Gadar 2: ‘મેં નિકલા…’ ગીત પર સની દેઓલ અને અમીષા પટેલે કર્યો ડાન્સ, પ્રમોશન માટે પહોંચ્યા ગાઝિયાબાદ
Sunny Deol And Ameesha Patel Dance : સની દેઓલ અને અમીષા પટેલ 'ગદર 2'ના પ્રમોશન માટે ગાઝિયાબાદ પહોંચ્યા હતા. સ્ટેજ પર પહોંચતા જ લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. સની અને અમીષાએ ફિલ્મના ગીતો પર પરફોર્મન્સ આપ્યું, જેના પર લોકોએ ડાન્સ કર્યો.
![Gadar 2: 'મેં નિકલા...' ગીત પર સની દેઓલ અને અમીષા પટેલે કર્યો ડાન્સ, પ્રમોશન માટે પહોંચ્યા ગાઝિયાબાદ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/Sunny-Deol-and-Ameesha-Patel.jpg?w=1280)
હાલમાં સની દેઓલ અને (Ameesha Patel) અમીષા પટેલ ‘ગદર 2’ને લઈને જોરદાર પ્રચાર કરી રહ્યા છે. તે ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી રહી નથી. સની દેઓલ અને અમીષા પટેલ તેમના પાત્રના ગેટઅપમાં જ જોવા મળી રહ્યા છે. તેઓ રવિવારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ પહોંચ્યા હતા. મ્યુઝિકલ નાઈટ ઈવેન્ટ હતી. કલાકારો સાથે દિગ્દર્શક અનિલ શર્મા અને ગાયક ઉદિત નારાયણ પણ હાજર હતા.
આ પણ વાંચો : ગદર 2ના ટ્રેલર કરતાં પણ મજેદાર છે આ Video, સની દેઓલ અને અમીષા પટેલ ભાંગડા કરતા જોવા મળ્યા
ઉદિત નારાયણે સ્ટેજ પરથી ‘ગદર’ના ગીતો ગાયા અને સમગ્ર વાતાવરણને એક અલગ જ રંગમાં રંગી દીધું. કાર્યક્રમમાં ‘ગદર 2’ને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. પોતાના મનપસંદ કલાકારોને જોવા માટે યુવાનો જ નહીં પરંતુ વડીલો પણ પહોંચ્યા હતા.
ગીત પર હૂક સ્ટેપ્સ કર્યા
સની દેઓલે સી-ગ્રીન રંગનો કુર્તો, સફેદ પાયજામા અને સફેદ રંગની પાઘડી પહેરી છે. જ્યારે અમીષાએ પીળા કુર્તા સાથે નારંગી શરારા પહેર્યો હતો. બંને તારા સિંહ અને સકીનાના પાત્રમાં જોવા મળ્યા હતા. સ્ટેજ પર પહોંચતા જ અમીષા અને સનીએ ‘ગદર’ના ગીતો પર આગ લગાવી દીધી હતી. તેણે ‘મેં નિકલા ગડ્ડી લેકે’ ગીતના હૂક સ્ટેપ્સ કરીને પરફોર્મ કર્યું હતું.
પરફોર્મન્સ પર ઝૂમ્યા લોકો
ઝી સ્ટુડિયોએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. અમીષા અને સની ઉભા છે. સનીના હાથમાં માઈક છે અને તે કંઈક કહી રહ્યો છે. શેર કરાયેલા વીડિયોમાં ઉદિત નારાયણ ‘ઉડ જા કાલે કાવા’ ગીત ગાઈ રહ્યા છે. એક વીડિયોમાં સની અને અમીષા ‘મેં નિકલા ગડ્ડી લેકે’ પર ડાન્સ કરી રહ્યાં છે. વીડિયોમાં સામે લોકોની ભારે ભીડ જોઈ શકાય છે.
એક યુઝરે ટ્વિટર પર ઇવેન્ટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં બંને કલાકારો પરફોર્મન્સ આપી રહ્યા છે.
Crazy crowd.. Crazy ni8 with #SunnyDeol #AmeeshaPatel #Gadar2 #11august pic.twitter.com/JaMYmV1Jbz
— Somya dass (@DassSomya) August 6, 2023
(Credit Source : @DassSomya)
11 ઓગસ્ટે થશે રિલીઝ
જણાવી દઈએ કે, ‘ગદર’ આ વર્ષે 9 જૂનના રોજ રીલિઝ થઈ હતી. તેની સાથે ‘ગદર 2’નું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. અનિલ શર્માએ કહ્યું, ‘અમે એક એવી વાર્તાને પરત લાવવા માટે ઉત્સાહિત છીએ, જેમાં દેશભક્તિ, એક્શન, પિતા અને પુત્રનું બંધન છે. આ એક પ્રેમ કહાની છે જે સીમાઓને પાર કરે છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો