Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અર્ધનગ્ન કર્યો, વૃક્ષ સાથે બાંધ્યો, મહિલાઓની ઝૂંપડી પાસે ઊભા રહેલા માનસિક અસ્થિર યુવકને પટ્ટા વડે માર્યો

માનસિક અસ્થિર યુવકને વૃક્ષ સાથે બાંધી માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો જોકે આ બાદ ઘટનાનું સત્ય પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 

અર્ધનગ્ન કર્યો, વૃક્ષ સાથે બાંધ્યો, મહિલાઓની ઝૂંપડી પાસે ઊભા રહેલા માનસિક અસ્થિર યુવકને પટ્ટા વડે માર્યો
Follow Us:
| Updated on: Mar 27, 2025 | 5:44 PM

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં રાત્રીના સમયે માનસિક અસ્થિર યુવકને ઝાડ સાથે બાંધીને કેટલાક શખસો અને મહિલાઓ દ્વારા માર મારવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેની ચકચાર મચી છે.

ઘટનાનું વાસ્તવિક ચિત્ર શું હતું.. 

પ્રાપ્ત માહિતી અનુસાર, યુવક મહિલાઓની ઝૂંપડી નજીક ઊભો હતો, જેનાથી આસપાસના લોકોને શંકા ઉપજી હતી. આ શંકાના કારણે મહિલાઓ અને તેમના પરિજનોએ યુવકને ઝાડ પાસે લઈ જઈ કપડાં ઉતારી માર માર્યો.

સિક્યોરિટી સ્ટાફની નિષ્ક્રીયતા

ઘટના સમયે હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ પણ હાજર હતો, પરંતુ તેમણે યુવકને બચાવવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. પોલીસને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

પોલીસ તપાસમાં ખુલાસો

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવક માનસિક અસ્થિર છે. તેના માનસિક અસ્થિર થવાનું કારણ તેનાં જીવનમાં થયેલા દુઃખદ ઘટના છે—યુવકની દીકરીનું અવસાન થયાં બાદ તે માનસિક રીતે અસ્વસ્થ થયો હતો. યુવકની પત્ની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.

માર મારનાર શખ્સો દાહોદ પરત ગયા

યુવકને માર મારનારા લોકો સિવિલ હોસ્પિટલમાં શ્રમિક તરીકે કામ કરતા હતા અને ઘટના પછી તેઓ દાહોદ પરત ફરી ગયા હતા.

હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટનું નિવેદન

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, “આ વીડિયો હોસ્પિટલ કેમ્પસનો જ છે, પરંતુ મારપીટમાં હોસ્પિટલના કોઈ કર્મચારી સંડોાયેલો નથી. પોલીસને ઘટના અંગે તાત્કાલિક જાણ કરી દેવાઈ હતી અને યુવકને પોલીસની તહેવાળમાં સોંપવામાં આવ્યો હતો.”

કોઈ ફરિયાદ નોંધાઈ નથી !

શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી. ઝાલાએ જણાવ્યું કે, “યુવક માનસિક અસ્થિર હોવાથી તેને તેના પિતાને સોંપવામાં આવ્યો છે. યુવક કે માર મારનાર લોકોની તરફથી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.”

આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને યુવકની માનસિક સ્થિતિના સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સમાજ માટે સવાલ ઊભા કરે છે કે માનસિક અસ્થિર લોકોની સલામતી માટે વધુ જાગૃતતા જરૂરી છે.

g clip-path="url(#clip0_868_265)">