સિંગર Shaanએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કર્યા, ટ્વીટ કરીને લખી આ વસ્તુ

બોલીવુડ સિંગર, કમ્પોઝર શાને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં શાને એક મહત્વપૂર્ણ સવાલ પણ પૂછ્યો છે. શાને ટ્વીટર પર લખ્યું, "સરકાર પેટ્રોલ પર જીએસટી કેમ નથી લાવતી?

  • tv9 webdesk40
  • Published On - 19:24 PM, 27 Feb 2021
સિંગર Shaanએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કર્યા, ટ્વીટ કરીને લખી આ વસ્તુ
Shaan (File Image)

બોલીવુડ સિંગર, કમ્પોઝર શાને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં શાને એક મહત્વપૂર્ણ સવાલ પણ પૂછ્યો છે. શાને ટ્વીટર પર લખ્યું, “સરકાર પેટ્રોલ પર જીએસટી કેમ નથી લાવતી? પેટ્રોલ પર આટલો મોટો ટેક્સ કેમ લાદવામાં આવી રહ્યો છે? તેનો યોગ્ય જવાબ છે. કૃપા કરીને કોઈ મને આ સમજવામાં મદદ કરે.” શાનનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યું છે. ટ્વીટ વાંચ્યા પછી લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી અને વિવિધ સૂચનો આપ્યા.

 

તમને જણાવી દઈએ કે સામાન્ય લોકો પર મોંઘવારીનો ભાર આ દિવસોમાં વધી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના તમામ મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સર્વાધિક ઉંચી કિંમતે પહોંચી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી લોકો નારાજ છે. પછી ભલે તે કોઈ સામાન્ય માણસ હોય કે બોલિવૂડ સેલેબ્રિટી, દરેકને ચિંતા છે કે ક્યારે અમને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી રાહત મળશે.

 

 

 

તમને જણાવી દઈએ કે મુંબઈમાં પેટ્રોલની હાલની કિંમત પ્રતિ લિટર 97.34 રૂપિયા છે, જ્યારે ડીઝલ 88.44 રૂપિયા પ્રતિ લિટર છે. ભૂતકાળમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર પ્રતિક્રિયા આપી હતી.

 

આ પણ વાંચો: ચીનને લઈને Rahul Gandhiનો મોદી સરકાર પર હુમલો, કહ્યું આ સરકારમાં દેપ્સાંગની જમીન પરત નહીં મળે