Gujarat Election 2022 : બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન માટે ચાર વિધાનસભા બેઠક પર બે ઇવીએમ યુનિટ મુકાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં યોજાનાર મતદાનમાં ચાર વિધાનસભા બેઠક પર બે ઇવીએમ યુનિટ મૂકવામાં આવશે. જેમાં પાટણ બેઠક પર 16 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ મૂકવામાં આવશે. જ્યારે અમદાવાદની નરોડા વિધાનસભા બેઠક પર 17 ઉમેદવારો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં યોજાનાર મતદાનમાં ચાર વિધાનસભા બેઠક પર બે ઇવીએમ યુનિટ મૂકવામાં આવશે. જેમાં પાટણ બેઠક પર 16 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ મૂકવામાં આવશે. જ્યારે અમદાવાદની નરોડા વિધાનસભા બેઠક પર 17 ઉમેદવારો, બાપુનગર વિધાનસભા બેઠક પર 29 ઉમેદવારો અને અમરાઈવાડી વિધાનસભા બેઠક પર 17 ઉમેદવારો મેદાનમાં હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે.
પાટણ જિલ્લા વહીવટી તંત્રએ પણ બીજા તબક્કાના મતદાનને લઇ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાન યોજાવાનું છે જેને લઇ વિતરણ કેન્દ્રમાંથી પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથકો પર EVM પહોંચાડવામાં આવી રહ્યાં છે. કુલ 8 હજાર 500થી વધુ ચૂંટણી પર કર્મચારી તૈનાત રહેશે. તો પાંચ હજારથી વધુનો પોલીસ સ્ટાફ પણ ફરજ બજાવશે. મતદારો માટે કુલ 1231 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. મહત્વનું છે કે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો માટે ખરાખરીનો જંગ જોવા મળશે. આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
બીજા તબક્કા માટે છેલ્લા કેટલાક સમયથી તમામ પાર્ટીઓ પોતાની એડીચોટીનું જોર લગાવી રહી છે અને તેને લીધે 61 બેઠકોનો જંગ મહાજંગ સમાન બની રહેશે. ગુજરાતની ચૂંટણીમાં શહેરી મતદારો પ્રમાણમાં વધારે હોવાને લીધે ભાજપનો જીતનો સીલસીલો 27 વર્ષથી યથાવત રહ્યો હતો. પરંતુ આ વખતે મુદ્દાઓ અલગ છે. જાતિગત મુદ્દાઓ નહી પરંતુ વાસ્તિવકતા મુદ્દાઓને આધારે મતદાન થવા જઈ રહ્યુ છે અને એટલે જ આ વખતનો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે.