T-Seriesની ઓફિસના ગણપતિના દર્શન કરવા પહોંચ્યા રોહિત શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સ, જુઓ તસ્વીરો
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla) અને ભૂષણ કુમારે (Bhushan Kumar) તેમની ટી-સિરીઝ (T-Series) ઓફિસમાં ગણેશ પૂજાનું આયોજન કર્યું છે, જ્યાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ અહીં દર્શન માટે પહોંચ્યા છે.

દેશભરમાં આ સમયે ગણેશ ચતુર્થીની ધૂમ ચાલી રહી છે. જ્યાં તમામ બોલિવૂડ સેલેબ્સ પણ તેમના ઘર અને ઓફિસમાં બાપાની પૂજા કરીને તેમને ખુશ કરવામાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla) અને ભૂષણ કુમારે (Bhushan Kumar) તેમની ટી-સિરીઝ (T-Series) ઓફિસમાં ગણેશ પૂજાનું આયોજન કર્યું. જ્યાં આજે ઘણા સ્ટાર્સ ટી-સિરીઝની ઓફિસ પહોંચ્યા અને તેઓએ બાપ્પાના દર્શન કર્યા.

રોહિત શેટ્ટી (Rohit Shetty) એ ટી-સિરીઝ (T-Series) ઓફિસમાં કરી ભૂષણ કુમાર (Bhushan Kumar) સાથે ખાસ મુલાકાત.

રોહિતે કર્યા ગણપતિ બાપ્પાના દર્શન.

તુલસી કુમારે (Tulsi Kumar) માંગ્યા ગણપતિ બાપ્પા પાસેથી આશીર્વાદ.

અનુરાધા પૌડવાલ (Anuradha Paudwal) નો ટી-સિરીઝ (T-Series) સાથેનો સંબંધ 20 વર્ષ જૂનો છે, જ્યાં આજે તે અહીં ગણેશજીના દર્શન કરવા પહોંચ્યા હતા.

પ્રખ્યાત ટીવી સ્ટાર પાર્થ સમથાન (Parth Samthaan) પણ અહીં દેખાયા હતા.