AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ચેરિટી હાટ ” આપનાર પણ દાનવીર , દાન લેનાર પણ મહાવીર”

"ચેરીરી હાટ" અમદાવાદ શહેરમાં આવેલ વસ્ત્રાપુર વિસ્તારમાં અંધજન મંડળ ખાતે આવેલ એક અનોખી દુકાન.

Manish Trivedi
| Edited By: | Updated on: Jun 04, 2022 | 5:44 PM
Share
તમે કંઈ ખરીદવા જાવ તો તમે દાતા કે દાનવીર કહેવાવ ? જવાબ છે "હા". અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમા આવેલ એક એવી દુકાન કે જ્યાંથી તમે કોઈ વસ્તુઓ ખરીદો છો તો તમે દાનવીર બની જાવ છો. સાથે સાથે આ જગ્યાએથી ખરીદેલી વસ્તુઓનું વેચાણ પણ કરી શકો.

1 / 8
"ચેરિટી  હાટ" અમદાવાદ શહેરમાં આવેલ વસ્ત્રાપુર વિસ્તારમાં અંધજન મંડળ ખાતે આવેલ એક અનોખી  દુકાન. ચેરિટી હાટ ની સ્થાપના 28 જાન્યુઆરી 1998માં થઈ . યુરોપિયન કન્ટ્રી માં આવેલ સાલ્વેશન આર્મી નામની સંસ્થા આની પ્રેરણાસ્ત્રોત રહી. આ સંસ્થા દ્વારા  દિવ્યાંગ બાળકો, ગરીબ વર્ગના લોકો, નિરાધાર, ભુખ્યા લોકો માટે આર્થિક સહાય, વિકાસ વગેરે માનવતાવાદી પ્રવૃતિ કરવામાં આવતી.

2 / 8
અંધજન મંડળ ખાતે ચેરિટી હાટની શરૂઆત સંસ્થાના જન. સે. ભુષણ પુનાનીએ કરાવી. હરિવદન દવે, ગુણવંત શાહ અને વિનોદભાઈ લેઉઆ જેવ કર્મનિષ્ઠ સેવકોએ આદુકાનનું સંચાલન કરીને સર્વોચ્ચ શિખરે પહોંચાડી.  એ.ડાયરેક્ટર નંદિનીબેન રાવલ, હરમીસ મોદી, ડે.ડાય. ભરતભાઈ જોષી, સંનિષ્ઠ કાર્યકર દિનેશભાઈ બહેલ વગેરે આ કાર્યને  સુંદર રીતે આગળ વઘારી રહ્યા છે.  ધીમે ધીમે લોકો તરફથી યોગ્ય અને સુંદર આવકાર મળવા લાગ્યો. હાટ માં જુની વસ્તુઓ દાનમાં મેળવવામાં આવતી જેનાથી સારી હાલતમાં હોય તેવી વસ્તુઓ ને સંસ્થામાં જ ઉપયોગમાં લેવામાં આવતી બાકીની બધી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.

3 / 8
શહેરમાં આવેલ પૈસાદાર અને મધ્યમ વર્ગના લોકો દ્વારા ઉપરાંત સોશિયલ ગ્રુપ દ્વારા સંસ્થાઓ દ્વારા અનેક વસ્તુઓનું દાન કરવામાં આવે છે. જેની ખરીદી નિમ્ન મધ્યમવર્ગના કે ગરીબ વર્ગના લોકો કરે છે. અહીં વેચવામાં આવતી વસ્તુઓ નું મૂલ્ય ખૂબ જ ઓછું રાખવામાં આવે છે.

4 / 8
સમગ્ર ગુજરાતમાં સંસ્થાના 16 અને રાજસ્થાનમાં 1 કેમ્પસ આવેલ છે. અહીં દાનમાં બાળકો ના રમકડા થી લઈને વાજિંત્રો, કપડા, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, સુંદર મઝાની મૂર્તિઓ, જેવી  અનેક ઘર ઉપયોગી વસ્તુઓ મળે છે. અહીં સૌથી વધારે 30થી 40 ટકા જેટલું ફર્નિચર દાન મળે છે.

5 / 8
અહીં દાન મળેલ વસ્તુઓની વેચાણ કિંમત 50 રૂપિયાથી લઈને આશરે 6 હજાર કે 7હજાર સુધીની હોય છે. 25 વર્ષના સમયગાળા દરમિયાન 2 થી 2.5 કરોડની જુની વસ્તુઓનું વેચાણ કરી રૂપિયા દાન તરીકે મેળવવામાં આવ્યા છે. દાનમાં મળેલા રૂપિયા નો ઉપયોગ સંસ્થામાં શિક્ષણ માટે અને આંખને લગતી બીમારીઓ અને તેના ઓપરેશન માટે વાપરવામાં આવે છે તદુપરાંત સંસ્થામાં જ કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

6 / 8
દાનની વસ્તુઓમાં ઘણીવાર સ્કુટી કે કાર્ગો વાહન પણ આવે છે. દાનમાં મળેલ વસ્તુઓને લઈ આવવા માટે ઉપેન્દ્ર અને પૂર્ણિમા શાહ તરફથી કાર્ગો વાહન પણ દાનમાં આપવામાં આવ્યા  છે. તેને "ચેરિટી રથ" કહેવામાં આવે છે. જેનો ઉપયોગ સંસ્થાઓ કે લોકો દ્વારા આપવામાં આવેલ ભારે વસ્તુઓ જેવીકે  ફર્નિચર, ટીવી, ફ્રીજ વગેરે લાવવા માટે થાય છે. દિવાળી જેવા તહેવારોના સમયે લોકો દ્વારા ઘર, ઓફીસ  કે દુકાનોમા રિનોવેશન કરવામાં આવે છે અને નવી વસ્તુ ખરીદવામાં આવે છે ત્યારે જૂની વસ્તુઓનું દાન અહીં કરવામાં આવે છે.

7 / 8
 દાનમાં મળેલ કપડા, ફર્નિચર, ગાદલા, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઓવન વગેરે વસ્તુઓનો  દર બે-ત્રણ મહિને સેલ રાખવામાં આવે છે. જેમાંથી 1થી1.50 લાખ સુધીની આવક ડોનેશન તરીકે મેળવવામાં આવે છે. આ બધી વસ્તુઓ  લોકો પોતાના ઉપયોગ માટે તો ખરીદે જ છે. સાથે સાથે ઘણા બધા લોકો અહીંથી ઓછા ભાવે ખરીદાયેલી વસ્તુઓનું વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ રીતે જોઈએ તો એક વખત દાનમાં અપાયેલ વસ્તુનું એકથી વધારે વખત અને અનેક સ્વરૂપમાં વળતર મળે છે. જે એક અનોખી અને અદ્વિતીય બાબત છે.

8 / 8
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો

અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે

ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું

ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ

PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ

ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">