સામંથા રુથ પ્રભુના ઘરે લગ્નનો માહોલ, તસવીરો જોઈ ચોંકી ઉઠ્યા ફેન્સ, આખો પરિવાર પણ સાથે, જુઓ-Photo

સામંથા રૂથ પ્રભુએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો જોઈ લોકો ખરેખર ચોંકી ગયા છે પહેલા 2 ફોટા તો લાગે જાણે સામંથાએ લગ્ન કર્યા હોય તેમ પહેલી તસવીર જોઈને લાગી રહ્યું છે.

સામંથા રુથ પ્રભુના ઘરે લગ્નનો માહોલ, તસવીરો જોઈ ચોંકી ઉઠ્યા ફેન્સ, આખો પરિવાર પણ સાથે, જુઓ-Photo
Wedding scene at Samantha Ruth Prabhu house fans were shocked to see the pictures
Follow Us:
| Updated on: Sep 22, 2024 | 9:19 AM

સામંથા રૂથ પ્રભુએ સુંદર જાંબલી રંગના હાઈ સ્લિટ ગાઉનમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જે દરેકનું ધ્યાન ખેંચી રહી છે. આ દરમિયાન તેનો નવો લૂક પણ જોવા મળ્યો હતો જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ દરમિયાન, લગ્નની તસવીરો જોઈને કેટલાક લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને વિચારી રહ્યા છે કે શું સામંથા રુથ પ્રભુએ નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા લીધા પછી બીજી વાર લગ્ન કરી લીધા? આટલું જ નહીં, ફિલ્મ ‘પુષ્પા’ની ‘ઉ અંટાવા’ ગર્લ તરીકે હલચલ મચાવનાર સામંથાની પહેલી અને બીજી તસવીરે લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. અભિનેત્રી સમન્થાના આ વાયરલ ફોટા વિસ્કોન્સિનમાં લેવામાં આવ્યા હતા જ્યાં તે તેના પરિવાર સાથે ઉજવણી કરતી જોવા મળે છે.

સામંથા રૂથ પ્રભુએ લગ્નની તસવીરો શેર કરી

સામંથા રૂથ પ્રભુએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો જોઈ લોકો ખરેખર ચોંકી ગયા છે પહેલા 2 ફોટા તો લાગે જાણે સામંથાએ લગ્ન કર્યા હોય પણ પછી ખબર પડે છે કે અભિનેત્રી નહીં પણ તેના ભાઈ ડેવિડના લગ્ન થયા છે. અભિનેત્રીએ તેના ભાઈ ડેવિડના લગ્નમાં તેના પરિવાર સાથે હાજરી આપી હતી. પોસ્ટ શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું, ‘ફેમિલી’. અભિનેત્રી તેના પરિવાર સાથે કેટલીક સુંદર અને મનોરંજક પળો માણતી જોવા મળે છે. સામંથા રૂથ પ્રભુની લેટેસ્ટ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આટલું જ નહીં, તેના ફેન્સ પણ સામંથાના પર્પલ સિઝલિંગ લુકના વખાણ કરી રહ્યા છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

સમન્થા રૂથની પોસ્ટએ લોકોનું ધ્યાન ખેંચ્યું

ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને OTT પ્લેટફોર્મ સુધી પોતાના જોરદાર અભિનયથી દર્શકોના દિલ પર રાજ કરનાર સમન્થા રૂથ પહેલી તસવીરમાં લગ્નના ફૂલ પકડેલી જોવા મળે છે. બીજામાં અભિનેત્રીના ભાઈ અને ભાભીના લગ્નનું પોસ્ટર બતાવવામાં આવ્યું છે. બાકીની તસવીરોમાં, સમન્થા રૂથ તેના પરિવાર સાથે મસ્તી કરતી અને તેના ભાઈના લગ્નની ઉજવણી કરતી જોવા મળે છે.

સમન્થા રૂથનો OTT પર મચાવશે ધૂમ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સમંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં વરુણ ધવન સાથે એક્શન ડ્રામા સિરીઝ ‘સિટાડેલ હની બન્ની’માં જોવા મળશે. આ સિટાડેલની ભારતીય રિમેક છે. મૂળ સંસ્કરણમાં, પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">