SSR Death Anniversary: સુશાંતસિંહ રાજપૂતની પ્રથમ પૂણ્યતિથિ પર જુઓ તેમની કોલેજ સાથે સંબંધિત 10 યાદ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં અવસાનને એક વર્ષ થઈ ગયું છે. ગયા વર્ષે આ દિવસે તેમનો મૃતદેહ તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. સુશાંતની પ્રથમ પુણ્યતિથિ પર તેમના ચાહકો અને મિત્રો તેમને યાદ કરી રહ્યા છે. તેમના જીવન વિશે www.ImmortalSushant.com નામની વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. આમાં સુશાંત વિશેની બધી વાતો જણાવામાં આવશે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ તેમના મૃત્યુના 6 દિવસ પહેલા જ તેમની સાથે સંબંધ તોડી નાખ્યા હતા. આ મામલે તપાસ હજુ ચાલુ છે. સુશાંતની પુણ્યતિથિ નિમિત્તે તેમને યાદ કરીને અમે તેમના કોલેજ જીવન સાથે સંકળાયેલા 10 ફોટા અને યાદો તમારી સાથે શેર કરી રહ્યા છીએ.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 14, 2021 | 4:19 PM
સુશાંતની આ ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે. સુશાંતે આ ફોટો શેર કરતી વખતે લખ્યું હતું. "#Collegedays #2006 એન્જિનિયરિંગ બાળકોને ટ્યુશન આપીને મારા પૈસાથી પ્રથમ બાઇક ખરીદી છે. અમુક વસ્તુઓ તમને ખુબ સારુ મહેસુસ કરાવે છે."

1 / 10
આ ફોટો સુશાંતના મિત્ર વરુણ કુમારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે કોલેજના સમયમાં સુશાંતનો રૂમમેટ હતો. બંને 2004 માં દિલ્હીમાં સાથે રહેતા હતા. બંનેને એક સાથે ઘણા બધા સપનાઓ જોયા હતા, જે પૂરા કરવા માટે સુશાંત મુંબઈ ચાલ્યા ગયા અને તેમનો મિત્ર અમેરિકા ચાલ્યો ગયો હતો. આ પછી, તે બંને એકબીજાને મળીને ફરીથી કોલેજ જીવન જીવવા માગતા હતા. તે યાદોને ફરી જીવંત કરવા માગે છે. પરંતુ 34 વર્ષની ઉંમરે સુશાંત દુનિયા છોડી ગયા. સુશાંતના મિત્રે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ ફોટો શેર કર્યો હતો.

2 / 10
વરુણે સુશાંત સાથે બીજો ફોટો શેર કર્યો હતો, જેમાં સુશાંતને ઓળખવું થોડું મુશ્કેલ છે. આ ફોટો પણ તેમના કોલેજના દિવસોનો છે.

3 / 10
આ ફોટો શેર કરતી વખતે વરુણે લખ્યું, "મારો એકમાત્ર મિત્ર, કદાચ અમે એક ઘેટાંના બચ્ચાને પકડ્યું છે."

4 / 10
આ ફોટો મનાલીનો છે. અહીં સુશાંત અને તેમના મિત્રો ઘણા સમય સુધી બેઠા હતા. આ ફોટો શેર કરતી વખતે તેના મિત્રએ લખ્યું હતું કે અહીં સુશાંત લાંબા સમય સુધી પાણીના ઉછળતાં ટીપાંને જોઈ રહ્યા હતા. મારો મિત્ર આ ટીપાંની જેમ જીવનમાં આગળ વધ્યા. તે જ્યાં પણ હશે હું તેમને જલ્દીથી શોધીશ. જો તે ક્યાંય નહીં હોય તો જલ્દીથી હું પણ પાણીમાં સામેલ થઈશ.

5 / 10
આ ફોટો શેર કરતી વખતે સુશાંતનાં મિત્રએ બધાનો આભાર માન્યો હતો, જે લોકોએ સુશાંતને ન્યાય મળે તે માટે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે વધુમાં લખ્યું છે કે સુશાંત તેમની જિંદગીમાં ઘણી ઉચાઈઓ પર હતો અને તે હંમેશા રહેશે.

6 / 10
સુશાંતની બીજી મિત્ર આરતી બત્રાએ પણ તેમની યાદમાં તેમના કોલેજના દિવસોનો ફોટો શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અભ્યાસમાં સારા હોવા ઉપરાંત, તે બીજી પ્રવૃત્તિમાં પણ ખૂબ સારા હતા. તે ઓલ રાઉન્ડર વ્યક્તિ હતા.

7 / 10
આરતી બત્રાએ સુશાંત સાથે ઘણી તસવીરો શેર કરી છે. તેણે જણાવ્યું હતું કે તે 11 માં ધોરણમાં સુશાંતને મળી હતી.

8 / 10
સુશાંતનો બીજો મિત્ર અતુલ મિશ્રા પણ તેમની સાથે પોતાનો ફોટો શેર કરતી વખતે ઘણી યાદોને શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તે સુશાંત સાથે સાયકલ પર રેસ લગાવ્યા કરતો હતો. બધા મિત્રો તેમના ઘરે એક સાથે ભણતા, જેમાં અતુલ અંગ્રેજી અને બાયોલોજી શીખવતો, જ્યારે સુશાંત ફિઝિક્સ ભણાવતા હતા. સુશાંતને માતા નહોતી, તેથી અતુલની માતા ખાસ કરીને સુશાંત માટે ખાવાનું બનાવતી હતી.

9 / 10
અતુલે તેના શાળાના દિવસોનો ફોટો શેર કરતી વખતે સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે કહ્યું હતું કે "મને કેટલીકવાર તમારા મિત્ર બનવાની શર્મ આવતી હતી. કેટલીકવાર તમારા કારણે મને ખૂબ ગર્વ થયો હતો. હું તમારા કારણે બિનજરૂરી રીતે શરમિંદા થયો હતો. આજે તમે નથી, હું તમને યાદ કરું છું. હું તમને પ્રેમ કરું છું. અને મને તમારા પર ગર્વ છે.

10 / 10

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">