Gujarat Election 2022 : પીએમ મોદી અને અમિત શાહ કમલમ પહોંચશે

પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં મતદાન કરવાના છે. જેના પગલે પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યા છે. તેવો ગાંધીનગરમા માતા હીરાબાને મળ્યા હતા. તેમજ તેમના આશિર્વાદ લીધા હતા. જો કે તેની બાદ પીએમ મોદી થોડી વારમાં ભાજપ પ્રદેશ ઓફિસ કમલમ પહોંચશે. 

Gujarat Election 2022 : પીએમ મોદી અને અમિત શાહ કમલમ પહોંચશે
PM Modi And Amit ShahImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 6:33 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં 93 બેઠકોનું મતદાન સોમવાર અને 5 ડિસેમ્બરના રોજ યોજાવાનું  છે. જેના પગલે ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં મતદાન કરવાના છે. જેના પગલે પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યા છે. તેવો ગાંધીનગરમા માતા હીરાબાને મળ્યા હતા. તેમજ તેમના આશિર્વાદ લીધા હતા. જો કે તેની બાદ પીએમ મોદી થોડી વારમાં ભાજપ પ્રદેશ ઓફિસ કમલમ પહોંચશે.  તેમજ અમિત શાહ પણ કમલમ પહોંચશે. જેમાં નરેન્દ્ર મોદી પીએમ મોદી બન્યા બાદ અમિત શાહ સાથે પ્રથમ વાર સાથે કમલમ આવશે.

ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે, ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી છે. બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન

મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

મતદાનને લઈને સુરક્ષા વ્યવસ્થા કરાઈ સઘન

મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે.હાલ ચૂંટણી અધિકારીઓ અંતિમ તૈયારીઓમાં લાગી ગયા છે. જો કે ઉમેદવારો હજુ પણ ડોર ટુ પ્રચાર કરી શકશે. સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ સૌની નજર 8 ડિસેમ્બરના ચૂંટણી પરિણામો પર ટકેલી છે. જેમા જનતા કોના પર મહોર મારી છે અને સીલબંધ EVMમાંથી શું નીકળશે તેના પર રાજકીય પક્ષોા ઉમેદવારોનુ ભાવિ નક્કી થશે.

g clip-path="url(#clip0_868_265)">