Gujarati NewsEntertainmentBollywoodGadar 2 sunny deol and ameesha patel danced with jawans for promotion of film on wagah border video viral on social media
તારા અને સકીનાએ સરહદ પર સૈનિકો સાથે ડાન્સ કર્યો, પ્રમોશનમાં કોઈ કસર બાકી ન રાખી, જુઓ Video
ગદર 2ના (Gadar 2) તારા સિંહ અને સકીના હાલમાં ફિલ્મના પ્રમોશનને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. તેઓ પોતે દેશના દરેક રાજ્યમાં જઈને દર્શકો વચ્ચે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.
ગદર 2 (Gadar 2) ફિલ્મની રિલીઝ પહેલા સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલે (Ameesha Patel) ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. બંનેએ તાજેતરમાં અમૃતસરમાં અટારી-વાઘા બોર્ડર પર જવાનો સાથે ગદર 2 ફિલ્મનું પ્રમોશન કર્યું હતું અને રીટ્રીટ ઈવેન્ટમાં ‘ઉડજા કાલે કાવાં’ સોન્ગ પર ભાંગડા પણ કર્યા હતા. ફિલ્મમાં ‘સકીના’નો રોલ પ્લે કરતી અમીષા પટેલ વાદળી સુટમાં સુંદર દેખાતી હતી, જ્યારે સની પીળા કુર્તામાં જોવા મળ્યો હતો. આ ઘટનાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ગદર 2ના તારા સિંહ અને સકીના હાલમાં ફિલ્મના પ્રમોશનને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. તે બંને દેશના રાજ્યોની મુલાકાત લઈને દર્શકો વચ્ચે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે અને દર્શકોને ફિલ્મ જોવાની અપીલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમીષા પટેલે જે ડ્રેસમાં અમૃતસરના અટારી-વાઘા બોર્ડર પર સૈનિકો સાથે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું, તે બ્લૂ સૂટ તેને ફિલ્મમાં પણ પહેર્યો હતો. જેની તસવીર તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ગદર 2 એ 2001માં રિલીઝ થયેલી ગદર એક પ્રેમ કથાની સિક્વલ છે. આ ફિલ્મ ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી ભારતમાં બનાવવામાં આવી હતી અને તેમાં સકીના નામની મુસ્લિમ છોકરી અને એક ભારતીય શીખ છોકરા તારા સિંહની પ્રેમકથા દર્શાવવામાં આવી હતી. પહેલી ફિલ્મમાં તારા સિંહે પોતાની પત્નીને પરત લાવવા માટે સરહદ પાર કરી હતી.
ગયા અઠવાડિયે રિલીઝ થયું હતું ટ્રેલર
ગયા સપ્તાહની શરૂઆતમાં મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું. ટ્રેલરમાં ખુલાસો થયો છે કે સની અને અમીષા તારા સિંહ અને સકીના તરીકે પરત ફરી રહ્યા છે. આ કપલ સુખી લગ્નજીવનમાં છે અને તેમનો પુત્ર ચરણ જીત સિંહ (ઉત્કર્ષ શર્મા) હવે મોટો થઈ ગયો છે. તે બધાનું જીવન અસ્તવ્યસ્ત છે, પરંતુ ઘટનાઓને કારણે ચરણ જીત પાકિસ્તાન પહોંચી જાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેની પર અત્યાચાર થઈ રહ્યો છે. ટ્રેલર ફરી પુષ્ટિ કરે છે કે તારા તેના પુત્રને બચાવવા માટે પાકિસ્તાન પરત ફરશે.
ફિલ્મ વિશે બોલતા સનીએ કહ્યું, “ગદર એક પ્રેમ કથા માટેના અતૂટ સમર્થન માટે હું દર્શકોનો અત્યંત આભારી છું અને હું ખાતરી આપું છું કે ગદર 2 દર્શકોને બમણી એક્શન, લાગણી અને મનોરંજન પૂરું પાડશે. ડાયરેક્ટર અનિલ શર્મા કહે છે કે અમે એક એવી સ્ટોરીને પરત લાવવા માટે ઉત્સાહિત છીએ જે દેશભક્તિ, એક્શન, હૃદયસ્પર્શી પિતા-પુત્રના બંધન અને લવ સ્ટોરીનું પ્રતીક છે જે તમામ સીમાઓને પાર કરે છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થવાની તૈયારીમાં છે.