમસ્યાનો સ્ત્રીઓ સામનો કરે છે.

PCOD ના કારણે મહિલાઓમાં ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ઘટી જાય છે. માસિકની સમસ્યા જોવા મળે છે. ઉપરાંત ચિંતા તણાવ વગેરે પ્રકારની ફરિયાદ મહિલાઓમાં જોવા મળે છે. કેટલીક મહિલાઓમાં માસિકમાં અનિયમિતતા વજનમાં વધારો ઘટાડો તણાવ ગર્ભ ધારણ કર્યા પછી મિસ્કરેજ થઈ જવું, વાળ ખરવા , વાળ વધવા, ફેસ પર વાળ આવવા વગેરે જેવી શારીરિક લક્ષણો જોવા મળતા હોય છે, જે PCOD નિશાની બતાવે છે.

આ પણ વાંચો : Ahmedabad : હવે ગુજરાત યુનિવર્સિટીના સ્ટીકર વગરના વાહનોને નહી મળે કેમ્પસમાં પ્રવેશ, જાણો શું છે નવો નિયમ, જુઓ Video

હાલની હેક્ટિક જીવનશૈલીમાં જંક ફુડનું પ્રમાણ વધ્યુ છે. અનિયમિત અને અપૂરતી ઉંઘ, જેનેટિક સમસ્યા વગેરે કારણો PCOS અને PCOD માટે જવાબદાર છે. ખાસ કરીને વધુ પડતુ વજન ધરાવતી મહિલાઓમાં PCOSની સમસ્યા રહે છે અને તબીબો પણ વજન ઘડાડવાની સલાહ આપે છે. હાલ પ્લાસ્ટિક બોટલ સહિત અલગ અલગ કન્ટેનરમાં પ્રવાહી કે ખાદ્ય ખોરાક મળવો સામાન્ય બાબત છે. જો કે પ્લાસ્ટિકમાં રહેલ BPA નામનું કેમિકલ માત્ર મહિલાઓ જ નહીં પરંતુ કોઈપણ વ્યક્તિને નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">