બાળ ઠાકરેનો પૌત્ર છે ડાન્સર , રાજકારણમાં નહીં પણ બોલિવૂડમાં ધૂમ મચાવશે જુઓ વીડિયો
બાળ ઠાકરેથી લઈ આદિત્ય ઠાકરે સુધી ઠાકરે પરિવારના લોકો રાજનીતિમાં પોતાનું નામ કમાય ચુક્યા છે પરંતુ હવે આ પરિવારના એક સભ્યએ કાંઈ અલગ જ રસ્તો પસંદ કર્યો છે. આ બીજું કોઈ નહિ પરંતુ બાળ ઠાકરેનો પૌત્ર એશ્વર્ય ઠાકરે છે.
રાજનીતિમાં ઠાકરે પરિવારનો દબદબો વર્ષોથી છે, બાળ ઠાકરેથી શરૂ થયેલી રાજનીતિ ત્રણ પેઢીઓમાં જોવા મળી હતી. રાજનીતિમાં ઠાકરે પરિવારના દરેક સભ્યની એક અલગ ઓળખ છે. માતો શ્રીમાં જન્મલેનાર દરેક બાળકની ઓળખ રાજનીતિ સાથે જોડાયેલી છે, પરંતુ આજે અમે તમને એ વ્યક્તિ વિશે જણાવીશું જે આ પરિવારના જન્મ લીધા બાદ પણ રાજકારણથી દુર અલગ જ ફીલ્ડમાં પોતાનું કરિયર બનાવી રહ્યા છે.સંબંધોમાં આ વ્યક્તિ બાળ ઠાકરેનો પૌત્ર છે આ બીજું કોઈ નહિ પરંતુ સ્મિતા ઠાકરે અને જયદીપ ઠાકરેનો દિકરો એશ્વર્ય ઠાકરે છે.
અભિનેતા બનાવાની તૈયારી કરી રહ્યો છે એશ્વર્ય
એશ્વર્ય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને તેમ છતાં સોશિયલ મીડિયા પર તેના ઓછા ફોલોઅર્સ છે. તે પોતાના અકાઉન્ટ પર કોઈ પોલિટિકલ કેમ્પન ચલાવતું નથી. તે પોતાનો એકથી એક શાનદાર ફોટોશુટ જોઈ શકો છો. આ સિવાય તેના ડાન્સનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળશે. સુપરફિટ દેખાનારા એશ્વર્ય ઠાકરે રાજનીતિથી દુર બોલિવુડમાં પોતાનો પગ રાખવા માંગે છે. તે શાનદાર ડાન્સર છે અને તેની ડાન્સ સ્કિલ્સ કોઈ બોલિવુડ સ્ટારથી ઓછી નથી.
View this post on Instagram
એશ્વર્યનો આ ડાન્સ વીડિયો ખુબ વાયરલ થયો
આટલું જ નહિ તે પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે. તેમને હજુ સુધી ફિલ્મોમાં કામ કરવાની તક મળી નથી. પરંતુ સંજય લીલા ભંસાલીની બાજી રાવ મસ્તાનીમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે.એશ્વર્યનો આ ડાન્સ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે સિંગર એપી ઢિલ્લોના ગીત પર શાનદાર પરફોર્મન્સ આપી રહ્યો છે. આ સિવાય તે ડાન્સ વીડિયોમાં પણ જોવા મળી ચુક્યો છે.
મારી માતાના કારણે અભિનય તરફ આકર્ષણ
ઐશ્વર્યા ઠાકરે બોલિવૂડ સ્ટારકિડ્સ સાથે પણ મિત્રતા છે. તે હંમેશા તેમની સાથે પાર્ટી કરતો જોવા મળે છે. અભિનેત્રી અલાયા એફ સાથે ઐશ્વર્યાની ડેટિંગની અફવાઓ વાયરલ થઈ હતી.
આ પણ વાંચો : Breaking News : સિદ્ધુ મૂસેવાલા હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની અમેરિકામાં થઈ હત્યા!
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો