‘હીરામંડી’ના સ્ક્રીનિંગમાં સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી જોવા મળ્યા એકસાથે, ચાહકોએ કહ્યું- ‘ઈન્શાલ્લાહ’

ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી તેમના દરેક પ્રોજેક્ટને અત્યંત સમર્પણ સાથે તૈયાર કરે છે. ભલે ગમે તેટલો સમય લાગે. હવે સંજય લીલા ભણસાલી તેમની વર્ષોની મહેનતને દર્શકો સમક્ષ રજૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. દિગ્દર્શક તેની આગામી વેબ સિરીઝ હિરામંડીઃ ધ ડાયમંડ બઝાર માટે સમાચારમાં છે. આ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ પણ છે.

'હીરામંડી'ના સ્ક્રીનિંગમાં સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી જોવા મળ્યા એકસાથે, ચાહકોએ કહ્યું- 'ઈન્શાલ્લાહ'
Follow Us:
| Updated on: Apr 25, 2024 | 8:06 AM

જાણીતા પીઢ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મો માટે જાણીતા છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવાનું દરેક અભિનેતાનું સપનું હોય છે. દિગ્દર્શક હાલમાં તેની આગામી વેબ સિરીઝ ‘હીરામંડી’ને લઈને ચર્ચામાં છે. ગઈકાલે સાંજે ‘હીરામંડી’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. જ્યાં સલમાન ખાન પણ પહોંચ્યો હતો.

ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી તેમના દરેક પ્રોજેક્ટને અત્યંત સમર્પણ સાથે તૈયાર કરે છે. ભલે ગમે તેટલો સમય લાગે. હવે સંજય લીલા ભણસાલી તેમની વર્ષોની મહેનતને દર્શકો સમક્ષ રજૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. દિગ્દર્શક તેની આગામી વેબ સિરીઝ હિરામંડીઃ ધ ડાયમંડ બઝાર માટે સમાચારમાં છે. આ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ પણ છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

સંજય લીલા ભણસાલી OTT પર ડેબ્યૂ

જેમ જેમ ‘હીરામંડી’ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે, તેમ તેમ ચાહકોમાં ઉત્તેજના વધી રહી છે. સંજય લીલા ભણસાલી આ સીરિઝ સાથે ડાયરેક્શનમાં ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. ગઈકાલે સાંજે મુંબઈમાં ‘હીરામંડી’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. જ્યાં સિરીઝની સ્ટારકાસ્ટની સાથે મોટા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પરંતુ એક તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

‘હીરામંડી’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો સલમાન ખાન

આ તસવીર બીજા કોઈની નહીં પણ સલમાન ખાન અને સંજય લીલા ભણસાલીની છે. ‘હીરામંડી’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સલમાન ખાન પણ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, સલમાને સંજય લીલા ભણસાલી સાથે ક્લિક કરેલી તસવીર પણ મળી. આ દિગ્દર્શક અને અભિનેતાની જોડીને એકસાથે જોઈને બધાની જૂની યાદો તાજી થઈ ગઈ. વાસ્તવમાં, થોડા વર્ષો પહેલા સંજય લીલા ભણસાલી અને સલમાન ખાને ફરીથી સાથે કામ કરવાનો નિર્ણય લીધો હતો. દિગ્દર્શકે ઈન્શાઅલ્લાહ ફિલ્મની પણ ધામધૂમથી જાહેરાત કરી હતી.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

 બનતા પહેલા જ બંધ થઇ ગઇ હતી ‘ઇન્શાઅલ્લાહ’

આ ફિલ્મમાં સલમાન સાથે આલિયા ભટ્ટને કાસ્ટ કરવામાં આવી હતી. જો કે, થોડા દિવસો પછી બીજા સમાચાર આવ્યા કે ઇન્શાઅલ્લાહ હવે બની રહી નથી. જેની પાછળનું કારણ સામે આવ્યું હતું કે ફિલ્મની વાર્તાને લઈને સલમાન અને ભણસાલી એકબીજાની સાથે ન હતા. જેના કારણે આ ફિલ્મ બનતા પહેલા જ બંધ થઈ ગઈ હતી. હવે બંનેને આ રીતે એકસાથે જોઈને તમામ યુઝર્સ કોમેન્ટમાં ઈન્શાલ્લાહ-ઈંશાલ્લાહ લખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સ્ક્રિનિંગમાં સલમાન સિવાય આલિયા ભટ્ટ અને રેખા પણ જોવા મળી હતી.

g clip-path="url(#clip0_868_265)">