AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger Ott Release : આ ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ ‘લાઈગર’, જાણો કેટલી જોવી પડશે રાહ

વિજય દેવરકોંડા સ્ટારર 'લાઈગર' (Liger) આખરે રિલીઝ થઈ ગઈ છે અને તેને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર પણ ઘણી કમાણી કરી છે. હવે આ ફિલ્મ વિશે લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે કે લાઈગરના ઓટીટી રાઈટ્સ વેચાઈ ગયા છે.

Liger Ott Release : આ ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ 'લાઈગર', જાણો કેટલી જોવી પડશે રાહ
Liger
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2022 | 3:21 PM
Share

Liger Ott Release: વિજય દેવરકોંડા (Vijay Deverakonda) સ્ટારર ‘લાઈગર’ (Liger) આખરે રિલીઝ થઈ ગઈ છે અને તેને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર પણ ઘણી કમાણી કરી છે. હવે આ ફિલ્મ વિશે લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે કે લાઈગરના ઓટીટી રાઈટ્સ વેચાઈ ગયા છે અને એ પણ નક્કી થઈ ગયું છે કે ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે. મીડિયા રિપોર્ટ મુજબ નિર્માતાઓએ પહેલા જ ડિજિટલ રિલીઝ માટે ઓટીટી ચેનલ સાથે પહેલેથી જ ડીલ કરી લીધી છે. રિલીઝ પહેલા જ પ્રોડ્યુસરે ડિજિટલ રાઇટ્સ નક્કી કરી લીધા હતા. રિપોર્ટસ્ મુજબ મેકર્સે લાઈગરના સ્ટ્રીમિંગ રાઈટ્સ માટે ઓટીટી પ્લેટફોર્મ સાથે ડીલ કરી લીધી છે. રિપોર્ટ મુજબ સ્ટ્રીમિંગ રાઈટ્સ Disney + Hotstar દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા છે. પરંતુ એવું કહેવાય છે કે આ માટે મોટી કિંમત મળી છે, ચોક્કસ રકમ જાહેર કરવામાં આવી નથી.

હાલમાં તેની રિલીઝ ડેટ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલની પ્રોડ્યુસર્સ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લીધો છે કે ઓટીટી રીલીઝને થિયેટર રિલીઝ પછી 10 અઠવાડિયા સુધી આગળ વધારી દેવામાં આવી છે.

જોરદાર થયું છે ફિલ્મનું પ્રમોશન

તમને જણાવી દઈએ કે ફિલ્મનું લાઈગર જોરદાર પ્રમોશન કરવામાં આવ્યું હતું. ફિલ્મની બંને સ્ટારકાસ્ટે 17 શહેરોમાં ફરીને લાઈગરના માટે પ્રચાર કર્યો હતો. ફિલ્મના પ્રમોશન માટે દિલ્હી આવેલા વિજય દેવરકોંડાએ કહ્યું હતું કે તેમને દિલ્હીમાં ફેન્સનો જબરદસ્ત પ્રેમ જોવા મળ્યો. દિલ્હી પ્રમોશન માટે આવવું તેના માટે યાદગાર પળ બની ગઈ છે. આ મોમેન્ટ તે ક્યારેય ભૂલી શકે તેમ નથી.

ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ લાઈગરથી વિજય દેવરકોંડા પોતાની બોલિવૂડ સફરની શરૂઆત કરી રહ્યો છે. તો અનન્યા પાંડે આ ફિલ્મ દ્વારા તેલુગુ સિનેમામાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડા બોક્સરની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં રામ્યા કૃષ્ણન તેની માતાનો રોલ કરી રહી છે. જેની ઝલક ટ્રેલરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અમેરિકન બોક્સર માઈક ટાયસન પણ કેમિયો રોલમાં જોવા મળશે. ફિલ્મ લાઈગરની જાહેરાત ડાયરેક્ટર પુરી જગન્નાથ દ્વારા ત્રણ વર્ષ પહેલા 2019માં જ કરવામાં આવી હતી. આ ફિલ્મ સૌથી પહેલા જાહ્નવી કપૂરને ઓફર કરવામાં આવી હતી. પરંતુ અનન્યાએ તેને આ ફિલ્મમાં રિપ્લેસ કરી દીધી.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">