2.5 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલની ધરપકડનું વોરંટ જાહેર
છેતરપિંડીના કેસમાં રાંચી કોર્ટે બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ફિલ્મ નિર્માતા અજય કુમાર સિંહે અમિષા પટેલ વિરુદ્ધ 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. જેને લઈ કોર્ટે અમિષા પટેલ વિરુદ્ધ રાંચી કોર્ટમાં પહોંચ્યા છે. આ પણ વાંચોઃ એક દિવસમાં 3 ફિલ્મોએ 120 કરોડની કમાણી કરી તો મંદી ક્યાં છે: […]
![2.5 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલની ધરપકડનું વોરંટ જાહેર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2019/10/amisha-patel.jpg?w=1280)
છેતરપિંડીના કેસમાં રાંચી કોર્ટે બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ફિલ્મ નિર્માતા અજય કુમાર સિંહે અમિષા પટેલ વિરુદ્ધ 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. જેને લઈ કોર્ટે અમિષા પટેલ વિરુદ્ધ રાંચી કોર્ટમાં પહોંચ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પહેલા અમિષા પટેલને કોર્ટે સમન મોકલ્યું હતું. જેમાં આગામી સુનાવણીમાં હાજર રહેવા માટે આદેશ કર્યો હતો. નહીં તો ધરપકડ થઈ શકે છે. અજય કુમારે આક્ષેપ કર્યો કે અમિષા પટેલે પોતાની દેશી મેજિક માટે રૂપિયા ઉધાર લીધા હતા. અમિષાએ વિશ્વાસ માટે અજય કુમારને ત્રણ કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે બાઉન્સ થઈ ગયો છે. અજય કુમારે કહ્યું કે, તેણે અનેક વખત અમિષાને સંપર્ક કરવાની કોશિશ કરી હતી.
આ પહેલા પણ અમિષા પટેલ પર છેતરપિંડીનો આક્ષેપ લાગ્યો છે. આ પહેલા પણ 11 લાખ રૂપિયા લઈને અમિષાએ શો છોડી દીધો હતો. એક લગ્નમાં હાજર રહેવા અમિષાએ 11 લાખ રૂપિયા લીધા હતા. પરંતુ તે હાજર રહી નહોતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો