Navsari : નબળાં બાળકના જન્મના કારણે પરણિતાને સાસરિયાઓ ત્રાસ આપતા 181 અભયમ મદદે પહોંચી, તકરાર છોડી તબીબી સલાહ લેવા સહમત કરાયા
અભયમ ટીમ તમામ હકીકતથી વાકેફ થતા સાસરી પક્ષવાળાને સમજાવવામાં આવ્યું કે બાળક નાનું છે જેના ઉપર મતા પિતા બંનેનો સરખો હક છે.
નવસારી(Navsari) જિલ્લાના વાંસદા તાલુકામાં 6 માસના બાળકની માતાને તેના પતિ અને સાસરિયાઓ સાસરીવાળા ત્રાસ આપતા હતા. પરિણીતાને છ માસનું બાળક હતું છતાં માં અને બાળક બંનેની પ્રવાહ રાખવામાં આવતી ન હતી અને કોઈને કોઈ ભણે મહિલાને પરેશાન કરવામાં આવતી હતી. મહિલાનું બાળક થોડું નબળું હતું જે માટે મહિલાને કસૂરવાર માનવામાં આવતી હતી. મહિલા થોડા દિવસ પિયર જવાની ઈચ્છા વ્યક્ત કરતા સાસરિયાઓએ બાળક લઇ મહિલાને એકલી રવાના થઇ જવા કહી દીધું હતું. બાળક વગર માતા અને માતા વગર બાળકનું રહેવું અશક્ય સમાન હોવાથી આખરે પરિણીતાએ 181 અભયમ ટીમને મદદે બોલાવી હતી.
181 અભયમ હેલ્પલાઇન ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું હતું કે પરિણિતાનું છ માસનું થોડું નબળું બાળક હતું. બાળકનો વજનમા વધારો ન થતા પતિ તેમજ સાસરીપક્ષવાળા માતાને જવાબદાર ગણાવતા હતાં તેમજ બાળકના રડવાના કરણે પરણિતાને પરેશાન કરતા હતા. આ ત્રાસથી કંટાળી પરણિતા થોડા દિવસ માટે પિયરમા જવા માગતાં હતા જેથી ઘરેથી નિકળતા જ પરણિતા પાસેથી તેના સાસરીયાઓએ બાળક છીનવી લીધુ હતું. બાળકને માતાથી દુર રાખવામાં આવ્યું હતું પરિણીતા તેના બાળક પાસે જાય ત્યારે તેને બાળક નજીક પણ જવા દેતા ન હતાં.
અભયમ ટીમ તમામ હકીકતથી વાકેફ થતા સાસરી પક્ષવાળાને સમજાવવામાં આવ્યું કે બાળક નાનું છે જેના ઉપર મતા પિતા બંનેનો સરખો હક છે. અત્યારે બાળક ને માતાની જરુર વધારે હોય છે. પરિવારને બાળકને તેની માતાને સોંપી દેવા સમજાવ્યા સાથે બાળકના રડવાનું કારણ એની મા ના નહિ પરતું બાળક કોઇ તકલીફના કારણે પણ રડતું હોય જેથી બાળકની સારા ડોક્ટર પાસે તપાસ કરાવી સારવાર લેવા જણાવ્યું હતું. આ મામલે સાસરી પક્ષવાળાને તેમની ભુલ સમજાતા હવે ફરીવાર આવી ન ભૂલ ન થાય તેની ખાત્રી આપી હતી. વધુમાં પિડીત મહિલાને પણ સમજાવવામાં આવ્યું કે તે પતિ સાથે જ રહે અને બાળકની સારવાર બંને સાથે રહી કરવા જણાવ્યું હતું. પરણિતા થોડા દિવસો માટે પિયરમાં જવા માગતાં હતા અને થોડા સમય પછી પરત આવી જશે તેમ જણાવતા માતાને તેના બાળકને સોંપવામાં આવ્યો હતો. આમ 181 અભયમ ટીમની સમજાવટથી બાળકને માતાને સોંપીને સ્થળ પર સમાધાન કરાવ્યું હતું.