Vadodara : ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળ્યા બાદ MS યુનિ.ના સત્તાધીશો એલર્ટ, યુનિવર્સિટીમાં ગાંજાના છોડ અંગે તપાસ હાથ ધરી, જુઓ Video
MS યુનિવર્સિટી પરિસરના જુદા જુદા કેમ્પસમાં ગાંજાના છોડ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે અહીં મજાની વાત તો એ જોવા મળી કે, યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડને ખબર જ નથી કે ગાંજાના છોડ કેવા હોય છે ?
Vadodara : રાજકોટ અને અમદાવાદની યુનિવર્સિટીમાંથી ગાંજો મળ્યા બાદ MS યુનિવર્સિટીના સત્તાધીશો પણ એલર્ટ થયા છે અને યુનિવર્સિટીમાં ગાંજાના છોડ રોપાયા છે કે કેમ તે અંગે તપાસ ચાલુ કરાઈ છે. યુનિવર્સિટી પરિસરના જુદા જુદા કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે અહીં મજાની વાત તો એ જોવા મળી કે, યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડને ખબર જ નથી કે ગાંજાના છોડ કેવા હોય છે ? સિક્યુરિટી ગાર્ડને ખબર નથી તો કેવી રીતે ગાંજાના છોડ શોધશે તે એક સવાલ છે.
ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યાની ઘટના સામે આવી હતી. જે બાદ તંત્ર એલર્ટ થયું હતું અને યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે વધુ એક ગાંજાના છોડ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી મળી આવવાની ઘટના સામે આવી હતી. તો અગાઉ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવ્યા હતા.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos