લાઈગર માટે બાહુબલીના માર્ગ પર! વિજય દેવરકોંડાની TV9 MD બરુણ દાસ સાથે Exclusive વાતચીત
વિજય દેવરકોંડા (Vijay Deverakonda) સ્ટારર ફિલ્મ લાઈગર ગઈકાલે એટલે કે ગુરુવારે થિયેટરોમાં ધમાલ મચાવી છે. આ વિજયની બોલિવૂડની ડેબ્યૂ ફિલ્મ છે, પરંતુ તે માત્ર બોલિવૂડ સુધી જ સીમિત રહેવા માંગતો નથી. વિજય દેવરકોંડા પોતાની એક્ટિંગથી સમગ્ર ભારતમાં છવાઈ જવા માંગે છે.
તેલુગુ ફિલ્મનો પ્રખ્યાત સ્ટાર વિજય દેવરકોંડા (Vijay Deverakonda) જે અર્જુન રેડ્ડીમાં તેની ભૂમિકાથી રાતોરાત ફેમસ થયો હતો, તેને તેની બોલિવૂડની પહેલી ફિલ્મ લાઈગર સાથે અહીં પણ એક વિશાળ ફેન ફોલોઇંગ મેળવ્યું છે. આજે તેમની ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ અને આ અવસર પર ફેમસ એક્ટરે TV 9 નેટવર્કના એમડી-સીઈઓ બરુણ દાસ (Barun Das) સાથે એક ખાસ અને એક્સક્લુસિવ ઈન્ટરવ્યુમાં ‘વિજય દેવરકોંડા’ના મેકિંગ, તેનું એક્ટિંગ કરિયર અને તેલુગુ સિનેમામાં સફળતા સાથે અન્ય ઘણા પાસાઓ વિશે વાત કરી.
લાઈગર એવા સમયે રિલીઝ થઈ જ્યારે અલ્લુ અર્જુનની પુષ્પા, ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીની બાહુબલી સિરીઝ અને તેની હાલની ફિલ્મ RRR (જેમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર હતા) અને વિજય દેવરકોંડાની અર્જુન રેડ્ડી જેવી દક્ષિણ ભારતીય ફિલ્મો દેશભરમાં બ્લોકબસ્ટર સાબિત થઈ છે. આ ફિલ્મોની સફળતાએ સાબિત કર્યું છે કે દક્ષિણ ભારતીય ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ઊભી કરવાની ક્ષમતા ધરાવે છે.
આ વિશે વાત કરતાં વિજયે કહ્યું, “આ નિશ્ચિત રૂપથી તેલુગુ સિનેમા માટે એક સારો સમય છે. બાહુબલી ફિલ્મે અમને સમજાવ્યું કે જો દેશ માટે સિનેમા બનાવવામાં આવે તો શું થઈ શકે છે. તેલુગુ સિનેમા ખરેખર સારું કામ કરી રહ્યું છે અને તે મારા માટે ગર્વની વાત છે. અમે લાઈગર માટે બાહુબલીના માર્ગ પર ચાલી રહ્યા છીએ.”
આ ફિલ્મમાં અનન્યા પાંડેની સાથે અભિનય કરનાર વિજય, રિલીઝ પહેલા ભારતના 17 શહેરોમાં ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હતો. ફિલ્મના દરેક પ્રમોશન ઈવેન્ટમાં સ્ટાર તેના ફેન્સની ભીડથી ઘેરાયેલો જોવા મળ્યો હતો. ફિલ્મ અને તેને મળી રહેલા પ્રેમ વિશે વાત કરતાં વિજયે કહ્યું કે, હું ખૂબ જ સન્માનિત અનુભવું છું.
આ ફિલ્મ માટે વિજયે છોડ્યા બધા પ્લાન
ફિલ્મે તેની રિલીઝ પહેલા જ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, ત્યારે વિજયે ખુલાસો કર્યો હતો કે તેને તે ત્યારે જ સમજાયું જ્યારે ફિલ્મ નિર્માતા પુરી જગન્નાથે આ સ્ક્રિપ્ટ સંભળાવી. વિજયે કહ્યું, “મને ખરેખર સ્ક્રિપ્ટ ગમી છે અને આ નવી ફિલ્મ કરવા માટે મેં પહેલા જે પણ પ્લાન બનાવ્યા હતા તેને બાજુ પર મૂકી દીધા. મને ખબર હતી કે હું ફિલ્મમાં મારા પાત્રને કેવી રીતે જોવા માંગુ છું. મેં મારા ટ્રેનરને ફોન કર્યો અને તેને મારા મનપસંદ બોક્સિંગ એથ્લેટનો રેફરન્સ આપ્યો.”
ફિલ્મ માટે બે વર્ષની સખત મહેનત
ફિલ્મની પહેલી ઝલકમાં વિજયનું ન્યૂડ પોસ્ટર સામે આવ્યું હતું, જેમાં એક્ટરે તેની બોડી બતાવી હતી, જેને બનાવવા માટે તેને લગભગ બે વર્ષ સુધી મહેનત કરી હતી. પરંતુ તેની ફિટનેસ જર્ની લોકડાઉનને કારણે સારી રીતે ચાલી હતી જેને વિજય “એ બ્લેસિંગ ઈન ડિસગાઈઝ” તરીકે કહે છે. જ્યારે તેને સંતોષ થયો કે તેનું શરીર ફિલ્મમાં જે રીતે દેખાવા માંગે છે તે રીતે તે બની ગયું છે, પછી પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું જે તરત જ વાયરલ થયું, પરંતુ તેના દેખાવની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી.
વિજયે કહ્યું કે તેને પહેલા નિર્માતાઓને એવા દ્રશ્યો શૂટ કરવા કહ્યું કે જ્યાં તેને તેના બોડી એક્સપોજ કરવાની જરૂરિયાત ન હતી, કારણ કે તે કપડા વગર તેની બોડીને ત્યાં સુધી જોવા માંગતો ન હતો કે તે પોતે માનતો ન હોય કે તે ફાઇટરની બોડી છે. દોઢ વર્ષની મહેનત બાદ આ એક્ટરે પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું છે.
કેવી રીતે મળ્યો વિજયને કરણ જોહરનો સાથ?
યુવાન વિજયને 18 વર્ષની ઉંમરે તેના પિતાની મદદથી ખબર પડી કે તેને ફિલ્મો માટે બન્યો છે. જ્યારે તે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક આઉટસાઈડર હતો, ત્યારે તે કરણ જોહરના મોટા બેનર ધર્મા પ્રોડક્શન દ્વારા બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવા માંગતો હતો. કરણ સાથે તે કેવી રીતે જોડાયો તે વિશે વાત કરતાં, વિજયે ખુલાસો કર્યો કે કરણે અર્જુન રેડ્ડીમાં પણ તેની એક્ટિંગને જોઈ હતી અને તેની પ્રશંસા કરી હતી અને ત્યારથી એક એક્ટર તરીકેની તેની સફર તેના પર નજર રાખી રહી છે.
નિર્માતા કરણ જોહરે તેને ખાતરી આપી કે જો તેઓ ભવિષ્યમાં ક્યારેય હિન્દી ફિલ્મોમાં રસ ધરાવતા હોય તો તેઓ તેમનો સંપર્ક કરી શકે છે. તેથી જ્યારે તેને લાઈગર માટે સ્ક્રિપ્ટ મળી ત્યારે તે તેની પાસે ગયો અને કહ્યું, “અમે આ ફિલ્મ આખા દેશ માટે બનાવવા માંગીએ છીએ. તેલુગુમાં કેવી રીતે હેન્ડલ કરવું તે અમે જાણીએ છીએ, પરંતુ હિન્દી માટે અમને તમારી મદદની જરૂર પડશે.” એક્ટરે ખુલાસો કર્યો કે તેની જેમ કરણ પણ સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી તરત જ ફિલ્મનો ભાગ બનવા માટે સંમત થયો.
મારું ફોક્સ બોલિવૂડ નહીં, ભારત છે…
હવે જ્યારે લાઈગર રિલીઝ થઈ ગઈ છે, બોલિવૂડમાં તેના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિજયે કહ્યું, “મારા માટે આ ફિલ્મો દ્વારા વાર્તા કહેવા જેવું છે. મારું ફોકસ બોલિવૂડ નહીં પરંતુ ભારત છે. તેથી જો મને દેશનો સાથ મળશે તો હું મારી ફિલ્મો દ્વારા આખા દેશને વાર્તા કહીશ.
33 વર્ષના વિજય દેવરાકોંડા એક સમાજ સેવક છે, એક કપડાંની બ્રાન્ડના માલિક અને એક સુપરસ્ટાર છે, જેમને હજી આગળ વધવાનું બાકી છે. ઈન્ટરવ્યુમાં તેને હોલીવુડથી લઈને પોતાની પર્સનલ લાઈફ અને લગ્ન સુધીના અનેક મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો.