Gujarat Election 2022: પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર થશે મતદાન, જાણો ચૂંટણી અંગેની તમામ વિગતો
ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Election 2022)બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની આજે વિધીવત રીતે જાહેરાત થઇ છે ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે, પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર તથા બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા આયોજિત કરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ હવે વિવિધ રાજકીય પક્ષો પક્ષને જીતાડી શકે તેવા ઉમેદવારની પસંદગીમાં વ્યસ્ત થઈ જશે. તેમજ ચૂંટણી જીતવા માટે વિવિધ રણનિતીઓ હવે અંતિમ તબક્કામાં આવી જશે.
1 ડિસેમ્બરે પ્રથમ તક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર યોજાશે મતદાન
- ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.
- જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
- 1 ડિસેમ્બરે પ્રથમ તક્કામાં 89 બેઠકો પર મતદાન થવાનું છે તે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે માટે ઉમેદવારીપત્રો ભરવાની કરવાની પ્રક્રિયા 5 નવેમ્બરના રોજ શરૂ થશે અને 14 નવેમ્બરે આ પ્રક્રિયા સમાપ્ત થશે. 89 સીટો માટે ઉમેદવારી પત્રો પરત લેવાની તારીખ 18 નવેમ્બર છે.
- 5 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની તારીખ બીજા તબક્કા માટેની તારીખ 10 નવેમ્બર થી 17 નવેમ્બર સુધીની છે જ્યારે ઉમેદવારી પત્રો પરત લેવાની તારીખ 21 નવેમ્બર છે.
મતદાનના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાનો સમાવેશ
1 ડિસેમ્બરે પ્રથમ તક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.
બીજા તબક્કામાં 14 જિલ્લાનો સમાવેશ
5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
હાલમાં કોની પાસે કેટલી બેઠકો
હાલમાં ગુજરાતમાં બે મોટા પક્ષ પાસે બેઠકો વહેચાયેલી છે ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં ભાજપની સરખામણીએ મોટાભાગની બેઠકો ઉપર જીત મેળવી મેળવી હતી. કેટલાક જિલ્લામાં તો ભાજપ ખાતુ પણ ખોલી શકી નહોતી. કોંગ્રેસે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં 45 ટકા મત મેળવ્યા હતા અને સૌથી વધુ 30 બેઠકો મેળવી હતી. આ સાથે જ ભાજપની બેઠકોની સંખ્યા સૌરાષ્ટ્રમાં ઘટીને 23 થઈ ગઈ હતી.