Vadodara Election Result 2022 LIVE Updates: ભાજપના મનિષા વકીલની જીત થઈ, કોંગ્રેસના ગુણવંતરાય પરમારની હાર
Vadodara MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati:વડોદરા શહેરમાં 2017માં ભાજપનો ભગવો લહેરાયો હતો. મનિષા વકીલની જીત થઈ હતી. આ વખતે પણ ભાજપના મનિષા વકીલની જીત થઈ છે.આ બેઠક પર છેલ્લી 7 ટર્મથી ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે.

ગુજરાતની વડોદરા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result વડોદરા શહેરમાંથી ભાજપે આ વખતે મનીષાબેન રાજીવભાઈ વકીલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ વખતે મનીષા વકીલે જીત મેળવી છે જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે. તેમની પાસે રુપિયા 37,94,492 અને તેના પતિ પાસે રુપિયા 62,74,444ની જંગમ મિલકત છે. તેમણે પારુલ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી છે.કોંગ્રેસે ગુણવંતરાય પરમારને ટિકિટ આપી છે. તેમની પાસે રુપિયા 89.23,765.38ની જંગમ મિલકત છે. ગુણવંતરાય પરમારના અભ્યાસની વાત કરીએ તો તેણે માત્ર ધોરણ 8 સુધીનો અભ્યાસ ઝેનિથ શાળામાંથી કર્યો છે. તેનો વ્યવસાય ખેતી છે. તેની પત્ની અમૃતા બેન પરમાર નિવૃત શિક્ષક છે.આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે જીગર સોલંકીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. તેમની પાસે રુપિયા 58,000 રુપિયાની જંગમ મિલકત છે.જીગર સોલંકીના અભ્યાસની વાત કરીએ તો તેમણે ગુજરાત યુનિવર્સીટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી છે.
2017ના ચૂંટણી પરિણામ પર એક નજર
ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી.એક મહિલા તરીકે પોતે આ બેઠક પર સારી પ્રતિષ્ઠા બનાવી છે, વડોદરા શહેરમાં 2017માં ભાજપનો ભગવો લહેરાયો હતો. મનિષા વકીલની જીત થઈ હતી. તેને 62.1 ટકા મત એટલે કે કુલ 1,16,367મત મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના ઉમેદવાર અનિલ પરમારની હાર થઈ હતી. જેને માત્ર 34.2 ટકા મત મળ્યા છે. નોટામાં 1.7 ટકા મત આવ્યા હતા.
વડોદરા શહેર મતદારો અને જાતિવાદના સમીકરણ
વડોદરા શહેર વિધાનસભા અનુસૂચિત જાતિ બેઠક પર કુલ 2,72,000 મતદારો નોંધાયા છે. જેમાં 1,40,811પુરુષ મતદારો છે અને 1,32,048 મહિલા મતદારો છે. વડોદરા શહેર વિધાનસભા બેઠક પર ઓબીસી, દલિત અને પાટીદાર મતદારોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. જેમાં 27 ટકા OBC મતદાર, 17 ટકા દલિત મતદાર અને 13 ટકા પાટીદાર મતદાર છે. ઓબીસી અને દલિત મતદારોની સાથે સાથે પાટીદાર મતદારો વધુ હોવાના કારણે આ બેઠક પર છેલ્લી 7 ટર્મથી ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે.
આ પણ વાંચો: