T20 વર્લ્ડ કપ જીત પર ગદગદ થયુ આખું બોલિવુડ, બચ્ચન, સલમાન સહિત અનેક સ્ટાર્સે પાઠવી શુભકામના, જુઓ

ભારતીય ક્રિકેટ ટીમે 150 કરોડ દેશવાસીઓને ગૌરવ અપાવ્યું છે. દરેક લોકો આ અવસરની ઉજવણી કરી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ પણ આ જીતની ઉજવણી કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ભારતની જીત પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન સુધી બોલિવુડ સ્ટાર્સે ક્રિકેટરોને શુભકામના પાઠવી છે.

T20 વર્લ્ડ કપ જીત પર ગદગદ થયુ આખું બોલિવુડ, બચ્ચન, સલમાન સહિત અનેક સ્ટાર્સે પાઠવી શુભકામના, જુઓ
Bollywood stars congratulated team india
Follow Us:
| Updated on: Jun 30, 2024 | 11:39 AM

ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ 2024 જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવીને ટ્રોફી ફરી ભારતને નામ કરી છે. ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આ પહેલા ટીમે 2007માં ટ્રોફી ઉપાડી હતી. આવી સ્થિતિમાં આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. ભારતીય ક્રિકેટ ટીમે 150 કરોડ દેશવાસીઓને ગૌરવ અપાવ્યું છે. દરેક લોકો આ અવસરની ઉજવણી કરી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ પણ આ જીતની ઉજવણી કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ભારતની જીત પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન સુધી બોલિવુડ સ્ટાર્સે ક્રિકેટરોને શુભકામના પાઠવી છે.

અનિલ કપૂર

અનિલ કપૂરે ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન આપતી પોસ્ટ શેર કરી અને લખ્યું – ‘આ સમયે તમામ ભારતીયો સમાન લાગણી અનુભવી રહ્યા છે. ધ રિયલ ચેમ્પિયન.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને પણ ભારતની આ ઐતિહાસિક જીત પર ખુશી વ્યક્ત કરી હતી. પોસ્ટ શેર કરતી વખતે તેણે લખ્યું- ‘આંસુ વહી રહ્યાં છે…વર્લ્ડ ચેમ્પિયન્સ. જય ભારત માતા, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ.

સલમાન ખાન

ચેમ્પિયન્સ ટ્રોફીની તસવીર શેર કરતા સલમાન ખાને લખ્યું – ‘ટીમ ઈન્ડિયાને અભિનંદન!’

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચને પણ પોસ્ટ શેર કરીને આ શાનદાર જીત પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. લખ્યું કમોન ઈન્ડિયા

અજય દેવગણ

X પર ટીમ ઈન્ડિયાની જીત પર પોસ્ટ શેર કરતા અજય દેવગને લખ્યું, ‘ખુશીને શબ્દોમાં વર્ણવી શકાય નહીં! અભિનંદન ટીમ ઈન્ડિયા, તમે ઈતિહાસ રચ્યો છે. આ વિજય આપણા કાનમાં ગુંજી રહ્યો છે.

કાર્તિક આર્યન

ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને તેમની જીત પર અભિનંદન આપતા અભિનેતા કાર્તિક આર્યનએ લખ્યું છે – ‘ટીમ ઈન્ડિયા, જેણે આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. આજે વર્લ્ડ કપ નહીં, પણ હંમેશ માટે દિલ જીતી લીધું, ટીમ ઈન્ડિયા. મહા જીત.’

અર્જુન રામપાલ

ઉફફફફ. આખરે અમે ફાઇનલમાં જીતી ગયા. મારા માટે જસપ્રીત બુમરાહ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ ટુર્નામેન્ટ છે. સૂર્યકુમાર યાદવ, તે કેચ દબાણ હેઠળનો શ્રેષ્ઠ કેચ હતો. હાર્દિક પંડ્યા જબરદસ્ત પરફોર્મ . તેણે છેલ્લી ઓવરમાં ધીરજ જાળવી રાખી હતી. વિરાટ કોહલી આ ઇનિંગ્સ માટે શાનદાર લાગે છે . શાબ્બાશ. બધાને શુભેચ્છાઓ.’

g clip-path="url(#clip0_868_265)">