Ahmedabad : ભારત -ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન મેટ્રો ટ્રેન અને BRTS બસની સંખ્યા વધારાશે
બીઆરટીએસની બસ તેમજ મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી 9 તારીખે સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી બમણી કરવામાં આવશે.

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચની 4થી અને અંતિમ મેચનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે ત્યારે આ બોર્ડર -ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ 9મી માર્ચના રોજ અમદાવાદમાં રમાવાની છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે મેટ્રો ટ્રેન અને BRTSની બસ સેવાની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
સવારે તેમજ સાંજના સમયે વધારાશે બસની ફ્રીકવન્સી
બીઆરટીએસની બસ તેમજ મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી 9 તારીખે સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી બમણી કરવામાં આવશે. આમ કરવાની રજૂઆત સ્ટેડિયમના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી .
નોંધનીય છે કે બોર્ડર -ગાવસ્કર ટ્રોફી ટેસ્ટની ભારત -ઓસ્ટ્રેલિયા મેચ માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેઝ પણ ઉપસ્થિત રહેવાના છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ 8 માર્ચે ગુજરાત આવશે અને 9 માર્ચે પીએમ મોદી સાથે મેચ નિહાળશે.
ક્રિકેટ મેચ માટે ટિકિટના વેચાણની શરૂઆત
4 મેચની ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં 9થી 13 માર્ચ વચ્ચે રમાશે. તેના માટે તમે Bookmyshow પરથી ટિકિટ બુક કરી શકશો. Bookmyshow પર જઈ તમારે India vs Australia 4th test સર્ચ કરવું પડશે.
તમે 300, 350, 1000 અને 2500 રુપિયા સુધીની ટિકિટ બુક કરાવી શકશો. તેના માટે તમે ઓનલાઈન પૈસાની ચૂકવણી કરવી પડશે. થોડી ઘણી ટિકિટ તમે ઓફલાઈન સ્ટેડિયમ પરથી ખરીદી શકશો.
આ પણ વાંચો: અમદાવાદ ટેસ્ટ માટે ટિકિટ બુકિંગ શરુ, જાણો ક્યાંથી અને કેવી રીતે કરી શકશો બુકિંગ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાલ 2-1થી ભારતીય ક્રિકેટ ટીમ આગળ છે. ત્રીજી ટેસ્ટ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ચોથી ટેસ્ટ મેચ જીતીને સિરીઝ 2-2થી ડ્રો કરવા માટે ઉતરશે. અને ભારતીય ટીમ ચોથી ટેસ્ટ જીતીને 3-1થી સિરીઝ જીતવાનો પ્રયત્ન કરશે. ટૂંકમાં અમદાવાદની ટેસ્ટ મેચ સિરીઝની નિર્ણાયક મેચ બની જશે.