રિચા ચઢ્ઢાએ ઉડાવી ભારતીય સેનાની મજાક! લોકો ગુસ્સે થયા, કહ્યું તેના મગજમાં શું ભર્યું છે

ભારતીય સેનાને લઈને રિચા ચઢ્ઢા (Richa Chadda)ના ટ્વિટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે છે. હેશટેગ #RichaChadha ટ્વિટર પર ટ્રેડ થઈ રહ્યું છે. લોકો કહે છે કે, ભારતીય સેનાનું અપમાન અમે બિલકુલ સહન નહીં કરીએ.

રિચા ચઢ્ઢાએ ઉડાવી ભારતીય સેનાની મજાક! લોકો ગુસ્સે થયા, કહ્યું તેના મગજમાં શું ભર્યું છે
રિચા ચઢ્ઢાએ ઉડાવી ભારતીય સેનાની મજાક!
Image Credit source: Instagram
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Nov 24, 2022 | 12:42 PM

બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ભારતીય સેનાને લઈને આવું ટ્વિટ કરીને હંગામો મચાવી દીધો છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પરત લેવા જેવા આદેશો પર અમલ કરવા માટે તૈયાર છે. આ જ નિવેદનને અભિનેત્રીએ ટાંકીને રીટ્વીટ કર્યું છે, ત્યારથી રિચા ચઢ્ઢા સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર છે. લોકો કહે છે કે ગલવાન સંઘર્ષમાં આપણા સૈનિકોએ દેશ માટે પોતાનો જીવ આપ્યો અને આ અભિનેત્રી ભારતીય સેનાની મજાક ઉડાવી રહી છે.

ભારતીય સેનાને લઈ રિચા ચઢ્ઢાનું અપમાનજનક ટ્વિટ

તમને જણાવી દઈએ કે 2020માં ભારત-ચીનના સૌનિકો વચ્ચે હિંસક અથડામણમાં 20 સૌનિકો શહિદો થયા હતા. તો ચીનના પણ સંખ્યાબંધ સૌનિકો મોતને ભેટ્યા હતા પરંતુ ભારતીય સેનાને લઈ રિચા ચઢ્ઢાનું અપમાનજનક ટ્વિટ બાદ લોકો ગુસ્સે થયા છે. ટ્વિટર પર હૈશટેગ #RichaChadha ટ્રેડ થઈ રહ્યું છે. લોકોનું કહેવું છે કે, ઈન્ડિયન આર્મીનું આપમાન ક્યારે પણ સહન કરવામાં આવશે નહિ. એક યુઝરે અભિનેત્રીને સવાલ કરતા કહ્યું કે પાકિસ્તાની અને ભારતીય પાકિસ્તાનીમાં શું તફાવત છે.

તો બીજા યુઝરે કહ્યું તમે ગલવાનના બહાદુરો પર તમારી અપમાનજનક ટિપ્પણી માટે પસ્તાવો કરશો. ફુકરે-3 આવતા મહિને જ રિલીઝ થવા જઈ રહી છે. અન્ય એક યુઝરે પોતાના મનની સરખામણી ગાયના છાણ સાથે કરી છે. તેવી જ રીતે, લોકો સતત તેમની પ્રતિક્રિયાઓ નોંધી રહ્યા છે.

‘રિચા ચઢ્ઢા પોતાની અપમાનજનક ટિપ્પણી માટે પસ્તાવો કરશે’

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati