તોતિંગ ફી વસુલતી અમદાવાદ યુનિવર્સિટી સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો, ફી ઘટાડવા આપ્યુ અલ્ટીમેટમ- VIDEO

અમદાવાદ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી સામાન્ય કોર્સિસની લાખો રૂપિયામાં ફી વસુલવામાં આવી રહી છે. અમદાવાદ યુનિવર્સિટીની આ મનમાની સામે એક સપ્તાહમાં સતત બીજીવાર NSUI દ્વારા દેખાવો કરવામાં આવ્યા. યુનિવર્સિટીમાં NSUI ના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ કરતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 05, 2024 | 5:46 PM

ફી વધારાને લઈને અમદાવાદ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી મનમાની ફી વસુલતી અમદાવાદ યુનિવર્સિટી સામે આજે NSUIના કાર્યકર્તાઓએ ઉગ્ર દેખાવો યોજ્યા હતા. અગાઉ પણ NSUIએ દેખાવો યોજી ફી વધારાનો વિરોધ કર્યો હતો. અન્ય સરકારી કોલેજોની સરખામણીમાં અહીં સામાન્ય કોર્સમાં પણ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયામાં ફી વસુલવામાં આવે છે.

અમદાવાદ યુનિવર્સિટીનું એન્યુએલ ફી સ્ટ્રક્ચર

અમદાવાદ યુનિવર્સિટીના કોર્સિસ

 કુલ ફી

બેચલર ઓફ આર્ટ્સ (BA) 4.60 લાખ
બેચલર ઓફ સાયન્સ મેનેજમેન્ટ(BSM) 4.60 લાખ
બેચલર ઓફ કોમર્સ (B.com) 4.60 લાખ
બેચલર ઓફ સાયન્સ (BSC) 4.60 લાખ 4.60 લાખ
બેચલર ઓફ ટેકનોલોજી (BT) 3.50 લાખ
ડ્યુઅલ DIGIR પ્રોગ્રામ ઇન્ટીગ્રેટેડ આર્ટસ 4.60 લાખ

ફી ના ઘટાડતા અમદાવાદ યુનિવર્સિટી બહાર કર્યા દેખાવો

અમદાવાદ યુનિવર્સિટી દ્વારા સામાન્ય ગ્રેજ્યુએશન ફીલ્ડમાં પણ લાખો રૂપિયાની ફી વસુલવામાં આવે છે. જે સરકારી કોલેજોમાં આર્ટસ કોમર્સમાં FY. SY, TYની ફી 5 થી 6 હજાર રૂપિયા હોય છે એ જ કોર્સિસના અમદાવાદ યુનિવર્સિટી દ્વારા 4.5 લાખ થી પણ વધુ વસુલવામાં આવે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ ખાનગી યુનિવર્સિટીઓને અધધ ફી વસુલવાનો પરવાનો કોણે આપ્યો? હાલ NSUI દ્વારા સતત બીજીવાર આ જ મામલે યુનિવર્સિટી સામે દેખાવો કરવામાં આવ્યા. સામાન્ય પ્રવાહમાં માત્ર ગ્રેજ્યુએશનના અધધ 4.60 લાખ રૂપિયા યુનિવર્સિટી વસુલી રહી છે. ત્યારે NSUI દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને ફી ઘટાડાવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે.

ખાનગી યુનિવર્સિટીઓમાં પણ ફી રેગ્યુલેટરી કમિટી બનાવવા માંગ

NSUIએ યુનિવર્સિટીમાં ઉગ્ર દેખાવો કરતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી. હાલ NSUI દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને લૂંટવાનો કારસો બંધ કરે. NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકાર દ્વારા માત્ર સરકારી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવામાં આવી છે, જેથી સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ફી બાબતે અંકુશમાં રહે છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવામાં આવી નથી, તેથી ખાનગી યુનિવર્સિટી મનમાની રીતેફી વસૂલી રહી છે. ખાનગી યુનિવર્સિટી પર સરકારનો પણ અંકુશ નથી, જેના કારણે ખાનગી યુનિવર્સિટીઓ બેફામ બની છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

અમદાવાદ યુનિવર્સિટી NSUIના આરોપો ફગાવ્યા

આ તરફ અમદાવાદ યુનિવર્સિટીએ NSUIના આક્ષેપોનું ખંડન કર્યું છે. યુનિવર્સિટીના પીઆર ઓફિસરે જણાવ્યુ કે અમે વિશ્વસ્તરીય શિક્ષણ અને રિસર્સ માટે ઈન્ફ્રાસ્ટ્રીકચર આપીએ છીએ. અમે નફાના હેતુથી કામ નથી કરતા. અમને કોઈ ગ્રાન્ટ કે એડ મળતી નથી, અમારી સેલ્ફ ફાઈનાન્સ કોલેજ છે, આથી કોલેજના તમામ ખર્ચાઓને આવરી લઈને અમે ફી લઈએ છીએ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">